ચહલ બન્યો ભારત ની ટીમ માટે ‘concussion Substitute’ !! જાણો શું છે આ નિયમ?

શુક્રવારે મનુકા ઓવલ,કેનબેરા ખાતે રમાયેલી પેહલી T 20 મેચ દરમિયાન એક અનોખો ઘટનાક્રમ સર્જાયો હતો. ભારતની બેટિંગ દરમિયાન જાડેજા ને આખરી ઓવર માં હેલ્મેટ પર બોલ વાગ્યો હતો જોકે તેણે આખરી ઓવર રમીને પૂર્ણ કરી હતી. ત્યારબાદ જ્યારે ભારતની ટીમ બોલિંગ કરવા આવી ત્યારે તેમાં જાડેજાના સ્થાને ચહલને લેવામાં આવ્યો હતો.

આ બનવા પાછળનું કારણ એમ છે કે જાડેજા ને માથાના ભાગે ઈજા થઈ હોવાથી concussion substitution ના નિયમ અંતર્ગત ચહલને ટીમમાં સમાવવામા આવ્યો. જોકે ઑસ્ટ્રેલિયા ની ટીમના કોચ આ વાતની ઘણી નારાજગી પ્રદર્શીત કરી હતી. પણ આ બદલ Iccએ બનાવેલા નવા નિયમોને અંતર્ગત જ હોવાથી રેફરીએ તેને મંજૂર રાખ્યુ હતું.

શું છે ‘ concussion substitution’ નિયમ?

  • આ નિયમ અંતર્ગત ટીમને પ્લેઇંગ ઇલેવનમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા ખેલાડીને બદલવાની મંજૂરી મળે છે.
  • ઓસ્ટ્રેલિયન ખેલાડી લબુશાને ને આ નવી માર્ગદર્શિકા ના નિયમ હેઠળ બદલવામાં આવેલો એ પહેલો ખેલાડી છે જે 2019 ની અશિઝ માં સ્ટીવ સ્મિથ ને ગંભીર ઇજા થયા બાદ ટેસ્ટ સીરીઝના પાંચમા દિવસે ટીમમાં સમાવવામાં આવ્યો હતો .
  • મેચ મેચ દરમિયાન કોઈ પણ ખેલાડી ને ખૂબ ગંભીર ઇજા આવે તો એ માટે એના જેવા જ કોઇ ખેલાડીને બદલવામાં આવી શકે છે.

આજ નિયમ અંતર્ગત જાડેજાના સ્થાને ચહલ લાવવામાં આવ્યો હતો. આ નિયમ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા બધા જ ફોર્મેટમાં પુરુષ અને સ્ત્રીઓના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટે મંજૂર રાખવામાં આવ્યો છે.તે August 1, 2019 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ નિયમના અમલની શરૂઆતને 2016 2017 માં ઓસ્ટ્રેલિયાના ડોમેસ્ટિક ક્રિકેટ દરમિયાન અજમાવવામાં આવ્યું હતું. તે પછી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા પણ આ નિયમને 2018માં ઘર આંગણા ના ક્રિકેટમાં અજમાવવામાં આવ્યો હતો. તે પછી આઇસીસીએ આ નિયમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં ખેલાડીઓ ની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો. આ નિયમ ના અમલ ની ઓસ્ટ્રેલિયાના ડોમેસ્ટિક ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન Phillip Hughes ની 2014 માં માથાના ભાગે ઈજા થવાથી મૃત્યુ ના થવા બાદ શરૂ થયો હતો.

કેવી રીતે થાય છે નિયમ નો અમલ?

નવા નક્કી કરેલા નિયમો પ્રમાણે આઈસીસી ખેલાડી જો ગંભીર ઈજાથી પીડાઈ રહ્યો હોય તો તેના સ્થાને અન્ય કોઈ તેના જેવા જ ખેલાડીને સમાવવાની મંજૂરી આપે છે. પરંતુ આ નિયમનો અમલ પરિસ્થિતિ પ્રમાણે કરવામાં આવે છે. નિયમ ઇજાગ્રસ્ત ખેલાડી જેવા જ બીજા ખેલાડીને સમાવવા ઉપર ભાર આપે છે. છતાં તેના અમલમાં બીજા ઘણા પહેલું હજી અસ્પષ્ટ છે. તેના કારણે આ નિયમોના અમલ માં મેચ રેફરી ની ભૂમિકા ખૂબ મોટી છે. મેચ રેફરી નક્કી કરી શકે છે કે ઇજાગ્રસ્ત ખેલાડી ના સ્થાને બદલાયેલો નો ખેલાડી કોણ હશે અને તે બોલિંગ કરી શકશે કે કેમ?.

દાખલા તરીકે ડેવિડ વોર્નર જે માત્ર બેટ્સમેન છે અને તેને જો ઈજા થઈ જાય છે તો તેના સ્થાને maxwell જે ઓલરાઉન્ડર છે તેને સમાવવામાં આવે તો રેફરી મેક્સવેલ ને બોલિંગ કરવાની મનાઈ ફરમાવી શકે છે.

આ નિયમ મુખ્યત્વે ગંભીર ઈજાઓ જેમ કે માથાના ભાગે ઈજા થવી તેવા સંજોગો માટે બનાવેલો છે જેથી ઇજા પામેલ ખેલાડીના ટીમને નુકસાન ન થાય અને કોઈ ખેલાડીને ગંભીર ઇજાના કારણે સ્વાસ્થ્યનું જોખમ લઇને પોતાની ટીમ માટે ફરજિયાત રમવું ના પડે.

પણ આ નિયમના અમલ નો આધાર પરિસ્થિતિ ઉપર રહેલો છે દરેક પરિસ્થિતિમાં તેનો અમલ અલગ-અલગ હોઈ શકે છે કે કોઈ બોલરની ઇજા થઇ છે અને તેની ટીમને માત્ર બેટિંગ કરવાની બાકી છે તો એ સંજોગોમાં નિયમનો અલગ અમલ હોઈ શકે અને કોઈ બોલરને બેટિંગ દરમિયાન વાગી ગયું છે અને તેમને બોલિંગ કરવાની બાકી છે તો એ સંજોગોમાં નિયમનો અલગ રીતે અમલ થઈ શકે. આ બાબત પૂર્ણપણે રેફરી પર આધારિત હોય છે.

મોટા ભાગે ઈજા ગ્રસ્ત ખેલાડીનો ટીમમાં નહીં પણ તે પરિસ્થિતિમાં બાકીની મેચમાં શું રોલ હશે એ જ રોલ ને મળતો ખેલાડીને સમાવવાનો આગ્રહ છે. આગળ જણાવ્યું તેમ જો બદલાયેલ ખેલાડી ઓલરાઉન્ડર હોય તો તે પરિસ્થિતિમાં જે તે ખેલાડીએ બેટિંગ કે બોલિંગ કરવી કે નહીં તેનો આખરી નિર્ણય રેફરીના હાથમાં હોય છે.

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટ્વેન્ટી૨૦ મેચમાં જાડેજા ઓલરાઉન્ડર ખેલાડી છે અને ભારતની ટીમ માટે બોલિંગ કરે છે .ભારતની ટીમ ની બોલિંગ બાકી હોવાથી ચહલને બોલર તરીકે સમાવવામાં મંજૂરી મળી હોય તેમ શક્ય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s