આમ તો કેળું સ્વાસ્થ્ય માટે સૌથી સારું માનવામાં આવે છે . કેળું મોટાભાગે સૌનું ભાવતું ફળ હોય છે વળી તેમાં રહેલા પોષક તત્વો ના કારણે તે ગુણકારી છે . કેળું શરીર ની ભૂખ મારે છે અને ચરબી ઓછી કરવામાં મદદરૂપ થાય છે કારણ કે તેમાં હેલ્ધી ફેટ રહેલું હોય છે જે શરીરમાં જમા થતું નથી જેથી વજન તો વધે છે પણ મેદ ઘટે છે પણ તેને ખાવાની સાચી રીત અને સમય નું ધ્યાન રાખવું ખુબ ઉપયોગી છે . ઘણી વાર આપણે ભૂખ્યા પેટે કેળા ખાઈ લેતા હોઈએ છીએ જેમ કે સવારે નાસ્તો કરવાનો સમય ના હોય તો ફટાફટ એક કેળું ખાઈ લઈએ ,બાળકો ને પણ ભૂખ લાગે તો કહીએ કે કેળું ખાલી લે , પ્રવાસ માં પણ ભૂખ સંતોષવા લોકો કેળા સાથે રાખતા હોય છે કારણ કે આપણે માનીએ છીએ કે કેળું બહુ મોટો ઉર્જાસ્રોત છે અને તે ખાવાથી જલ્દી ભૂખ નહી લાગે પણ જાણકારોનું કેહવું છે કે ખાલી પેટે કેળા ના ખાવા જોઈએ તેનાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.

કેળા માં પોટેશિયમ , ફાઈબર અને મેગ્નેશિયમ ખુબ મોટા પ્રમાણ માં હોય છે તેમજ સાથે સાથે તેનામાં એસિડિક તત્વો પણ હોય છે . એસિડિક ખાદ્યપદાર્થો નું ખાલી પેટે સેવન પાચનતંત્ર ને બગાડી શકે છે
વળી ખાલી પેટે કેળા ખાવાથી તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ નું લોહી માં પ્રમાણ વધવાની શક્યતા છે જે હૃદય રોગ ને નોતરે છે તેથી ભૂખ્યા પેટે કેળા ક્યારેય ના ખાવા.

કેળા ઉર્જા નો સ્ત્રોત્ર છે એ નિર્વિવિદ છે પણ ભૂખ્યા પેટે જો કેળા ખાવામાં આવે તો તે માંથી મળતી શક્તિ હંગામી હોય છે તેને કારણે થોડીક વાર માટે પેટ ભરેલું લાગશે પણ પછી તરત જ ખુબ ભૂખ પણ લાગી શકે છે અને સુસ્તી જેવું લાગ્યા કરે ,જેને કારણે વધુ ખાવાની આદત પડી શકે છે તેથી સવારના નાસ્તામાં એકલા કેળા ના ખાવા.

હવે તમને એમ થશે કે સવારે ભૂખ્યા પેટે કેળા ના ખવાય પણ જો અચાનક રાત્રે ભૂખ લાગે ત્યારે કેળા ખાવા કે નહિ તો જવાબ છે ના! કેળા ઠંડી પ્રકૃતિ નું ફળ છે તે ખાઈને સૂવાથી કફ અને ખાંસી થઇ શકે છે
કેળા અલબત્ત સ્વાસ્થ્ય માટે સારા છે પણ તેને ખાલી પેટે ખાવા કરતા તેની સાથે દૂધ લેવું કે નાશ્તામાં બીજા પદાર્થો સાથે આરોગવું હિતાવહ છે .