બ્રિટન આજે દુનિયાભરમાં સૌથી પહેલો દેશ બન્યો છે જેણે કોરોના ની વેક્સિન ને મંજૂરી આપી દીધી છે અને તેઓ આવતા અઠવાડિયે થી લોકોને આપવાની પણ શરૂઆત કરવાના છે. ફાઈઝર-બાયો એનટેક કંપની ની વેક્સિન ને બ્રિટનમાં મંજૂરી મળી ગઈ છે.
“સરકારે આજે ફાઈઝર બાઓએન્ટેક ની કોવીડ ૧૯ આ રસીને ઉપયોગ માટે મંજૂરી આપવા માટે (Medicine and healthcare products regulatory agency- MHRA) ની ભલામણ સ્વીકારી છે સરકારે કહ્યું કે આ રસી આવતા સપ્તાહથી યુકેમાં ઉપલબ્ધ કરવામાં આવશે” બ્રિટન ના આરોગ્ય મંત્રી મેટ હેનકોક જણાવે છે.
યુએસ ફાર્મ ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ બુધવારે જણાવ્યું હતું કે વેસ્ટમાં તેમની કંપની દ્વારા પ્રથમ અધિકાર મેળવ્યા બાદ બ્રિટનમાં વસી ને મંજૂરી મળવી એ આ મહામારી સામેની લડાઈમાં એક ઐતિહાસિક ક્ષણ છે.
ફાઇઝર કંપનીના સીઈઓ આલ્બર્ટ બોરલા એ જણાવ્યું હતું કે અમે વિશ્વભરમાં શક્ય તેટલી ઝડપે આ ઉચ્ચ ગુણવત્તાવાળી વેકસિનને સાવચેતી રૂપે પહોંચાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ
કંપનીએ જણાવ્યું હતું કે આવતા દિવસોમાં અમે બીજા દેશો તરફથી પણ વેક્સિન અંગેનો અધિકારીક નિર્ણય મેળવવાની અપેક્ષા રાખીએ છીએ.
ફાઈઝર તરફથી જણાવવામાં આવ્યું હતું કે યુકેમાં મર્યાદિત પુરવઠો પહોંચાડવાની તરત જ શરૂ કરવામાં આવશે. અને યુએસ ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા જો સમાન મંજૂરી આપવામાં આવે તો તે વ્યાપક વિતરણ ને પણ તૈયારી કરશે આવતા અઠવાડિયાની શરૂઆતમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
પરંતુ દરેક જગ્યાએ ડોઝ આપવો દુર્લભ છે અને આવતા વર્ષના પ્રથમ કેટલાક મહિનાઓમાં વધુ ઉત્પાદન ન થાય ત્યાં સુધી પ્રારંભિક ધોરણે સપ્લાય મર્યાદીત પણે જ કરવામાં આવશે.
જો કે 20 મિલિયન લોકો માટે પૂરતી રસી નો ફાઈઝર કંપનીને ઓર્ડર આપ્યો છે. પરંતુ વર્ષના અંત સુધીમાં કેટલી પહોંચશે તેની સ્પષ્ટતા નથી વિતરણ માં બીજો સૌથી મોટો પડકાર એ છે કે તેને અતિશય ઠંડા તાપમાનની સંગ્રહિત રાખવો આવશ્યક છે
શરીર ની સુરક્ષા માટેના આ રસીના બે ડોઝ ત્રણ અઠવાડિયાં છોડીને લેવા આવશ્યક છે. યુકેની ગવર્મેન્ટ કહ્યું છે કે તેઓ સૌપ્રથમ આરોગ્ય સારવાર કરતા કાર્યકરો, નર્સિંગ હોમ ના રહેવાસી અને વયસ્કોને આપશે.
પરંતુ વડાપ્રધાન બોરિસ જોન્સન ચેતવણી આપી હતી કે કુરતી રાશિ ન આવી જાય ત્યાં સુધી આ કાતિલ શિયાળામાં વાયરસ થી બચવા માટે પ્રતિબંધો નો અમલ જરૂરી છે
ફાઈઝર અને બાયો ટેક દ્વારા બનાવવામાં આવેલા શોર્ટ સની હજારો લોકો માં પરીક્ષણ કરવામાં આવી હતી છતાંય તેનો અભ્યાસ પુર્ણ નથી પરંતુ પ્રારંભિક પરિણામો સૂચવે છે કે રસી હળવાથી લઈને ગંભીર કોવિડ રોકવામાં ૯૫ ટકા અસરકારક છે કંપની અધિકારીઓને જણાવ્યું હતું કે વોલિયન્ટર પર કરેલા અભ્યાસમાં 170 ચેપી માંથી ફક્ત આઠ લોકો એવા હતા જેમને વાસ્તવિક રસી મળી હતી અને બાકીનાંનેં ડમી શોટસ આપવામાં આવ્યો હતો
કંપનીએ જણાવ્યું હતું કે આ રસીની કોઈ પણ ગંભીર આડઅસર થતી નથી જો કે રસી લેનારાઓને ઇન્જેક્શન પછી તરત જ પીડા અથવા ફ્લૂ જેવી પ્રતિક્રિયાઓ થઈ શકે છે.
જોતી નિષ્ણાતોએ ચેતવણી આપી રહ્યા છે કે ઈમરજન્સી ના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવેલી રસી હજી પણ પ્રાયોગિક ધોરણે છે અને તેનું અંતિમ પરીક્ષણ પૂર્ણ કરવું ખૂબ આવશ્યક છે હજી પણ જોવાનું બાકી છે કે ફાઈઝર બાયો ટેક ની રસી વગર લક્ષણોના કોરોનાવાયરસ ફેલાવતા લોકો સામે રક્ષણ આપે છે કે કેમ બીજો પ્રશ્ન એ પણ છે કે આ સુરક્ષા કેટલો સમય ચાલશે? આ રસી પરીક્ષણ ખૂબ ઓછી સંખ્યામાં નાના બાળકો પર કરવામાં આવ્યું છે જે ૧૨ વર્ષથી નાના નથી અને સગર્ભા સ્ત્રીઓમાં તેની અસર વિશે પણ કોઈ માહિતી નથી.
એવામાં જોવાનું એ છે કે હવે ભારત દેશમાં આ રસી ને મંજૂરી મળશે કે કેમ અને તે કેટલી સુરક્ષા સાથે પૂર્ણ હોય શકે?