સરોજ ખાન આ નામ નો કોઈ પર્યાય અર્થ નથી સિવાય કે વિખ્યાત ડાંસ કોરિયોગ્રાફર.૩ જી જુલાઈ 2020 ના રોજ આકસ્મિક કાર્ડિયાક અટેક ના કારણે તેમનું અવસાન થયું.40 વર્ષ ની કારકિર્દી માં તેમને બોલીવુડ માટે 2000 ગીતો ની કોરિયોગ્રાફી કરી હતી. જન્મથી નિર્મલા નાગપાલ નો જન્મ 1948 માં શીખ કુટુંબ માં થયો હતો. તેઓએ બી. સોહનલાલ ની સાથે કામ કરતા કરતા નૃત્ય શીખ્યું હતું જેમની સાથે જ તેમને 13 વર્ષની નાની વયે જ્યારે કે સોહનલાલ 43 વર્ષના હતા ત્યારે લગ્ન કર્યા હતાં.થોડા વર્ષો બાદ તેમના થી અલગ થઈને તેમણે સરદાર રોશન ખાન નામના બિઝનેસ મેન સાથે લગ્ન કર્યા હતા. જેમની સાથે તેઓ સુખી સંસાર વસાવી શક્યા. પછીથી તેઓ નૃત્ય દિગ્દર્શક તરીકે અથવા જેને કોરીયોગ્રાફી કેહવાય તે વ્યવસાય માં કરીઅર બનાવ્યું. તેમણે 1974 માં ગીતા મેરા નામ ફિલ્મ થી શરૂ કરીને પછી ગુલાબ ગેંગ સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું . તેમણે શ્રીદેવી, માધુરી અને ઐશ્વર્યા રાય જેવી અભિનેત્રીઓ ને નૃત્ય કરાવ્યું તેમજ તેમની લોકપ્રિયતા માનપાન સરોજ જી દ્વારા શિખવેલ અદાયકી નો પણ મોટો ફાળો છે.

સરોજ જી ખૂબ શિસ્ત માં માનતા હતા , નૃત્યને તેઓ હાવભાવ સાથે અને ઉત્સાહભર્યા અભિગમ સાથે પ્રસ્તુત કરવામાં માનતા હતા . તેમણે એક દો તીન ગીત જેવા ઘણા નવા નવા ડાંસ સ્ટેપ નો પણ પરિચય આપ્યો હતો. તેઓ હંમેશા માનતા કે સનાગોટ ની જેમ નૃત્ય ની પણ ભાષા હોય છે જે યોગ્ય રીતે પ્રદર્શિત થવી જોઈએ. તેઓ નૃત્યને અભિવ્યક્તિ ના માધ્યમ તરીકે જોતા તેથી જ તેઓ આ કલા દ્વારા ચાહકોના મન સુધી પહોંચી શક્યા. તેમણે અમિતાભ અનીલકપુર જેવા અભિનેતાઓ સાથે પણ કામ કર્યું છે.તેમની એક પ્રચલિત વાત એ છે કે જ્યારે પણ કોઈ કલાકાર ખૂબ ઉત્તમ નૃત્ય કરે તે એક રૂપિયા નો સિક્કો આશીર્વાદ રૂપે આપતા,જે મેળવવું દરેક ના માટે એક સિદ્ધિ હતી.

તેમના ઉત્કૃષ્ટ નૃત્ય કલા ઉપરાંત સરોજ જી તેમના સ્પષ્ટ વકતવ્ય માટે જાણીતા હતા. બેધડક પણે કઈ પણ તેઓ બોલી શકતા. તેમણે બોલીવુડ માં ઘણા મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો હતો, કોરિયો ગ્રાફર ને મળતા વેતન થી લઈને કાસ્ટીંગ કાઉચ તેમજ બેક ડાંસરો ના શોષણ સુધી ના વિષયો એ તેમને વિવાદ માં ઘેર્યા હતા. પણ તેમનું કામ પ્રત્યેની સમર્પણ નિર્વિવિદ હતું તેથી જ તેઓ પુરુષો નું આધિપત્ય હતું એવા કામ માં પોતાનું પગેરું જમાવી શક્યા અને સ્ત્રી નૃત્ય નિર્દેશિકા તરીકે નામના કમાવી શક્યા. તેમણે સ્ત્રીઓ માટે ફિલ્મ જગત માં એક નવા કરીઅર ની દિશા આપી અને નૃત્ય શીખવનારા અને કરનારા લોકોને એક નવી ઊંચાઈ અને ઓળખાણ અપાવી. તેમનું ફિલ્મજગતમાં યોગદાન ખૂબ મહત્વનું છે જેના માટે તે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે.