કોરોના વાઇરસ ના વિશ્વમાં પડઘમને 6 મહિના થી પણ વધુ સમય થઇ ગયો છે છતા કહેવાતી મેડિકલ ક્રાંતિ છતાંય આખી દુનિયામાં ચાઇના થી લઈને અમેરિકા સુધી કોઈ જ તેની સચોટ દવા શોધી શક્યું નથી , અલબત્ત દવાઓ અજમાવવામાં આવે છે પણ તે પ્રાયોગિક દવાઓ છે. રસી આવતા હજી ઘણી વાર લાગશે કારણકે એ પ્રક્રિયા જ લાંબી છે પરીક્ષણ અને સાબિતી વિના તેને અમલમાં મૂકી શકાય એમ નથી. આવા સમયે વિશ્વ ચિકિત્સાની સૌથી જૂની પદ્ધતિઓ તરફ વળી રહ્યું છે. આયુર્વેદ અને હોમીઓપથી.
આયુર્વેદ માં વનસ્પતિ આધારિત ઔષધિઓનું મહત્વ ઘણું છે , ગળો, અશ્વગંધા, અરડૂસી, મુલેઠી વગેરે.હવે સમય સાથે આ બધી વનસ્પતિઓ પણ દુરલભઃ થતી જાય છે પણ એક નાનકડો છોડ જેનું આયુર્વેદ માં પણ ઘણું મહત્વ છે અને સ્વાસ્થ્ય માટે એ ખુબ લાભદાયી છે અને સૌથી મહત્વનું તે ઘર આંગણે ઉગાડી શકાય છે એ છે તુલસી !!

તુલસી એક સાર્વત્રિક ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે કારણકે તે લગભગ શારીરિક,માનસિક તણાવ ,ચયાપચય,શ્વસન બધી તકલીફો માટે અસરકારક છે. તુલસી ઉપચાર ના એવા ઘણા પુરાવા છે જેમાં પોલ્યૂશન ના કારણે થયેલું કેમિકલ રિએક્શન હોય કે શારીરિક તણાવ હોય કે પછી ખુબ જ વધારે શરદી ખાંસી હોય તુલસી અકસીર ઈલાજ સાબિત થયું હોય. તુલસી બ્લડપ્રેશર તેમજ બ્લડસુગર માટે પણ ફાયદાકારક છે, વળી તુલસી વિચારશક્તિ અને
યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે .
હવે સર્વગુણી તુલસી કોરોના વાઇરસ થી લડવા માટે કઈ રીતે ઉપયોગી થઇ શકે તે જોઈએ
1) કુદરતી સેનિટાઇસર : તુલસી માં જંતુનાશક ગુણધર્મ ના કારણે તેનો સેનિટાઇસર તરીકે ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત ઘણા લોકો તુલસી ના પાણી નો માઉથવોશ તરીકે પણ ઉપયોગ કરે છે

2) તુલસીના પણ : તુલસીના પાન ચાવી ચાવીને ખાવાથી ઘણો જ ફાયદો થાય છે , શરીરની આંતરિક શુદ્ધિ માટે ઉપયોગી છે તેમજ શ્વાસની દુર્ગંધ દૂર કરે છે ને મન ને તાજગી આપે છે.

3) તુલસી ચા: તુલસી ચા આપણા સૌના ઘરોમાં ખુબ સામાન્ય ઉપચાર છે.શરદી ખાંસી માટે તે હંમેશા ઉપયોગી છે , તુલસી ચા શ્વસનતંત્રની બીમારીઓ માટે પણ લાભદાયી છે. તુલસી ચાનું સેવન લાંબા ગાળે શરદીને જડમુળ થી મટાડે છે.

4) તુલસી કાઢા : તુલસી ને ગરમ પાણી માં ઉકાળી તેમાં તજ ,સૂંઠ ,મરી જેવી ચીજો ઉમેરી ઉકાળીને પીવું રોગપ્રતિકારકશક્તિ (IMMUNITY ) વધારવા માટે ખુબ ઉપયોગી છે હાલ માં આયુષ મન્ત્રાલયે પણ આ કાઢો નિયમિત પીવાનું સૂચન કર્યું હતું કારણ કે તે કોરોના વાઇરસ સામે લડવાની શારીરિક શક્તિને વધારે છે ને જીવાણુનો નાશ કરે છે

5) ત્વચાની કાળજી : તુલસીનો જંતુનાશક ગુણધર્મ ત્વચાની તકલીફો જેવીકે ખીલ ,એલરજી , લાલાશ , ફૂગ વગેરે માટે કામ આવે છે. તુલસીનો લેપ લગાવવાથી ચામડીની સમસ્યાઓ દૂર થાય છે.
