ઋતુઓની રાણી તું વર્ષારાણી,
તારું આગમન થવું ને મનનું મઘ મઘ થવું મને તારી ઝરમરતી ધાર જોઈને થાય છે
એવું તો શું તું લાવે છે
કેમ વરસાદ એટલો વહાલો લાગે
વહાલા સૌની યાદ સતાવે
આશાના જળ બિંદુ પથરાય સર્વે
સૌનું મન હરખાય હળવે હળવે
લીલીછમ બનાવી જતી તું આ ધરતી
ભીની ભીની ભીનાશ મનમાં ઝળહળતી
નવ સર્જન નો મહિમા જ છે નિરાળો
વળી તું તો કુદરત સાથે માનવનો માં મેળો
વાદળ – પાણી – વૃક્ષ બદલાતા રૂપ તારા
ઈશ્વર તારો હેત લાગે મને વરસાદના છાંટા
પૂછે ને કોઈ જ્યારે તારી હયાતી નું સરનામું
આપી દઉં છું હું એને વર્ષા ઋતુ નું નજરાણું.