વરસાદની મોસમ માં જોવાલાયક ભારતના 5 સૌથી સુંદર સ્થળો !!

કોરોના વાઇરસ ના કારણે આપણી સહુની જિંદગી બદલાઈ ગઈ છે નહિતર અત્યારે કુદરત થી ડરવા નો નહી પણ કુદરત માણવાનો સમય છે. ચોમાસુ પૂરબહારમાં જામ્યું છે ધરતી લીલીછમ છે અને વાતાવરણ આછા તડકા અને ગુલાબી વાદળો થી છવાયેલું છે. કુદરતી સ્થળે ફરવા જવા માટેનો આ ઉત્તમ સમય હોઈ શકે પણ આ વર્ષે નહી પરંતુ આપણે કયા સ્થળોએ વરસાદ માં જઈ શકાય તેની માહિતીની એક વર્ચ્યુઅલ ટ્રીપ તો કરી જ શકીએ છીએ. તો છે માત્ર ભારતના જ 5 સૌથી સુંદર સ્થળો જે ચોમાસામાં માણવા લાયક છે

1. કુર્ગ (Coorg,Karnataka). માત્ર કર્ણાટક નું જ નહીં પણ કૂર્ગ આખા ભારતનું સૌથી સુંદર પર્યટન સ્થળ છે, અત્યંત સુંદર કુદરતી દ્રશ્યો અને તેની સુંદરતા માં વધારો કરતા કોફી ના વિશાળ બગીચાઓ. વરસાદ માં આ હિલ સ્ટેશન ની મજા જ ખાસ છે કારણ કે જોગ નામક ધોધ પૂરા પ્રવાહ સાથે ધસમસતો હોય છે .એડવેન્ચર સ્પોર્ટ્સ ના શોખીનો માટે પણ આ સુંદર જગ્યા છે કારણકે અહીં ટ્રેકિંગ થાય છે , બૈલેકુપ્પે મદિકરી ફોર્ટ અને બીજી ઘણી જોવાલાયક જગ્યાઓ છે. અને કદાચ ત્યાં તમને મેઘધનુષ પણ જોવા મળી જાય.

2. શિલોંગ (shilong. Meghalaya). ટેકરીઓ માં ફેલાયેલો આ પ્રદેશ ચોમાસામાં અત્યંત સુંદર બની જાય છે , વાદળો ખૂબ નજીક થી જોઈ શકાય છે , ઠંડી ઠંડી હવા અને દૂર દૂર સુધી લીલીછમ ધરતી અને સૌથી સુંદર ધોધ નો ઘેઘૂર અવાજ, આ અનોખી મજા લેવા અચૂક ચોમાસામાં જ અહી જવું જોઈએ એલિફંત ધોધ અને સ્પ્રેડ ઈગલ ધોધ જોવા લાયક છે .અહીંનું શાંત વાતાવરણ તમારા મનને પણ શાંતિ આપે છે. અહીંનું લોકલ ખાવાનું પણ સ્વાદિષ્ટ હોય છે.

૩. મુન્નાર (Munnar,Kerala). મુન્નાર તો દક્ષિણ ની જન્નત છે. પશ્ચિમ ઘટી માં આવેલો આ હિલ સ્ટેશન પર વરસાદ માં ખુબ જ સુંદર માહોલ હોય છે.આજુબાજુ ચા ના છોડ ના ખતરો છે જે થી દૂર દૂર સુધી જુઓ ત્યાં સુધી હરિયાળી ધરતી જ દેખાશે.નાના નાના ઝરણાં અને ધોધ તો ખરા જ . અહી કેરાલા નું ટ્રેડિશનલ ફૂડ ખાવાની પણ મજા છે.

4. વેલી ઓફ ફ્લાવર ( velly of flowers, Uttrakhand) ઉત્તર ભારત માં નંદાદેવી નેશનલ પાર્ક માં આવેલી વેલી ઓફ ફ્લાવરસ ખૂબ સુંદર જગ્યા છે. વરસાદ માં જવા માટે આ સ્થળ એટલે ઉત્તમ છે કે ત્યાં વરસાદ પછી 400 પ્રકારના ફૂલો ની જાત ખીલે છે . ત્યાં જવા માટે થોડું ટ્રેકિંગ પણ કરવું પડે છે પણ તેની એક અલગ મજા છે. વરસાદ માં રંગબેરંગી ફૂલો અને પર્વતપ્રદેશ ની મજા માણવા આ એક આદર્શ જગ્યા છે.

5. ઓરછા ( Orchha,Madhyapradesh). એક ઓછી પ્રચલિત પણ સુંદર જગ્યા છે , માળવા પ્રદેશ માં આવેલું આ સ્થળ વરસાદ વગરના સમયે કોરું ધકડ હોય છે પણ વરસાદ પડતા જ ત્યાં બેટવા નદી પાણી થી તરબતર થઈ જાય છે અને તેના કિનારે વસેલું ઓરછા લીલીછમ જમીન , નાનકડી ટેકરીઓ અનેં કુદરતી સૌન્દર્ય થી ભરાઈ જાય છે . ત્યાં જૂના કિલ્લાઓ, મહેલ,ઇમારતો અને મંદિરો પણ છે જે કલા અને સંસ્કૃતિ ના ચાહકો માટે અલગ આકર્ષણ છે. વરસાદ માં આ બધું મળીને એક અનેરું માહોલ સર્જે છે જે જૂના ગોલ્ડન સમય માં લઇ જાય છે.

One comment

Leave a comment