ભારતીય મૂળની ૧૫ વર્ષીય ગીતાંજલી રાવ ને ટાઈમ્સ મેગેઝિને ‘કિડ ઓફ ધ યર’ ના સન્માનથી નવાજિત કરી છે. ગીતાંજલી રાવ ને તેણીનાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રદૂષિત પાણી, અફીણ ની લત અને સાઇબર બુલી જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેના અભુતપૂર્વ કાર્ય માટે સન્માનિત કરવામાં આવી છે
હોલિવૂડ એક્ટર એન્જેલિના જોલીએ ટાઈમ સ્પેશિયલ અંતર્ગત ગીતાંજલી રાવનો ઇન્ટરવ્યૂ લીધો હતો.
ટાઈમ્સ મેગેઝિને આ ખાસ શબ્દો વાપરતા કહ્યું હતું કે “દુનિયા એ લોકોની છે જે તેને આકાર આપે છે. અત્યારની સ્થિતિમાં વિશ્વ કેટલી પણ અનિશ્ચિતતાઓ થી ભરેલું હોય પણ એક નરી વાસ્તવિકતા ની ફરી ને ફરી ખાતરી થાય છે કે દરેક પેઢી જે ગુણ ને વધુ ને વધુ પેદા કરે છે અને આ બાળકો અત્યારે જ જેને પામી ચૂક્યા છે એ છે : સકારાત્મક અસર”
ગીતાંજલી રાવ 15 વર્ષની ભારતીય તરુણ વયની છાત્રા છે જે કોલારાડો મા રહે છે. તેને ટાઈમ્સ મેગેઝીન દ્વારા પાંચ હજાર કરતા વધુ દાવેદારો માં થી પસંદ કરવામાં આવી હતી
ગયા વર્ષે ફોર્બ્સ મેગેઝિનના ‘૩૦ under ૩૦’ લીસ્ટ માં રાવ ને તેના શોધખોળો માટે સ્થાન મળ્યું હતું.
2017 ના વર્ષમાં ડિસ્કવરી એજ્યુકેશન ૩M યુવા વૈજ્ઞાનિક ચેલેન્જ માં તેણે જીત નોંધાવી હતી અને ૨૫૦૦૦ યુ. એસ ડોલર નું ઈનામ પણ મેળવ્યું હતું.
ત્રણ વખત TED X સ્પીકર રહી ચૂકેલી રાહુને 2018માં યુનાઇટેડ સ્ટેટ્સ એન્વાયરોમેન્ટ પ્રોટેક્શન એજન્સી પ્રેસિડેન્ટ એન્વાયરમેન્ટલ એવોર્ડ એનાયત કરાયો હતો.

વર્ષ ૨૦૧૯માં વ્યસનના પ્રારંભિક નિદાન માટે આનુવંશિક ના વિકાસ ના આધારે diagnostic tool વિકસાવવા માટે ટી સી સ્ટુડન્ટ ચેલેન્જ ટોચનો આરોગ્યશાસ્ત્ર પુરસ્કાર એનાયત કરાયો હતો.
તેણે હાલમાં જ કાઇન્ડલી નામનો એક આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજી વેબ ટૂલ તૈયાર કર્યું છે જે સાઇબર બૂલી સામે લડવા માટે ઉપયોગી થઇ જશે. જેને ફોન માં ડાઉનલોડ કર્યા બાદ તે અમુક શબ્દો ને વાક્યો ને તપાસ છે અને તેમને સારી રીતે રજૂ કરવા પ્રોત્સાહિત કરે છે
તેણે એન્જલિના જોલી સાથેની વાતચીતમાં પોતાની વૈચારિક પ્રક્રિયા વિષે જણાવ્યું હતું કે અવલોકન કરો,તેના વિશે વિચારો,શોધખોળ કરો,બનાવો અને તેની ચર્ચા કરો. વધુમાં તેણે કહ્યું હતું કે દરેક સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન ન કરવો જોઈએ પણ એક એવી જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ કે જેના માટે તમે ઉત્સાહીત હોવ. જો હું આ કરી શકું છું તો કોઈ પણ કરી શકે છે.
તેને એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તેમની પેઢી એવી સમસ્યાઓનો સામનો કરી રહી છે જે પહેલા નથી આવી અને સાથે જૂની સમસ્યાઓનો પણ સામનો કરી રહી છે જે પહેલેથી મોજૂદ છે. આપણે સૌ અત્યારે વૈશ્વિક મહામારી નો સામનો કરી રહ્યા છે અને અત્યારે માનવ અધિકારોના મુદ્દે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે.આમાંની ઘણી સમસ્યાઓ એવી છે કે જે અમારી પેઢીએ ઊભી નથી કરી પણ હવે ટેક્નોલોજી ની મદદ થી તેનો ઉકેલ લાવવો એ અમારી જવાબદારી છે.
ગીતાંજલી બીજા કે ત્રીજા ધોરણમાં હતી ત્યારથી જ તેણે વિચારવાનું શરૂ કરી દીધું હતું કે તે વિજ્ઞાન અને ટેકનોલોજી નો ઉપયોગથી કેવી રીતે સમાજમાં બદલાવ લાવી શકે.10 વર્ષની ઉંમરે તેણે પોતાના માતા પિતાને કહી દીધું હતું કે તે કાર્બન નેનોટ્યુબ સેંસર ટેકનોલોજી પર ડેન્વર વોટર કવોલિટી રિસર્ચ લેબ માં કામ કરવા માંગે છે.
ટાઈમ્સ મેગેઝિન માં છપાયેલો તેનો સંપૂર્ણ વાર્તાલાપ વાંચવા માટે ની લિંક : https://time.com/5916772/kid-of-the-year-2020/
તરુણ વિજ્ઞાની ગીતાંજલી રાવ ને ખૂબ ખૂબ અભિનંદન.