નેટફ્લિક્સ પર સૌથી વધુ જોવાયેલી સિરીઝમાનું એક નામ એટલે “Money Heist”. મૂળ સ્પેનિશ માં બનેલી આ સિરીઝ નું નામ છે la casa de papel જે પ્રસારિત થઇ હતી સ્પેનિશ ની એક ટેલિવિઝિન ચેનલ ઉપર પણ ત્યાર બાદ નેટફ્લિકસે તેના પ્રસારણ ના હક ખરીધી લીધા હતા અને પછી દુનિયાભરમાં આ શૉ બેહદ પોપ્યુલર થઇ ગયો, જોત જોતામાં તેના કલાકારોને પણ ખુબ નામના મળી, આ શો નું એક થીમ સોન્ગ “બેલા ચાઉં ” પણ સહુ કોઈ ગાતા થઇ ગયા.

આ શો ની પ્રસિદ્ધિ બાબતે જયારે તમે તેના પ્રસંશકો ને પૂછો કે વિવેચકોને કે રિવ્યુઅર સહુ કોઈ એક વાત કેહ્શે કે તેમાં પાત્રો સાથે જોનાર કનેકટ થઇ જાય છે , દરેક વ્યક્તિ નું કોઈ ને કોઈ ગમતું કેરેક્ટર છે જેની સાથે તેનું ઈમોશનલ બોન્ડિંગ થઇ જાય છે અને પછી શો માં તેના ગમતા પાત્ર ની સફર જોવી તેને ગમે છે. અને વાત સાચી જ છે MONEY HEIST શો ના દરેક પાત્ર ની એક અલગ આ વિશેષતા છે એજ છે કારણ એમની સફળતાનું પણ અને શો ની પ્રસિદ્ધિ નું પણ.
વાર્તા કંઈક એમ છે કે એક પ્રોફેસર નામક બુદ્ધિશાળી વ્યક્તિ અલગ અલગ જગ્યાએથી વિવિધ પ્રકારના એક્સપર્ટ લોકોની એક ટિમ બનાવે છે જેમની સાથે મળીને તે સ્પેનની ટંકશાળ અને પછીથી ગોલ્ડબેન્ક લૂંટવાનો પ્લાન બનાવે છે.તે દરેક ટીમમેમ્બર ના નામ શહેરોના નામ રાખે છે.પ્રોફેસર પોતે માસ્ટરમાઈન્ડ બનીને બાહરથી ટિમ ને મદદ પુરી પડે છે જયારે કે તેની ટિમ અલગ અલગ પરિસ્થિતિમાં ઝઝૂમીને પણ ધ્યેય પૂરું પડે છે તેમની આ જગદો જહદ અને તેમાં ભાવનાઓનું મિશ્રણ શો ને રસપ્રદ બનાવે છે.

- TOKYO : ટોકીઓ નું પાત્ર Úrsula Corberó એ ભજવ્યુ છે. ટોકિઓ એક ઝનૂની મિજાજની યુવતી છે પરંતુ તેની સૌથી મોટી ખાસિયત પણ એજ છે અને ખામી પણ એજ. ટોકિઓ સાચા દિલથી પ્રેમ કરી જાણે છે પણ તે એક સ્વતંત્ર વ્યક્તિત્વ ની શોખીન છે , બિન્દાસ ,મસ્તીખોર છતાં પણ ખુબ લાગણીશીલ! તે રિસ્ક લેતા ડરતી નથી અને શો ના સૂત્રધાર પ્રોફેસર ને તે ખુબ માન આપે છે તે તેના સાથીઓ ને પણ સહકાર આપે છે પણ જ્યાં તેને કઈ યોગ્ય ના લાગે તે બળવો કરવામાં જરા પણ વાર નથી લગાડતી

2. NAIROBI : Alba Flores કલાકારે આ રોલ કર્યો છે. નૈરોબી એક અત્યંત સુંદર સંવેદનશીલ સમજદાર વ્યક્તિ છે જેની સૌથી ઉત્તમ કલા છે નેતૃત્વ. તે વર્ષો પેહલા પોતાના નાનક્ડા દીકરાને ગુમાવી ચુકી હોય છે એથી તેની સુંદર મુસ્કાન સાથે આંખોમાં દર્દ છલકાઈ આવે છે , તેની સમજણ , ચપળતા અને ઝિંદાદિલી સ્પર્શી જાય છે , મિશન પર તે પ્રોડક્શન હેડ જેવું કામ કરતી હોય છે તેની ટિમ નો સતત ઉત્સાહ બનાવી રાખે છે અને તેનું ધ્યાન ક્યારેય ધ્યેય પરથી હટતું નથી. નૈરોબી એક જ એવી વ્યક્તિ હોય છે જે આખી ટિમ માં સંતુલન બનાવી શકે તેમ હોય છે , તેની સુઝબુઝ અને અભિગમ તમને તેના પ્રેમ માં પાડી દે છે , હા પણ નૈરોબી સ્ત્રીદાક્ષિણ્ય ને ખુબ મહત્વ આપે છે.

3.DENVER : Jaime Lorente એ આ પાત્ર ભજવ્યું છે. તે એક ગરીબ પરિવાર માંથી આવતો પણ ખુબ સાફ મનનો વ્યક્તિ છે. તેના પિતા સાથે તે આ મિશન પર આવેલો હોય છે. શો માં તેનું એક અજીબ પણ માસુમ હાસ્ય ખુબ જાણીતું થયું છે , તે ગરમ દિમાગ નો હોય છે પણ તે અદેશોનો ભંગ કરતો નથી , તે સહુને હસાવે છે , પ્રમાણિકતાથી કામ કરે છે અને ચોરી કરવા આવ્યો હોવા છતાં તે સાચા ખોટાનો ભેદ સમજે છે , તે એક બંધક ના પ્રેમમાં પડે છે અને કોઈ પણ પરિસ્થિતિ માં તેનો સાથ છોડતો નથી

4.RIO : Miguel Herrán રીઓ ના રોલમાં છે , તે ટેક્નોલોજી અને ઈન્ટરનેટ નો એક્સપર્ટ હોય છે , સ્વભાવે શાંત અને એકદમ માસુમ બાળક. તે ટોકીઓ ના પ્રેમમાં હોય છે અને તેના માટે જીવ પણ જોખમમાં મૂકે છે , તે સહુને ખુબ પ્રેમ કરે છે પણ તે નબળા મન નો હોય છે તે એક સુશિક્ષિત પરિવાર માંથી આવતો હોવાથી હંમેશા મનમાં ગિલ્ટ લઈને જીવતો હોય છે પણ તે ક્યારેય વફાદારી છોડતો નથી.

5. BERLIN : બધી જ સીઝન નું સૌથી મહત્વનું પાત્ર છે જે Pedro Alonso એ અદા કર્યું છે. તે એક ખુબ શાંત સુઘડ અને વશિલુ વ્યક્તિત્વ ધરાવે છે , તેને “વ્હાઇટ કોલર થીફ” કેહવું સચોટ છે. તે જેટલો મજેદાર અને જીવનસભર છે એટલો જ ક્રૂર અને વ્યવહારુ પણ છે. તે એક જીવલેણ બીમારીથી પીડાતો હોવા છતાં તેનો કામ પ્રત્યે સમર્પણ જોવાલાયક છે. તે એક સારો નેતા પણ છે અને ટીમ પ્લેયર પણ. અમુક દ્રશ્યોમાં તે ઘમંડી અને લાગણીશૂન્ય જણાઈ આવે છે પણ હકીકતે તે એક ઉમદા વ્યક્તિત્વ છે. તે જીવનની દરેક ક્ષણોને માણી લેવામાં વિશ્વાસ રાખે છે, તે માને છે કે જીવન પ્રવાસ એક મજા છે જે કઈ પણ હાંસિલ કરી લેવા કરતા વધારે મહત્વની છે.

6. PROFFESSOR : કહાનીનો સૂત્રધાર અને સઁચાલક। Álvaro Morte નામના અભિનેતાએ આ પાત્ર બખુભી નિભાવ્યું છે. એક ઇન્ટેલેક્ચુઅલ સિમ્પલ પઢ઼ાખું માણસ જે પ્રોફેસર તરીકે યોગ્ય છે પણ જયારે તે ચોરોનો રાજા છે કોઈ કલ્પી શકે નહિ, તેનું વ્યક્તિત્વ રહસ્યમયી છે. તે એક કર્મયોગી તો છે જ પણ ખુબ જવાબદારીપૂર્વક કામ કરે છે , તેના સાથીઓને તે પરિવારની જેમ સાચવે છે , તેનામાં માનવ સહજ લાગણીઓ પણ છે અને ખામીઓ પણ છતાં તેના દિમાગ અને વર્તન ના ને તે સહુ કોઈનો હીરો છે , બધા જ તેને માન આપે છે અને તેનામાં પૂર્ણ વિશ્વાસ રાખે છે। તે તેના ધ્યેય માટે પ્રતિબદ્ધ હોવા છતાં કોઈ અયોગ્ય કે નિષ્ઠુર કામ કરતો નથી. પ્રોફેસર આ શો નું સૌથી પ્રસિદ્ધ પાત્ર છે.
