સરકાર તરફથી કાલે બધી જ શાળાઓ માટે સંસ્થા શરૂ થાય નહી ત્યાં સુધી ફી નહી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તેના બદલામાં જે શાળા સંકુલો ‘ફી નહી તો ઓનલાઈન પણ શિક્ષણ નહી ‘ જેવી ચળવળ લાવ્યા. આ ઘટના સરકાર અને શૈક્ષણિક સંકુલ બંને માટે શરમજનક છે અને એકંદરે આખા સમાજ ની હાર છે.
સરકાર ના આ નિર્ણય માં જે શાળાઓ ન્યુનતમ ફી લઈને કે વેહલા મોડા ફી ભરવાની સુવિધા કરી આપીને નિષ્ઠાપૂર્વક બાળકો ને ભણવવા માગતી હશે એમને પણ નુકસાન છે માત્ર અમુક સરકાર માટે માથાભારે બાળક બની ગયેલી મનસ્વી શાળાઓ ના કારણે. આમાં સરકાર છેલ્લા બે વર્ષ થી ચાલી રહેલા ફી નિયમન ના કાયદા નું પાલન કરવામાં સદંતર નિષ્ફળ ગઈ અને હવે પણ તેમનું રાજ્ય ની શાળાઓ સાથે કોઈ સંકલન અને નિયમન ના હોવાના કારણે આ એક અવૈચારિક નિર્ણય લેવાયો. બધું ઠપ કરી દેવું એ તો સરળ જ છે પણ એ ઉકેલ નથી.

શાળાઓ જે શિક્ષણ સંસ્થા છે તે વિદ્યા નું મંદિર કેહવાય છે એ કોઈ કોર્પોરેટ કંપની નથી, માટે જ શાળામાં ફી વસૂલાય છે કિંમત ચૂકવતી નથી , દરેક વિષયો અને વિષયશિક્ષકોની કામગીરી ના પ્રાઈસટેગ હોતા નથી. કોઈ પણ સંસ્થા ચલાવવા રાશિ જોઈએ , મેહનત કરતા શિક્ષકો ને મહેનતાણું મળતું રહેવું જોઈએ.પણ શિક્ષા નો વ્યાપાર તો ના જ હોય. આવક નહી તો શિક્ષા નહી એ વાત જ ખોટી છે, ગવરનમેન્ટ અને ગ્રાન્ટેડ શાળઓમાં તો આ પ્રશ્ન આવે જ નહિ. આખરે શિક્ષણ એક મૂળભૂત અધિકાર છે. માટે જ પ્રાથમિક શિક્ષણ મફત હોવું જોઈએ અને છે જ.
અહી મૂળ બધી જ વાત ખાનગી ,નોન ગ્રાન્ટેડ શાળઓની પળોજણ છે. ધોરણ એક થી પાંચ સુધી તો કદાચ દરેક બાળક વાલી કે ભાઈ બહેન નાં મદદ થી ભણી જ લે તો એમને ઓનલાઈન ની માયાજાળ માં ના પાડીએ તો પણ વાંધો નથી.પણ વાત સેકન્ડરી ,હાયર સેકન્ડરી ના વિદ્યાર્થીઓની છે . જેમ કામકાજ બંધ રાખી ઘરમાં પુરાઈ રહવું શક્ય નથી એમ બધું નોર્મલ થતા સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવું એ પણ શક્ય નથી.દરેક માટે સમય એટલો જ કીમતી છે, અને ટેકનોલજીના હિસાબે જો આપણે પ્રક્રિયા ચાલુ રાખી શકીએ છીએ તો રાખવી જ જોઈએ. શિક્ષા એ આવનારી પેઢી માં વાવેતર છે. આર્થિક અને સામાજિક ભવિષ્ય નો પાયો છે. જો આ એક વર્ષ ના વિદ્યાર્થીઓ દરેક કક્ષાના એમને નહી મળી શકનારા અભ્યાસ ના કારણે તેમની પ્રતિભા ને યોગ્યતા નહી પામી શકે શું એ બહોળી દૃષ્ટિએ કોવિડ ક્રાઇસિસ માં ના ગણાય?
બીજી એક મહ્ત્વ ની વાત પર આ મુદ્દા પરથી ધ્યાન દોરવાનું માન થાય કે આપણે જેટલું મહત્વ અન્નદાન ને આપીએ છીએ એટલું મહત્વ શિક્ષા દાન માટે કેમ આપતા નથી. જે રીતે સંકટ સમયે ખુલ્લા મનથી ફૂડ પેકેટ વેહચાય છે શું આપણે એ જ રીતનો અભિગમ શિક્ષણ માટે પણ ના લાવી શકીએ? કોલેજ લેવલે શક્ય ન બને પણ, શું ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માં ભણતા વિદ્યાર્થીઓ ની ફી ભરવા કોઈ આગળ ના આવી શકે? ગામ દીઠ કે શાળા દીઠ કોઈ એક વર્ગ ની માત્ર એક મહિનો ફી ભરી શકે એવા દાનવીરો નહીં મળે? ઓનલાઇન ભણવાની પ્રક્રિયા પણ ક્યાં ઓછી ખર્ચાળ છે તો અમુક ગામના વિદ્યાર્થીઓ ને કે કોઈ શાળામાં કોઈ કંપની તરફથી માત્ર ઓનલાઇન શિક્ષણ પૂરતા મોબાઈલ ડીવાઈસ આપવામાં આવ્યા એવું સંભાળ્યું? જેમ સરકાર કોલેજ લેવલે ટેબલેટ આપે છે તેમ. હા, સરકાર પાસે તો અપેક્ષા હોવાની જ. પણ શું આ અચાનક આવેલી સ્થિતિ માં કોઈ પ્રાઇવેટ કંપની આગળ ના આવી શકે? શું આખી આખી શાળાઓ ને સ્પોન્સર ના કરી શકે તેમનો નિર્વાહ ચલાવવા માટે.શું દરેક શાળા માંથી ભણીને ઉચ્ચસ્થાને કામ કરતા નોકરિયાત લોકો પણ પ્રાથમિક શાળાઓને ,ટ્રસ્ટ ની શાળાઓ ને મદદ ના કરી શકે ? અલબત્ત શાળાઓમાં ટ્રસ્ટ માં ઘણા લોકો દાન આપતા હોય છે પણ આવા સમયે શું આપણે શિક્ષણ પ્રક્રિયા ચાલુ રહે તે માટે કોઈ વિશિષ્ટ ફાળો ના આપી શકીએ? ચોક્કસ આપી શકીએ , આખરે હું ગુજરાતની વાત કરી રહી છું જે એક વિકસિત રાજ્ય છે.અને વાત માત્ર કામચલાઉ પરિસ્થિતિ જન્ય મદદ ની છે , બાકી જેની જે જવાબદારી છે એ એને કરવાની જ છે.આપણે માળખું નથી બદલવું પણ દરેક બાળક સુધી જેમ અન્ન પહોંચવું આવશ્યક છે તેમ તેને શિક્ષણ મળવું પણ એટલું જ આવશ્યક છે એ વિચારધારા કેળવવાની વાત છે.બાકી આત્મનિર્ભર ખાલી ઇમ્પોરત એક્સપોર્ટ નો વિષય નથી એનો પાયો કુમળી વયથી જ નાખવાનો હોય છે. સોલ્યુશન શોધવા હોય તો મળી પણ જાય પણ જો વિવાદ અને રાજકારણ જ કરવું હોય તો ……
[…] […]
LikeLike