દિવાળી પછી આવતી કારતક સુદ પાંચમ ના દિવસે માત્ર ગુજરાત માં જ નહી દેશભરમાં લાભપાંચમ નો શુભ દિવસ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોકત રીતે આ દિવસે પણ લક્ષ્મી માતા ની પૂજા કરવામાં આવે છે જે લોકો દિવાળી ના દિવસે લક્ષ્મી પૂજન ના કરી શક્યા હોય તેઓ આજે પૂજા વિધિ થી લક્ષ્મી દેવી નું પૂજન અને ચોપડા પૂજન પણ કરી શકે છે.લાભ પાંચમી ને સૌભાગ્ય પાંચમી અથવા જ્ઞાનપંચમી પણ કહે છે.
લાભ પંચમી નો મર્મ તેના નામ માં જ સમાયેલો છે.લાભ નો સીધો અર્થ છે ફાયદો. કોઈ પણ જાતના ભૌતિક સુખ, ધન – ધાન, સંપત્તિ, સ્વાસ્થ્ય વગેરે માં લાભ થાય તે માટે આજના દિવસે શ્રી લક્ષ્મી માતા ની પૂજા કરવામાં આવે છે. આજના દિવસને તેથી જ સર્વ શ્રેષ્ઠ મુહર્ત પણ ગણવામાં આવે છે, કોઈ પણ નવા કાર્ય ને શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ ગણાય છે. આજના દિવસે વ્યાપારિક લોકો એકબીજાને મળીને જૂના સબંધો ને વધાવે છે મીઠાઈઓ વેહચે છે અને આવનાર વર્ષ માં ખૂબ લાભ થાય તેવી પ્રાર્થના કરે છે . જો કે ભગવાન પાસે દુન્યવી સુખ માગતા પેહલા આપણે તેનો આભાર માનવો જોઈએ ,માનવજીવન આપવા બદ્દલ .
लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः ।
येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः ॥
અર્થ : બધા ફાયદા તેમના છે, વિજય તેમની છે,જેમના મનમાં ઘેરા વાદળી કમળ ના રંગના ભગવાન વિષ્ણુ છે તેમના માટે હાર ક્યાં છે.

લાભપાંચમ એક રીતે દિવાળી ના તેહવાર નો આખરી દિવસ હોય છે. તેથી આ દિવસે ફરીથી અશુભ પર શુભ ની વિજય ની વિચારધારાને સશકત કરીને નવા કર્યો ની શરૂઆત કરવામાં આવે છે તેમજ બધી જ બુરી આદતો, મતભેદ ,વિકાર ને દૂર કરવાના સંકલ્પ લેવામાં આવે છે
તો આજનો દિવસ શુભ છે અને લાભ અપાવાનારો સાબિત થાય છે. માટે જ કોઈ પણ શુભ કામ ની શરૂઆત માટે લાભપાંચમ શ્રેષ્ઠ દિવસ છે