નેટફકિક્સ પર કઈ વેબ સિરીઝ જોવા જેવી છે ? આ છે ટીનએજર્સ માટેનું must watch List

લોકડાઉન ના સમય માં આપણા મનોરંજન નો ભાર ઘણો ખરો હળવો કર્યો છે તે નેટફ્લિક્સ , એમેઝોન પ્રાઈમ વિડિઓ અને હોટસ્ટાર જેવા ઓનલાઇન પ્લેટફોર્મ્સ જે ખુબ નવા વિષયો અને રસપ્રદ વાર્તાઓ ધરાવતી વેબ સિરીઝ કે મુવીઝ સીધીજ આપણા મોબાઈલ સ્ક્રિન પર આપણને પોંહચાડે છે , ટેક્નોલોજીએ સાચે જ આપણું જીવન અને જીવનશૈલી બનેં બદલી નાખ્યા છે. કોરોના ના કારણે લાંબા સમય ના લોકડાઉંન બાદ હવે એક મહિના થી કામકાજ તો શરુ થવા લાગ્યા છે પણ શાળાઓ અને કોલેજો ખુલવા પર હજી મનાઈ છે તો ઓનલાઇન થી કંટાળેલા યંગિસ્તાન માટે અહીં કેટલાક અચૂક જોવા જેવા શોઝ નું લિસ્ટ આપીએ છીએ જે જોવામાં તો મજાની સિરીઝ છે જ પણ તેમાંથી શીખવાનું એ વધારે છે

  1. 13 REASONS WHY : લેખક Jay Asher દ્વારા લખાયેલી નોવેલ Thirteen Reasons Why પરથી નેટફ્લિક્સ માટે જ બનાવવામાં આવી ટીનેજ ડ્રામાં વેબ સિરીઝ 13 Reasons why. હાઈસ્કૂલ માં ભણતા વિદ્યાર્થી Clay Jensen  તેની જ સાથે ભણતી અને તેની મિત્ર Hannah Baker ની આત્મહત્યા પછી પોસ્ટ દ્વારા કેસેટનું એક બોક્સ મળે છે જેમાં હેના એ પોતાના અવાજમાં જ તેના જીવન ટૂંકાવી દેવાના નિર્ણય પાછળના પરિબળો અને જવાબદાર વ્યક્તિઓ વિષે તે જણાવે છે. આ સિરીઝ ની પ્રથમ બે સિઝન માં આ પ્રમાણે 13 કારણો અલગ અલગ વ્યક્તિઓના સંદર્ભમાં દર્શાવવામાં આવ્યા છે તેની સાથે જ એવા વિષયો વણી લેવામાં આવ્યા છે જે આજની યુવા પેઢી પર અને તેમની મોડર્ન રહેણીકરણી થી જોડાયેલા છે જે મુખત્વે તેમની માનસિકતા પર અસર કરે છે જેવા કે આત્મહત્યા, શારીરિક છેડ઼છાડ઼, ગુંડાગીરી , પજવણી , મશકરી, નશાખોરી ,ઘેરેલું હિંસા ,એકલતા,માનસિક સ્વાસ્થ્ય ,હથિયારોનો ઉપયોગ, ગરીબાઈ,સ્થળાંતર, બેઘર જીવન , એચઆઇવી ,ગર્ભપાત, સજાતીય પ્રેમ, મિત્રતા , પ્રેમભંગ ,શારીરિક સંબંધ વગેરે બધાજ મહત્વ ના મુદ્દાઓ આવરી લેવાયા છે ,ઉપરાંત તેમાં વાલીઓ અને શિક્ષકો માટે પણ ખુબ મહત્વના વિષયો આવરી લેવાયા છે જે આજની જનરેશન ને સમજવા ખુબ ઉપયોગી છે. બાકીની બે સીઝન માં હેના માટે ન્યાય અને આ આખી પ્રક્રિયામાં તેમજ સમયગાળા દરમ્યાન બાકીના વિદ્યાર્થીઓ પર થયેલી અસર તેમની બદલાયેલી માનસિકતા વિષે ,તેમના અભિગમ વિષે બતાવવા માં આવે છે , હાઈસ્કૂલ જીવન દરેક માટે કોઈના કોઈ કારણે મુશ્કેલ હોય છે જે ઘણી વખત જીવન ઘડી નાખનાર કે ખતમ કરી નાખનાર સાબિત થાય છે. આજના યુવા વર્ગે અચૂક જોવા જેવી આ સિરીઝ છે. નેટફ્લિક્સ લિંક : 13 Reasons why

2. ELITE : આ એક થ્રિલર ટીનેજ ડ્રામા સ્પેનિશ સ્રીરીઝ છે જે નેટફ્લિકસે બનાવી છે, જેમાં ત્રણ કામગાર વર્ગના વિદ્યાર્થીઓ સ્કોલરશીપના આધારે એક ધનાઢ્ય વિદ્યાર્થીઓ વાળી શાળામાં પ્રવેશ મેળવે છે જે એક પ્રાઇવેટ શાળા હોય છે. અહીં બધા જ બિઝનસ ક્લાસ ઘરોના બાળકો ભણતા હોય છે। ગરીબ વિદ્યાર્થીઓ અને હાઈ ક્લાસ વિદ્યાર્થીઓ વચ્ચેનું ઘર્ષણ, તેમની અલગ અલગ લાઇફસ્ટાઇલ , માત્ર ગરીબ નહિ પણ આમિર ઘરના પરિવારોના વિવાદ, સમ્પન્ન વિદ્યાર્થીઓની તકલીફો , ગરીબ વિદ્યાર્થીઓની સ્વાભિમાન અને પ્રલોભનો વચ્ચે કશમકશ વગેરે દર્શવાયું છે। પણ વાર્તાની શરૂઆત એક ધનાઢ્ય ઘરની અલગારી વિદ્યાર્થીની ના મૃત્યુ થી થાય છે અને પોલીસ દરેક વિદ્યાર્થીની ઉલટ તપાસ કરતા હોય છે, કુલ ત્રણ સીઝન છે જેમાં બે મૃત્યુના રાઝ ખુલ્લા થાય છે અને આ આખી પ્રક્રિયામાં ટીનેજર્સ નો માનસિક વિકાસ તેમના જીવન લક્ષ્યો અને પરસ્પર સબન્ધો મજબૂત થાય છે. આ સિરીઝ શહેરી અને મોડર્ન લાઇફસ્ટાઇલ જીવતા દરેક ટીન એજર્સે જોવા જેવી છે। નેટફ્લિક્સ લિંક : ELITE

3. Sex Education: આ એક બ્રિટિશ કોમેડી ડ્રામા સિરીઝ છે જે ટેલિવિઝન પર પ્રસારિત થઇ હતી નેટફ્લિક્સ પાર તે 2019 જુલાઈ માં બતાવાવમાં આવી. આ સિરીઝ એક Otis Milburn નામના સ્કૂલે જતા અને અસુરક્ષાની ભાવના થી પીડિત તરુણ વિદ્યાર્થી ની આસપાસ ફરે છે , તેની માતા એક સેક્સ સલાહકાર કે ચિકિત્સક તરીકે કામ કાંતિ હોય છે. ઓટિસ પોતે સેક્સ બાબતે અસ્પષ્ટ હોય છે જયારે કે તેની પોતાની માં જ સેક્સ સલાહકાર છે કદાચ એજ કારણ થી કે તેની માં હંમેશા સેક્સ વિશેના કોઈ પણ પેહલું માટે ખુબ મુક્ત વિચારો ધરાવે છે જેથી તે વધારે અસમંજસ માં પડી જાય છે. પણ કહાની માં આગળ જતા આ વિદ્યાર્થી અજાણતા જ એક સ્કુલના ગુંડા જેવા વિદ્યાર્થીને તેની સેક્સ આવડત અંગેની ચિંતા દૂર કરવામાં મદદ કરે છે. પછીથી તે તેના એક મિત્ર સાથે મળીને બિઝનેસ શરુ કરે છે જેમાં તે તેની શાળાંના બીજા વિદ્યાર્થીઓને સેક્સ અંગે સલાહ આપે છે જેથી તેઓ તેમની મૂંઝવણો દૂર કરી શકે. આ એક ખુબ આવશ્યક વિષય પાર બનેલી રમૂજ ભરી સિરીઝ છે જે ખરા અર્થમાં ટીનએજ બાળકો ને મદદરૂપ છે. નેટફ્લિક્સ પર આ સિરીઝ 40 મિલિયન લોકો જોઈ ચુક્યા છે અને તેની બે સીઝન બાદ હવે ત્રીજી સીઝન પણ આવવાની છે. નેટફ્લિક્સ લિંક : SEX EDUCATION

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s