ગુજરાતી મહિના પ્રમાણે અષાઢ મહિનાની શુક્લ પક્ષ અગિયારસ ને “મોટી અગિયારસ ” કે દેવશયની અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ ભારતભરમાં ધાર્મિક રીતે ઉજવાય છે , આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગર માં શેષનાગ રૂપી આસાન ઉપર નિંદ્રાધીન થઇ જાય છે અને લગભગ ચાર મહિના જેટલા સમયગાળા બાદ કારતક શુક્લ અગિયારસે જાગે છે , આ સમયગાળાને હિન્દુ માન્યતા મુજબ ચર્તુમાસ કહે છે , આ ચાર મહિના કોઈ પણ શુભ કર્યો ઉદાહરણ તરીકે યજ્ઞોપવિત સઁસ્કાર , લગ્નવિધિ , ગૃહપ્રવેશ ,યજ્ઞ હવન વગેરે કરવામાં આવતા નથી તેની પાછળ નું કારણ એમ છે કે જેમ પેહલા જણાવાયું તેમ ભગવાન વિષ્ણુનું યોગનિંદ્રામાં ચાલ્યા જવું એટલે ઈશ્વરના જ રૂપ સૂર્ય અને ચંદ્રનું વાદળ તેમજ વરસાદ ના કારણે ઓછું થઈ જવું , તેમજ શરીરમાં પણ રહેલો અગ્નિ જે પિત્ત સ્વરૂપે હોય છે તેનું શાંત થઇ જવું જેને અકરને શરીરની આંતરિક શક્તિ અને રોગપ્રતીકારકતા ઓછી થઇ જાય છે , ચાતુરમાસ દરમિયાન રોગજન્ય જીવનું કીટાણુ નું પ્રમાણ પણ વધી જાય છે જે ઓછા સૂર્યપ્રકાશ અને ભેજ નું જ પરિણામ હોય છે આમ આ મહિનાઓમાં ઘણા ખરા તહેવારો આવતા હોવા છતાં કોઈ શુભ કામ કરવામાં આવતું નથી કારણકે ઈશ્વરની સાક્ષી હોતી નથી અને વાતાવરણ પ્રતિકૂળ હોય છે

હવે જાણીએ કે આ અગિયારસ પર ભગવાન વિષ્ણુ ના નિંદ્રાધીન થવા પાછળ કઈ પૌરાણિક કથા છે , તો કથા ભગવાન ના વામન અવતાર સમય ની છે , દૈત્ય બલી ના યજ્ઞ માં ભગવાને ત્રણ પગ ભરીને દાન માગ્યું તેમાં તેમણે પેહલા જ પગમાં આખી પૃથ્વી આકાશ અને ચારે દિશાઓને આવરી લીધા બીજા પગમાં તેમને સ્વર્ગ લોક લઇ લીધું અને આખરી પગનો વારો આવ્યો ત્યારે બલિ એ પોતાને સમર્પિત કરી પગ પોતાના માથા પર મૂકી દીધો , તેથી પ્રસન્ન થઈને ભગવાને બલિ ને પાતાળલોક નો રાજા બનાવી દીધો અને વરદાન માંગવા કહ્યું તેને કહ્યું કે પ્રભુ તમે મારી સાથે પાતાળલોકમાં મારા નિવાસે હંમેશા માટે રોકાઈ જાવ , હવે વિષ્ણુ ભગવાન ને આમ બલિ ના વચન માં જકડાઈ જતા જોઈ દેવી લક્ષ્મી બલિ ને ભાઈ બનાવી લે છે અને પ્રભુ ને વચનમુક્ત કરી દેવા કહે છે , પરંતુ ત્યારથી પ્રભુ વિષ્ણુએ આપેલા વરદાન નું મન રાખતા ત્રણેય દેવ વારાફરતી પાતાળ માં રહીને આરામ કરે છે , વિષ્ણુ દેવશયની અગિયારસથી કારતકની પ્રબોધિની અગિયારસ સુધી , શિવજી ત્યાર બાદ શિવરાત્રી સુધી અને બ્રહ્મા શિવરાત્રી થી ફરી અગિયારસ સુધી 4-4 મહિના પાતાળ માં રહે છે.

હવે જાણીએ કે આ અગિયારસ ના દિવસે વ્રત ની શું કથા છે : એકવાર નારદજી ની ઉત્સુકતા ને આધીન બ્રહ્માજી તેમને અષાઢી અગિયારસ ના મહત્વની કથા સંભળાવે છે સતયુગ માં માંધાતા નામનો એક રાજા હતો તેની પ્રજા ખુબ સુખી હતી પણ અચાનક તે રાજ્ય માં દુકાળ પડ્યો અને ત્રણ વ્રષ સુધી બિલકુલ વર્ષા ના થઇ , ભૂખમરો ફેલાઈ ગયો પ્રજા રાજા પાસે આવીને રડવા લાગી રાજા આમ પણ વ્યથિત હતો. તેણે ઉપાયની શોધ માં જંગલ તરફ પ્રયાણ કર્યું , ત્યાં તને બ્રહ્મા ના પુત્ર ઋષિ અંગિરા નો આશ્રમ મળ્યો તને ખુબ દુઃખી થઈને સાષ્ટાંગ પ્રણામ કરીને પૂછ્યું કે બધીજ રીતે ધર્મપાલન કરવા છતાં શા માટે મારા રાજ્ય ને એટલું દુઃખ ભોગવવું પડે છે , ક્યાં ભૂલ થઇ છે અમારાથી? ઋષિ એને જણાવે છે કે આ તો સતયુગ છે અહીં તો નાનું સરખું પાપ પણ માફ થતું નથી. તમારા રાજય માં કોઈ શુદ્ર તપસ્યા કરી રહ્યો છે જે કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણો ને જ છે , જ્યાં સુધી આ શુદ્ર મૃત્યુ નહિ પામે દુષ્કાળ શાંત નહિ થાય.પણ પ્રજાપ્રેમી રાજા કહે છે કે એક નિરપરાધ તપસ્વીને મારી નાખવું મને યોગ્ય નથી લાગતું તે બહુ મોટું પાપ થઇ જશે , તે ઋષિ અંગારાને વિનંતિ કરે છે કે શાસ્ત્રો માં ચોક્કસ કોઈ બીજો માર્ગ હશે તે જણાવો। ત્યારે ઋષિ રાજાને અષાઢી અગિયારસ નું વ્રત કરવા જણાવે છે , આ વ્રતના પ્રભાવ થી ચોક્કસ વર્ષા થશે.
રાજા પોતાના રાજ્યમાં પાછો ફરે છે અને બધા જ વર્ણો ની પ્રજા સહિત વિધિવિધાન થી અષાઢી અગિયારસનું વ્રત કરે છે ,વ્રતના પ્રભાવ થી તે વર્ષે રાજ્યમાં પુષ્કળ વરસાદ થાય છે અને તેનું રાજ્ય ફરી ધનધાન્ય થી સંપન્ન થઈ જાય છે ! આજે પણ ભારતભર માં અષાઢી અગિયારસ નું વ્રત પૂર્ણ ભક્તિભાવ સાથે સહુ કોઈની સુખ સલામતીની શુભકામનાઓ સાથે કરવામાં આવે છે.