સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં આવેલા માધવપુર ઘેડ વિસ્તારમાં રહેતી સુદ નવમીથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ પ્રસંગ યોજાય છે.આ લગ્ન સમારંભ ને માણવા દેશભરમાંથી શ્રી કૃષ્ણના ભક્તો એકઠા થાય છે અને માનવ મહેરામણ સર્જાય છે જે મેળાનો અભૂતપૂર્વ સ્વરૂપ ધારણ કરે છે.

અહીં પ્રથમ દિવસે ગણપતિની સ્થાપના કરી લગ્ન પત્રિકા મોકલાય છે. પછી શ્રીકૃષ્ણની જાન જાય છે. આ મેળામાં કચ્છ થી મેર જાતિના લોકો ખાસ જોડાય છે તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવે છે શ્રીકૃષ્ણનું ધ્યાન વખતે લોકો ભક્તિ કીર્તન અને રાસની રમઝટ બોલાવે છે.

આ મેળામાં નવપરિણીત યુગલો ખાસ જોડાય છે. આ સિવાય યુવાનો પણ એકબીજાને પરણવા માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. અહીં ગવાતા ભજન કીર્તન હવેલી સંગીતને સ્પષ્ટ છાપ સાંભળવા મળે છે.
શ્રી માધવરાયજી ની જાનમાં લોકો સજી-ધજીને ઉત્સાહભેર જોડાય છે. આ વિધિ માધવપુરના મેળામાં પાંચ દિવસ સુધી ચાલે છે.આ સમયે માધવ ના મંદિર ની ઝાખી અનન્ય હોય છે. ભગવાન નું ફુલેકુ, કડછા સમુદાય દ્વારા ઘોડેસવારો સાથે નું સામૈયું, ભગવાનનો દોડતો રથ અને ચોરીના ચાર ફેરા જેવા અલભ્ય પ્રસંગો નિહાળીને દેશભરમાંથી આવેલા ભક્તજનો હર્ષોલ્લાસથી ખીલી ઊઠે છે
આ મેળા માટે એક દુહો જાણીતો છે.
” માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન,
પરણે રાણી રુક્ષમણી જ્યાં,વર દુલ્હા ભગવાન.”
આધાર : ગુજરાતના લોકઉત્સવો અને મેળાઓ પુસ્તક