
તમે અનુભવ્યું હશે કે લાંબો સમય પલાંઠી વાળીને બેસવાથી કે એક જ જગ્યાએ બેસી રહેવાથી કે એક જ લાંબા ગાળા સુધી સૂઈ રહ્યા બાદ જયારે ઉભા થઈએ છે પગમાં ઝણઝણાટી કે પગ લાકડાની જેમ ભારે થઇ ગયા જેવું લાગે છે તે શું છે ? તેને બોલચાલ ની ભાષામાં આપણે પગમાં ખાલી ચડી જવું એમ કહીએ છીએ તે થવાનું કારણ શું?
તો આ પરિસ્થિતિ ને મેડિકલ ની ભાષામાં “paresthesia” કેહવામાં આવે છે , જે આપણી કોઈ નર્વ કે ચેતાતંતુ દબાઈ જવાથી થાય છે. લાંબો સમય એક જગ્યાએ બેસી રહેવાથી કોઈ ચેતાતંતુ દબાઈ છે જેના કારણે તે મગજ ને કરોડરજ્જુ દ્વારા સંદેશા પહોંચાડી શકતું નથી જેના કારણે તે ભાગ સંવેદના વિહીન થઇ જાય છે પછી જયારે આપણે ઉભા થઈએ છીએ ત્યારે તે ફરીથી સચેતન થવાનો પ્રયતન કરે છે તેના કારણે ધ્રુજારી ,કંપારી કે પગ ન હલી શકવો જેવી તકલીફ થાય છે. મોટાભાગે એવી માન્યતા છે કે તેનું કારણ નસ દબાઈ જવાથી લોહીનું પરિભ્રમણ અટકી જવું છે પણ તે ખોટી માન્યતા છે , એનો સબન્ધ ચેતાતંત્ર સાથે છે. આપણા પગમાં રહેલી ફાઇબ્યુલાર નર્વ ના દબાઈ જવાથી આ તકલીફ થતી હોય છે