
ગેમ ઓફ થ્રોન્સ નો એક અદભુત ડાઈલોગ છે ” લોકોને શું જોડે છે ? સેના ? પૈસા ? નહિ એ છે કહાની , એક સારી કહાની ” આજ વાત ને સ્ટેટેજી બનાવીને અમેઝોને એમેઝોન સ્ટોરી બોક્ષ કન્સેપટ તૈયાર કર્યો.આપણે સહુએ અનુભવ્યું હશે કે જયારે કોઈ પણ પારસલ ઘરે આવે આપણે ખુબ મુગ્ધતાથી તેને જોઈ રહીએ છીએ કે તેમાંથી શું નીકળશે ભલે આપણે જાતે જ કેમ ના મઁગાવ્યું હોય , તો એમેઝોન ને વિચાર આવ્યો કે જેમ ખરીદનાર ની લાગણીઓ જોડાયેલી હોય છે તેમ તે બોક્સ માં માત્ર પ્રોડક્ટ નહિ પણ તેને વેચનાર ની પણ ભાવનો તેની સ્ટ્રગલ જોડાયેલી છે , જે ખુબ પ્રેરણાત્મક વાતો છે જે નવી ધગશ અને વિચારોને ક્રાંતિ આપી શકે છે
સ્ટોરીબોક્ષ – એક વિચાર જેમાં અમેઝોન દ્વારા ડિલિવર કરવામાં આવતી પ્રોડકટ ના પેકીંગ બોક્ષ ઉપર પ્રોડક્ટ વેચનાર ની સફળતાની સફર ટૂંકા શબ્દોમાં વર્ણવાવમાં આવે. એમેઝોને તહેવારોની મોસમ માં ભારતીય ગ્રાહકો સાથે કન્નેક્ટ થવા આ એક અવનવી રીત અપનાવવાનું નક્કી કર્યું , તેમની પાસે સમય ઓછો હતો છતાં તેમની ટીમે ફોન પાર વાતચીત કરીને એવી ઘણી કહાનીઓ શોધી કાઢી જેમાંથી સુધી પ્રેરણાતમ્ક કેટલીક ને સ્ટોરી બોક્સ માટે સ્થાન મળ્યું જેમની એક હતી પેરિયાકુલમ માં રહેતા બિઝનેસ વુમન રાની રવીન્દ્રમ જે લાકડાના રમકડાં બનાવતા અને અમેઝોન પર વેંચતા , તેમને સામાજિક અને વ્યક્તિગત મર્યાદાઓ પાર કરીને પ્રથમ અમેઝોન સેલર તરીકે તેમના ગામ માં નામ કમાવ્યુ .
અમેઝોન માત્ર અહીં જ ના અટકતા આ કન્સેપટ નું તેમને કેમ્પેઇન બનાવ્યું જેનું નામ હતું #iamamazon . જેમાં તેઓએ વેચાણકારો ની સફળતા ની યાત્રા ના વિડિઓ બનાવ્યા અને એક કેમપેઈન તૈયાર કર્યું “બોક્ષ પાર રહેલો બાર કોડ સ્કેન કરો અને જાણો વેચનાર ની કહાણી પણ રસપ્રદ વાત એ છે કે આ બારકોડ હતા વેચાણકારોના રેખાંકિત ચહેરાઓ !! હા , એમેઝોન ની ટીમે નક્કી કરેલા વેચાણકારોના ચહેરા જેવા બારકોડ બનાવ્યા। અને થોડા દિવસોની મેહનત અને બધાની સાથે કોર્ડીનેશન બાદ આ બોક્ષ લોકોના ઘરે પોહન્ચવા લાગ્યા અને જોતજોતામાં સોશ્યિલ મીડિયા અમેઝોન ના આ નવતર પ્રયાસ ની તારીફો થી છલકાઈ ગયું.