
શું તમે હંમેશા ચમકીલા અને ઘાટા વાળ ઇચ્છતા હોવ છો ? પણ મોટેભાગે સારા વાળ બનાવવા માટે કઈ પણ કરીએ, કેટલાય સારા ક્વાલિટી ના પ્રોડક્ટ વાપરી લઈએ પણ જેવા જોઈએ એવા સુંદર વાળ પરિણામ રૂપે ક્યારેય મળતા નથી તો શક્ય છે કે કદાચ વાળ ની સાર સંભાળ કરતા આહાર ની આદતો માં ખામી હોઈ શકે છે .વાળ અને ચામડીની ની સુંદરતા માટે યોગ્ય સપ્રમાણ પોષકતત્વો વાળો આહાર લેવો ખુબ જરૂરી છે કારણકે જો શરીરમાં કોઈ પોષકતત્વો ની ઉણપ હશે તો તેની અસર વાળ મા અચૂક આવશે જ.
એવા ઘણા ખાદ્યપદાર્થ છે જે ખાવાથી વાળ ને જરૂરી પોષકતત્વો મળી રહે છે બસ તમારે રોજના આહાર માં તેને ઉમેરવાની જરૂર છે .કેટલાક પદાર્થો અહીં જણાવીએ છીએ જે તમારા વાળ ને સુંદરતાની નવી ઊંચાઈ સુધી લઇ જશે .
લીલા પાંદડાવાળા શાકભાજી

જાડા અને મજબૂત વાળ માટે આયર્ન નું પ્રમાણ ખોરાક માં હોવું જોઈએ. પાલક ,બ્રોકોલી,લીલું સલાડ વગેરે ,આ આયર્ન એટલે કે લોહતત્વ સારા પ્રમાણમાં હોય છે જે વાળ ને મજબૂત બનાવે છે અને ખરતા અટકાવે છે વળી પાલક માં વિટામિન A અને C નું પણ ઊંચું પ્રમાણ હોય છે જે વાળ ને મોઈસ્ચ્યુરાઇસ રાખે છે
ગ્રીક યોગર્ટ

યોગર્ટ અથવા દહીં જે શરીરને પ્રોટીન પૂરું પડે છે તેમજ તેમાં રહેલા વિટામિન B 35 લોહીનું માથામાં પરિભ્રમણ વધારી વાળને મૂળમાંથી મજબૂત કરે છે પાતળા થતા અટકાવે છે અને ખરતા પણ અટકાવે છે
વિટામિન c યુક્ત ફળો

વિટામિન C તો આહાર માં જેટલું લઈએ એટલું સારું છે તે સ્કિન અને વાળ બંને માટે ઉપયોગી છે કારણ કે તેમાં એન્ટી ઓક્સીડન્ટ અને મોઇશ્ચરાઇઝર ના ગુણ ધરાવતા તત્વો હોય છે જે વાળના છિદ્રોને મજબૂત કરે છે . જામફળ, કીવી,સંતરા અને પપૈયું તેમજ સ્ટ્રોબેરી વિટામિન સી ના સ્ત્રોત્ર છે
શક્કરિયા

શક્કરિયા રુક્ષ થઇ ગયેલા નિસ્તેજ વાળ માટે ખુબ ઉપયોગી છે , શક્કરિયામાં એન્ટિઓક્સિડન્ટ બીટા કેરોટીન છે જેને શરીર વિટામિન A માં રૂપાંતરણ કરે છે જે વાળ ને રુક્ષ અને કમજોર વાળ ને ચમક આપે છે .વિટામિન A વાળના મૂળ ને પોષણ આપીને તેને મજબૂત બનાવે છે જેથી તે નિસ્તેજ બનતા નથી.
વિટામિન E યુક્ત ડ્રાયફ્રુટ

વિટામિન E માં મોઇશ્ચરાઇઝર તત્વો હોય છે અને ડ્રાઇફ્રુટ માં પોષાકતત્વો ખુબ બહોળા પ્રમાણમાં હોય છે જે શરીરને સેલેનિયમ ઝીંક અને જરૂરી ફેટ પૂરું પડે છે તેથી આ પદાર્થો રોજિંદા આહાર માં હોવા જ જોઈએ તેનું સેવન થોડા જ દિવસ મા વાળ ને ચમકીલા અને મજબૂત બનાવશે .
એ ઉપરાંત વાળ માટે ઈંડા અને ફિશ પણ ગુણકારી છે જે પ્રોટીન અને આયર્ન બનેં ના ખુબ મોટા સ્તોત્ર છે .જે વાળ ને ઝડપથી લાંબા કરે છે તેમજ મૂળ થી મજબૂત બનાવે છે