૧૯૪૯થી ભારતમાં 7 ડિસેમ્બર ને શસ્ત્ર ધ્વજ દિન તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે શહીદો અને રાષ્ટ્ર સુરક્ષા નું કામ કરી રહેલા માણસો કે જે દેશના સન્માનની રક્ષા માટે સરહદ પર બહાદુરીથી લડતા રહે છે તેમનું સન્માન કરવામાં આવે છે.આ દિવસ ને ભારતીય સશસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભારતના લોકો પાસેથી સ્વૈચ્છિક રાશિ જમા કરવાના હેતુ માટે સમર્પિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષોથી ભારત ના સૈનિકો, નૌકાદળના સૈનિકો, હવાઈ સૈનિકોના સમ્માન તરીકે આ દિવસની ઉજવણી કરવાની પરંપરા બની છે.જોકે આ વર્ષે કેન્દ્ર સરકારે ઘોષણા કરી છે કે ફરજ બજાવતા શસ્ત્ર દળો દ્વારા આપવામાં આવેલા બલિદાનો ને માન આપવા માટે આખો મહિનો સશસ્ત્ર દળો ધ્વજ દિન તરીકે ઉજવવામાં આવશે.
આ દિવસની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સશસ્ત્ર સૈન્ય અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ શસ્ત્ર શ્રદ્ધાંજલિ આપી હતી અને ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું કલ્યાણ સુનિશ્વિત કરવાનું કર્તવ્ય દેશ ને યાદ અપાવ્યું હતું. એમણે ગયા સપ્તાહની શરૂઆત માં જ લોકોને સરહદ પર ફરજ બજાવતા અને દેશ માટે બલિદાન આપતા સૈનિકોને માન આપવા માટે Armed Forces Flag Day fund માં ફાળો આપવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સંપૂર્ણ ડિસેમ્બર દરમિયાન આ દિવસ ઉજવવામાં આવશે.

આ દિવસની ઉજવણી કરવા માટે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણે શાખાઓ ભારતીય સૈન્ય, ભારતીય વાયુ સેના અને ભારતીય નૌકાદળ વિવિધ પ્રકારના શો,કાર્નિવલ, નાટકો વગેરે કાર્યક્રમ કરે છે અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના કર્મચારીઓના પ્રયત્નો સામાન્ય લોકોને દર્શાવવા માટે મનોરંજક કાર્યક્રમો કરવામાં આવે છે.
સશસ્ત્ર દળ ધ્વજ દિવસ નો ઇતિહાસ
ભારતીય સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તરત જ સરકારને સૈનિકોના કલ્યાણ નું સંચાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ.તેથી 28 ઓગસ્ટ ૧૯૪૯ નાં રોજ સરકાર સંરક્ષણ પ્રધાનની હેઠળ એક સમિતિ બનાવી અને ૭ ડિસેમ્બર ના રોજ વાર્ષિક ધ્વજ દિવસ ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. સશસ્ત્ર ધ્વજદિન મુખ્યત્વે ત્રણ હેતુઓ માટે ઉજવવામાં આવે છે યુદ્ધ ના સમયે માર્યા ગયેલા સૈનિકો ના પરિવારના પુનર્વસન માટે તેમના પરિવારજનોની સુરક્ષા અને સેવા માટે તેમજ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો ના કલ્યાણ માટે.
સશસ્ત્ર દળ ધ્વજ દિવસ ની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતામા ધ્વજ વિતરણ કરવાનો અને તેના બદલામાં નાણાં એકત્રિત કરવાનો હતો. આ દિવસનું મહત્વ વધારે છે કારણ કે દરેક ભારતીયને સૈનિકોના પરિવારો અને આશ્રિતો તરફ પોતાની જવાબદારીનું ભાન કરાવે છે.
સશસ્ત્ર દળ ધ્વજ દિવસ નિધિ ની રચના પૂર્વ સૈન્ય સમુદાયના કલ્યાણ અને પુનર્વસવાટ માટે કરવામાં આવી હતી એક અહેવાલ મુજબ 32 લાખથી વધુ પૂર્વ સૈનિક છે કારણકે દર વર્ષે 60 હજાર કર્મચારીઓ ફરજિયાત નિવૃત્તિ થાય છે. સશસ્ત્ર દળોને ને યુવાન રાખવા માટે તેઓ ઉંમર 35 થી 40 વર્ષની વયે નિવૃત્ત થતા હોય છે જોકે તેઓ શારીરિક રીતે ફિટ અને યુવા હોય છે,તેથી આ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારની સંભાળ લેવી રાષ્ટ્રીય જવાબદારી છે.
.