ગયા કેટલાક મહિનાઓ બધા જ માટે મુશ્કેલી ભર્યા રહ્યા છે અને આવનારો સમય તેથી પણ વધુ પડકારરૂપ થઇ રેહવાનો છે.આ પરીક્ષાનો સમય છે આજ સુધી ગણેલા ભણેલા ગુણ અને જ્ઞાન નો મહત્તમ સારી રીતે ઉપયોગ કરી બતાવાનો કારણકે સમયચક્ર ફરશે અને ત્યા સુધી જે વિવેક અને સંયમ જાળવશે એ જ વિજેતા થઈને ઉભરશે અને એજ આગળનો સમય સુખેથી માણી શકશે . અલબત્ત આપણી આસપાસ ઘણી નકારાત્મક્તા છે , દેશ દુનિયા માં જે થઇ રહ્યું છે એ ખરેખર મન ને વ્યથિત કરનારું છે. સમાચારોની દુનિયા અને સમાચાર ના પ્લેટફોર્મ્સ બંનેએ નકારાત્મક ભાણું પીરસવામાં કઈ જ બાકી રાખ્યું નથી. પછી એ સુશાંત રાજપૂત ની આત્મહત્યા નો કેસ હોય કે તેની જ પ્રેમિકા રિયા ચકરવર્તી ને દોષી સાબિત કરવાની હોડ હોય , કંગના ના આખાબોલા પાછળ ચાલતું રાજકારણ હોય કે રાજકારણ માં આવી ચડેલા ‘સેના’ દળ નું બુલડોઝર કાંડ હોય, વળી સાચા અર્થમાં તકલીફ દેતા મુદ્દાઓ માં સર્વશ્રેષ્ઠ ‘કોરોના’ વાયરસ નું વધતું સામ્રાજ્ય અને એજ ગતિ થી વધતી ચીન ની અવળચંડાઈઓ હોય અને એક તરફ ટ્રમ્પ સાહેબ નું રોજ નું કઈ ને કઈ હોય જ. પણ આવા પ્રસંગો તો પેહલા પણ ઘટતા જ હશે અને સમાચારોમાં સનસની થતી જ હશે પણ જે ખરેખર ચિંતાનો વિષય છે એ છે સામુહિક વેરભાવના.

જ્યારથી કોરોના કાળ શરુ થયો છે અને અણધારી રીતે ઘણા ખરા લોકો નિષ્ક્રિયતા ના ગુલામ બની ગયા છે ત્યારથી સોશ્યિલ મીડિયા નો અવિવેકી વપરાશ હદ વટાવી ચુક્યો છે , કોરોના ને લગતી માહિતીઓ, અફવાઓ, ગેરસમજ નું ઘોડાપુર . ગેરમાહિતી ને ચાલો લોકોની વિવેકબુદ્ધિ અને સમજણ પર ચળાવા મૂકી દઈએ પણ જે નફરત ફેલાવાનો સિલસિલો ચાલ્યો છે એ આખા સમાજ માટે અલાર્મિંગ છે . કોરોના દરમિયાન જ નહિ પણ એ પેહલા સીટીઝનશિપ ના કાયદા અંગે વિવાદ અને દિલ્હી અને ઉત્તરપ્રદેશ ની કોલજો માં અફવાઓ અને આક્રમકઃ ઝુંબેશો નો ફેળવો જોઈ ચુક્યા છીએ એમાંથી હિંસા અને હત્યા સુધી પોંહચીને પાછા વળ્યાં છીએ. ત્યાં કોરોના માં આપણે જોયું જે રીતે તબ્લિઘી સમાજ નો ઉધડો લેવાયો અને એનો જ ફાયદો ઉઠાવી કેટલાક લોકોએ નફરત ના વાયરાને એવી હવા આપી કે અત્યારના સમયમાં ભગવાન નું કામ કરતા ડોક્ટર સદસ્યો ઉપર પણ હુમલો થયો વળી પરીક્ષણ અને નિયમન માં પણ સહકાર ના આપ્યો માત્ર અને માત્ર સામસામે ફેલાયેલી ઘૃણાવાળી અફવાઓના પગલે.
અને લોકડાઉન ના કારણે ઉભી થયેલી ગંભીર આડઅસરો નિષ્ક્રિયતા , બેકારી , એકલતા ભુખમરો, ઘરેલુ હિંસા વગેરે માનવીનું જીવન અને વૃત્તિ બનેં હીનતા થી ભરી છે . અને આ જ કાપરા સમય સામે હારી જનાર યુવા અભિનેતા ની આત્મહત્યા થી જાણે વિસ્ફોટ થયો, બૉલીવુડ માં અંદરો અંદર ચાલતા બળવા સપાટી પાર આવી ગયા અને સોશિયલ મીડિયા માં ભરપૂર રિક્ત સમય માણી રહેલા યુવાધન ને એક અનિષ્ઠ કાર્ય મળી ગયું , ટ્રોલિંગ અને ટ્રેન્ડિંગ. ન્યાય માટે લડતા લડતા ક્યારે માત્ર અને માત્ર આક્રમકઃ ઘૃણા ફેલાવાના કાર્ય માં તે સહુ જોડાઈ ગયા કદાચ કોઈને ખબર નથી. નેપોટીસમ નો વિરોધ કલા અને કલાકાર બંનેના અપમાન નો જરિયો બની ગયું . મોટા ભાગના લોકો નો આ ગતિવિધિ માં માત્ર ટાઈમપાસ અને મજા લેવાનો હેતુ હોય છે ઘણા ખરા લોકોને તેમાંથી કઈ જ મળવાનું નથી હોતુ કદાચ બદલાવ લાવી પણ દે પણ એ એમની નિયત હોતી પણ નથી. કંગના રનૌત જે મુહિમ ચલાવે છે તે તેના અંગત અનુભવો અને આત્મસમ્માન ની લડાઈ થી પ્રેરિત હોય છે વળતા વેર માં તે વર્ષો થી મહામેહનતે ઉભી કરેલ સ્વપ્ન સમીથતો ઇમારત મલબો જોવાની હિમ્મત પણ રાખે છે કારણ કે આઘાત સામે પ્રત્યાઘાત થવાના જ છે પણ તેણીની પાસે તેનો અંગત ધ્યેય છે અને કદાચ કંગના,સુશાંત ,રિયા,અરનબ હોય કે બીજું કોઈ, મુહિમ ને તયારેજ સમર્થન આપવું જો તમે પોતે એ વાત માં વિશ્વાસ રાખતા હોવ, તો એ યોગ્ય છે પણ મહત્વ નો મુદ્દો એ સમજવાનો છે કે જે લોકો તમારી સાથે સમ્મત નથી થતા એ લોકો દુશ્મનો નથી , વૈચારિક મતભેદ અને વેરવૃત્તિ માં ઘણું મોટું અંતર છે. અને કોઈ પણ ક્રાંતિ ના પણ નૈતિક નિયમો તો હોવા જ જોઈએ પણ આ બધું આ યુવા વર્ગને કોઈ કેહવા આવતું નથી પરંતુ એથી વિપરીત આ દરેક નાસમજ અને લાગણીશીલ હૈયાઓનો રીત સર પોતાના એજન્ડા માટે ઉપયોગ જ કરવામાં આવે છે . તાજેતર માં જ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરી મુવી “the social dilemma ” સોશ્યિલ મીડિયા ની આડઅસરો ની સાથે સાથે કેવી રીતે પરસ્પર વેરવૃત્તિ સર્જીને યુવા દિમાગ ને પોતાના સ્વાર્થ સાધવામાં ઉપયોગ માં લેવાય છે તે સચોટ રીતે બતાવાયું છે.
રાજકીય હોય કે સામાજિક મુદ્દો હોય એક આખી પેઢી ને કોઈ ધ્યેય વગર માત્ર બે અલગ અલગ થિયોરી ઉપર લડવા માટે પ્રેરીત કરીએ અને ઉપરથી ગમે તેમ અને ગમે તે કોઈ પણ આધાર વગર બોલતી વ્યકતિઓને એક આક્રમકઃ ઝુંબેશ ના સહભાગી હોવાનુ શૂર ચડાવીને અધિકૃત પણ કરીએ શું અપણે એક સિવિલ સમાજમાં જ આતંકવાદી કેમ્પ ઉભા નથી કરી ચુક્યા ? શું આપણે આ દેશ માં અસહિષ્ણુતા નો છંટકાવ નથી જોઈ રહ્યા ? શું આ આખી સ્વસમજ્ણ થી ખુબ દૂર નીકળી ગયેલી પેઢી આ સમાજ માટે આત્મઘાતી સાબિત નહિ થાય?શું આ જ આપણને સિવિલ વૉર એટલે કે આંતર વિગ્રહ તરફ દોરી નહિ જાય?
શ દરેક દેશ , વ્યવસ્થા અને પ્રોફેશન માં અન્યાય કે ગેરરીતિઓ થતી હોય છે અને અલબત્ત તેને દૂર કરવા અને શક્ય તેટલું પરફેક્શન લાવવા પ્રયત્નો થવા જોઈએ પણ કાયદાની રીતે , કાયદા કે સરકાર થી સંતુષ્ટ ના હોઈએ તો અવાજ ઉઠાવાનો પણ લોકશાહી અધિકાર આપે છે પણ ચર્ચા મુદ્દાઓ પર થવી જોઈએ અને ધ્યેય ને વળગી રહીને થવી જોઈએ નહિ કે પરસ્પર વ્યક્તિગત ઘૃણા, આક્રમક શબ્દો નો પ્રહાર , અપશબ્દો , ધમકીઓ , દુશ્મનાવટ અને નિરન્તર એકબીજાને નીચું બતાવાની સ્પર્ધા , અપમાન કરવાની લાહ્ય અને તેમાંથી મનોમન સંતુષ્ટિ. આ આખી એક વૃત્તિ માનસિક બીમાર વ્યક્તિઓની ફોજ ઉભી કરી શકે છે જે એક વિકરાળ રૂપ લઈને આખા સમાજ ને હાનિ પહોંચાડી શકે છે . જે હદે વૈચારિક વેર સ્થાપિત થઇ ગયું છે આપનો દેશ એક વિસ્ફોટક બૉમ્બ બની ચુક્યો છે ક્યારે કઈ ચિનગારી આગ લગાડી દેશે ખબર નથી અને ત્યારે તેમાં બધા નું જ નુકસાન થશે ,રાઈટ વિન્ગ હોય કે લિબરલ લેફટીસ્ટ કોઈ કઈ જ કરી નહી શકે કારણ કે પછી એક જ વિચારધારા જીતશે અને એ હશે “અરાજકતા” અને વેર ની વાવણી ભલે શાબ્દિક થઇ હોય અને વર્ચુઅલ દુનિયામાં ફેલાઈ હોય પરિણામ તો હશે “પ્રત્યક્ષ હિંસા”.
સોશ્યિલ મીડિયા માં કઈ પણ વેહ્તું કરતા પેહલા અવશ્ય વિચારજો શું આ જરૂરી છે અને છે તો કેટલું જરૂરી છે કારણ કે ઘણી વાર ચૂકવવી પડતી કિંમત ઘણી મોટી હોય છે .