Fair and lovely ક્રીમ બનાવતી જાણીતી સૌન્દર્ય પ્રસાધન બનાવતી કંપની uniliverએ તાજેતર માં જ તેના ગ્રાહકો ને જણાવ્યું કે તે તેની આ ક્રીમ પ્રોડક્ટ ના નામ માં ફેરબદલ કરશે. તેમાંથી તે “ફેર” , “whitening” “lightening” શબ્દો હટાવશે. અલબત્ત તે આ ક્રીમ વેચવાનું ચાલુ જ રાખશે!?! ખેર એટલા વર્ષો સુધી ગોરા થવાની ભારતીય ઘેલછાને વટાવી ને કમાણી કરનાર કંપની તરફથી આ એક આવકારદાયક પગલું છે જ.

હવે આ એક્શન ના મૂળ સુધી જઈએ, સૌ કોઈ જાણે છે કે થોડા દિવસ પેહલા જ્યોર્જ ફ્લોયડ નામના એક શ્યામવર્ણી / બ્લેક અમેરિકન ની ત્યાંની પોલીસ દ્વારા દમન ગુજારીને કરવામાં આવેલી હત્યા પરથી સમગ્ર વિશ્વમાં ફરી એકવાર રંગભેદ બાબતે વિરોધ શરૂ થયો હતો. બદલાવ માટે ઘણા અવાજો ભેગા થયા જે કેટલાક હંગામી તો કેટલાક લાંબા ગાળાના બદલાવ લાવી પણ શક્યા.
અમેરિકા થી માંડીને યુરોપ,જર્મની,આફ્રિકા અને હા આપણા ભારત માં પણ વિરોધ થયો. આપણા નેતાઓ , સેલિબ્રિટી આમજનતા બધાએ તેમાં ભાગ લીધો.જે કોઈ યોગ્ય મુદ્દાને સમર્થન આપવાની આપણી ભારતીય પ્રણાલી મુજબ યોગ્ય હતું
હવે વાત એ છે કે શું ભારત અને અહીંની પ્રજા રંગ ભેદ નો વિરોધ કરે છે એ કેટલા અંશે પ્રમાણિક હોય શકે. ઉપર જે વાત કરી એ Fair and lovely ક્રીમ ભારતમાં અંદાજે 4100 કરોડ નો ધંધો કરે છે .ઘણી વાર આ ક્રીમ ની જાહેરાત માં ગોરી સ્ત્રીઓ ને વધુ તક મળવી કે ગોરાપણ ને આત્મવિશ્વાસ સાથે જોડવા જેવી બાબતો નો વિરોધ થયો છે , ને છતાંય તેના વેચાણ માં કોઈ ઘટાડો નોંધાયો નથી. ઉપરાંત આ જ કંપની પુરુષો માટે Fair and handsome ક્રીમ પણ બનાવે છે ને તેનું પણ વેચાણ 1000 કરોડ ની આસપાસ છે.

ભારત માં રંગભેદ એટલો પ્રબળ મુદ્દો નથી કારણ કે મુખ્યત્વે ભારતીય પ્રજાનો રંગ ઘઉંવર્ણો છે જેને અમેરિકન ને બ્રિટીશ લોકો બ્રાઉન પીપલ તરીકે ઓળખાવતા.એટલે વિશ્વ કક્ષાએ મૂળ ભારતીયો રંગભેદ ના ભોગ બન્યા હશે પણ ભારતમાં રંગભેદ નું રૂપ કઈક અલગ છે. આપણી પ્રજા ગોરા કાળા વચ્ચે ભેદ નથી કરતી પણ સર્વસંમતિ થી સહુ કોઈને ગોરા થવાની ઘેલછા છે. આપણને ગોરા રંગ પ્રત્યે એક અજાયબ આકર્ષણ છે. અલબત્ત ગમે તે કરી લેવા ઉપરાંત ભારતીય ગોરી ચામડી પશ્ચિમ ની ગોરી ચામડી ને બરાબર ક્યારેય થવાની નથી.કારણકે મૂળ ફરક જેનેટિક છે અને બીજો વાતાવરણ નો.ત્યાં સૂર્યદેવ એટલાં ઉજ્વલિત હોતા નથી.

આપણા સમાજ માં સ્ત્રીઓ માટે ખાસ ગોરી ત્વચા નો આગ્રહ રાખવામાં આવે છે સાઉથ ઇન્ડિયન છોકરીઓ અંદાજે બધી જ શ્યામ હોય છે પણ ખૂબ જ દેખાવડી હોય છે તેઓ પણ તેમના વર્ણ ને આછો કરવા સતત મથતી હોય છે અને ત્યાં શ્યામ વર્ણ પુરુષ કેં વર હોવો સામાન્ય છે.મે જોયુ છે કે મહારાષ્ટ્ર માં તો લગ્ન કે કોઈ શુભ પ્રસંગે સ્ત્રી ને આપતા સાજ શણગાર ના સામાન માં પણ આવી રંગ નીખારતી ક્રીમ આપવામાં આવે છે ને એમાં કોઈને કોઈ વાંધો પણ નથી , સ્ત્રીઓ પોતાના પર્સ માં અચૂક પણે આવી ક્રીમ રાખતી હોય છે કોઈ પણ છોછ વિના. આપણે ત્યાં લગ્નવિષયક જાહેરાતો માં સ્પષ્ટ પણે ગોરી કન્યા નો ઉલ્લેખ હોય છે બંને પક્ષે. ને એમાં કોઈને કોઈ જ વાંધો હોતો નથી. મેકઅપ માં ફાઉન્ડેશન ક્રીમ પણ ઊજળા શેડ્સ ની જ ઉપલબ્ધ હોય છે.અને જાહેરમાં કે આગ્રહ પૂર્વક સ્ત્રીઓ ની ગોરા રંગ માટેની ઘેલછા તો જાણીતી જ છે પણ વર્ષો સુધી સ્ત્રીઓની ક્રીમ વાપરીને ગોરા થવાનો પ્રયત્ન કરતા પુરુષો માટે આખરે એક અલગ ક્રીમ કાઢવામાં આવી . હવે હેન્ડસમ અને ગોરા રંગને કોઈ લેવા દેવા નથી પણ ભારત માં છે. વળી આપણે ત્યાં પ્રભુ શ્રી કૃષ્ણ ના નામ પરથી ચાલતો આવ્યો શબ્દ ” કાળિયો” તો જાણે કેટલા છોકરાઓ માટે વપરાય છે ને એનો પણ સહર્ષ સ્વીકાર છે , હા બઉ ગોરી છોકરીઓને ભૂરી પણ કેહવાય છે ને મને હજુ સુધી એનું કારણ ખબર નથી

મુદ્દાની વાત એટલી જ છે કે આપણે ત્યાં જેટલી ગોરા થવાની ઘેલછા છે એટલી દુનિયામાં ક્યાંય નથી.આપણે કાળા ગોરા નો ભેદ ગોરા પણા ને પ્રાધાન્ય આપીને કરીએ છીએ જ. કેમ સહુને પોતાના ઘરની વહુ ગોરી જ જોઈએ છે? અને સૌથી તકલીફ ની વાત છે કે આ બધું આપણા સમાજ માં એટલી હદે સામાન્ય થઈ ગયું છે કે તે એક ઇસ્યુ તરીકે ક્યારેય જોવામાં જ આવતું નથી. અને આપણે વિદેશ માં બ્લેક લોકો પર થતા અત્યાચારના માટે અવાજ ઉઠાવી શકીએ છીએ પણ આપણી આસપાસ અડ્ડો જમાવી બેઠેલી ગોરાવર્ણ ની માનસિકતા પર ધ્યાન પણ જતું નથી.કેટલા ફિલ્મોની હિરોઈન કાળા રંગની હોય છે ? કઈ જાહેરાત માં તમે કોઈ પણ સ્ત્રી કે પુરુષ પણ શ્યામવર્ણી જોયો છે ,ભલે એ કોઈ પણ પ્રોડક્ટ ની જાહેરાત હોય. ક્યારેક યાદ છે કોઈ હોર્ડિંગ જે માં મોડેલ શ્યામ વર્ણ હોય. જયારે કે ભારત માં સર્વસામાન્ય પ્રજા કા તો બ્રાઉન છે કા તો બ્લેક. તો આ વિરોધાભાસ કેમ. અને ગોરા થવા માટેનો શોખ જો સ્વીકાર્ય છે તો રંગભેદ નો વિરોધ કરવાનો આપણને કેટલો હક?
માન્યું કે કુદરતી રીતે જ જેમ રાત અને દિવસ છે ,ઉજળું અને ઘેરું છે તેમાં દિવસ નું અજવાળું સહુ કોઈને ગમે પણ રાત ની સુંદરતા ને કોણ નકારી શકે છે. કાળા અને ગોરા બંને રંગોનું બસ એવું જ છે તે સમાંતરે એકબીજા સાથે સુંદર છે. નહિતર કાળી ચામડી ના ગમનાર લોકો ને કાળા રંગના કપડાં ઓ નું એટલું વળગણ કેમ. કાર નો મોબાઈલ નો લેપટોપનો પર્સ નો કાળો રંગ કેમ ગમે ? કાજલ નો કાળો રંગ કેમ ગમે?
તો વાત રંગ ની નથી. માનસિકતા ની છે.પશ્ચિમી દેશોમાં કાળા રંગના લોકો કોઈ અલગ જાતિ ના છે અથવા જંગલ પ્રદેશ માંથી આવતા હોવાથી ઓછા સુશિક્ષિત છે એવી એક સમજણ ના કારણે ત્યાં રંગભેદ પ્રવર્તે છે. અને સદીઓ ની મેહનત અને શિક્ષણ પછી એ ભેદ મટી પણ રહ્યો છે. પણ આપણાં ભારતીય સમાજ માં જે ગોરા રંગ ની મહત્તા ની કહાની છે એ નો નાતો સૌન્દર્ય સાથે છે. આંખને ગમવા બાબતે છે,ને છે તો એ પણ માનસિકતા નો જ પ્રશ્ન. પણ દુઃખની વાત એ છે કે આપણે ત્યાં એ પ્રશ્ન જ નથી. કોઈ મુદ્દો જ નથી. તો શું એક ક્રીમ જે ભારતીય સમાજ ની માનસિકતા સમજીને બિઝનેસ કરતી હતી તેના બ્રાન્ડ નેમ બદલી દેવાથી બદલાવ આવશે? કદાચ કંપની ને પણ એનો જવાબ ખબર છે !

આયાતી મુદ્દાઓ પર બોલવું આસાન છે કારણ કે તે આપણને મોટાભાગે લાગુ જ પડતાં નથી.અને તેમાં પર્સનલ કોઈ નિર્ણયો કરવાના હોતા નથી. રંગભેદ નો વિરોધ કરવા સાથે માત્ર એકવાર આપણી સુંદરતા અને રંગો વિશેની પસંદગી વિશે પ્રમાણિક પણે વિચારી લેવું, જવાબ આપો આપ મળશે ને જો એ બદલી શકીએ તો સાચો બદલાવ આવશે.
This is a really good tip particularly to those new to the blogosphere.
Simple but very precise information? Thanks for sharing this one.
A must read article!
My web-site – https://www.everythingbirds.com/community/users/shawnscheffel51/
LikeLike
This is a really good tip particularly to those new to the blogosphere.
Short but very precise information? Appreciate your sharing this one.
A must read article!
my blog :: Derma Correct Skin Tag Remover
LikeLike