ભારતભરમાં અને ગુજરાતમાં પણ ચોમાસુ જામી ગયું છે ,કુદરત પ્રેમી ભારતીયો તરીકે આપણને સહુને વરસાદમાં પલળવું, ફરવા જવું , ચા પીવી, ઓહ્હ આજકાલ મેગી ખાવી વગેરે વગેરે અપણે ખુબ માણીએ છીએ , પણ વરસાદની ઋતુ સ્વાસ્થ્ય માટે એટલી જ કપરી છે કારણકે ઓછા સુર્યપ્રકાશ ના કારણે બીમારીઓ જલ્દી ઘર કરી લે છે , વરસાદ ની ઋતુ ની સૌથી મોટી તકલીફ ભેજવાળું વાતાવરણ છે જે આપણી બાહ્ય ત્વચા પર ખુબ અસર કરે છે.તો જાણીએ વરસાદમાં કઈ રીતે ત્વચાની સારસંભાળ લેવી
ચહેરાને દિવસમાં બે વાર ફેસવોશથી સાફ કરો : ભેજવાળા વાતવરણ ના કારણે ત્વચા ચીકાશ વાળી થઇ જાય છે જેના કારણે ખીલ કે ફંગસ થવાની શકયતા રહે છે, ચીકાશ વાળી ત્વચા પર ધૂળ ઉડવાથી તે શરીરે ચોંટી જાય છે અને ત્વચાને નુકસાન કરે છે , માટે દિવસમા ઓછામાં ઓછું સારા ફેસવાશ થી બે કે તેથી વધુ વાર ચેહરો સાફ કરવો જોઈએ

ત્વચાને કોરી રાખો : જેમની ત્વચા તૈલીય છે તેમને વધારે સાચવવાની જરૂર છે , કારણકે ભેજ અને પસીનો તેમજ ચીપચીપી ત્વચા ચામડીના રોગ નોતરી શકે છે , ત્વચાને કોરી રાખવા મુલતાની માટી થી સવાર સાંજ બે વાર ચહેરો સાફ કરવો ,સૂતા પેહલા ગુલાબ જળ લગાવવું અને ચહેરો ધોયા પછી ગુણવત્તા વાળા ટેલ્કમ પાઉડર નો ઉપયોગ કરવો

ફેસમાસ્ક નો ઉપયોગ કરવો : બજારમાં અત્યારે ફેસમાસ્ક જે દેખાવે વેટ ટીશ્યુ જેવા હોય છે તેને ફેસ પર મૂકી રાખવા થી ચહેરાની ત્વચા ની અશુદ્ધિઓ દૂર થાય છે તેમાં જરૂરી તત્વો મળી રહે છે એન છિદ્રો ખુલી જવાથી નિખાર પણ આવે છે , સારી ગુણવત્તાના ફેસમાસ્ક નિયમિત પણે વાપરી શકાય

ચેહરા માટે બને તેટલા ઓછા સૌંદર્ય પ્રસાધનો વાપરો : વરસાદની ઋતુમાં મેકઅપ બને તેટલો ઓછો કરો કારણકે કેમિકલ યુક્ત પ્રસાધનો, ભેજ અને પાણી ના કારણે ત્વચા પર રિએક્શન કે એલર્જી થઇ શકે છે , ડેડસ્કિન ની સમસ્યા વધારી શકે છે

ખુબ પાણી પીવું અને તળેલું ન ખાવું : ચોમાસામાં ઠણ્ડા વાતાવરણ ના કારણે આપણું પાણી પીવાનું પ્રમાણ આપોઆપ ઓછું થઇ જાય છે , માટે યાદ રાખીને દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી અવશ્ય પીવું જે શરીરને અંદરથી ચોખ્ખું અને હાઈડ્રેટ રાખે છે. બીજી મહત્વની કાળજી ખાવાપીવા માં લેવાની છે , વરસાદમાં તળેલું ખાવાનું મન થાય પણ શક્ય તેટલું ઓછું ખાવું જોઈએ કારણ કે તળેલું ખાવાથી ખીલ ની સમસ્યા વકરી શકે છે.
