શિયાળાનો આપણે સૌ ખૂબ બેસબરી થી રાહ જોતા હોઈએ છીએ. ઉનાળાની ગરમી અને ચોમાસામાં ભેજવાળા વાતાવરણ પછી આ વાતાવરણ આપણને સૌને મન ગમતું હોય છે. તેમજ શિયાળો બીજી એક વસ્તુ માટે વધારે પ્રિય છે એ છે તેમાં મળતા શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થો. વળી શિયાળામાં શક્તિવર્ધક પદાર્થો ખાવાનું પણ ખૂબ મહત્વ છે. આપણે સૌ જાણીએ છીએ કે શિયાળામાં વસાણાં ખવાય છે જે આખા વર્ષ માટે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. એવા ઘણા ખાદ્ય પદાર્થ છે જો શિયાળામાં ખવાય છે પણ શું તમે વિચાર્યું છે કે ગોળ જેને અલગ અલગ પદાર્થો સાથે ખાઈને શરીરની શક્તિ વધારી શકીએ છીએ.
પ્રખ્યાત ન્યુટ્રિશિયન #ઋજુતાદિવેકર હમણાં જ એક પોસ્ટ દ્વારા માહિતી શેર કરી હતી.
તમને જણાવ્યા મુજબ ગોળ એવો પદાર્થ છે જે કોઇ પણ ખાદ્ય પદાર્થો સાથે લઈએ ફાયદાકારક સાબિત થાય છે કે તમારા કિચનનો સૌથી મહત્વનું પદાર્થ છે. ગોળ પાચનશક્તિ વધારે છે, ગોલ્ડન સિટી માટે મદદગાર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. ભગવાન બીજા કેટલાક પદાર્થો સાથે લઈ શકીએ તો તે ખૂબ અસરકારક નીવડે છે.
કયા પદાર્થો સાથે ગોળ લેવાથી શું મદદ થશે?
- ઘી સાથે – કબજીયાત માં રાહત
- ધાણા બીજ સાથે- માસિક ધર્મને લગતી સમસ્યાઓમાં રાહત
- વરિયાળી સાથે -શ્વાસની દુર્ગંધ માટે ઊપયોગી
- મેથીના દાણા સાથે- લાંબા મજબૂત ચમકીલા વાળ માટે ઉપયોગી, વાળ સફેદ થતા અટકાવે
- ગુંદર સાથે-હાડકાંની મજબૂતી માટે અને સ્તનપાન કરાવતી માતાઓ માં દૂધની વૃદ્ધિ માટે
- તલ સાથે-શરદી કફ થી દૂર રાખે
- સીંગદાણા સાથે- શરીરની શક્તિ વધારે અને ભૂખને સંતોષે જેથી કઈ પણ ખાવાની થતી ઈચ્છા માં ઘટાડો આવે.
- હળદી સાથે- રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે
- સૂંઠ સાથે- તાવ માંથી સાજા કરે અને બળતરા શાંત કરે.
આ ઉપરાંત રોજિંદા જીવનમાં પણ ખાંડ ની જગ્યાએ જ્યાં શક્ય હોય તો ગોળનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે દાળમાં,શાકમાં, અથવા અન્ય મીઠાઈઓમાં જેવી કે શીરો,લાડુ વગેરે માં ખાંડ ના સ્થાને ગોળનો જ ઉપયોગ કરવો જોઈએ.
અન્ય ઋતુઓમાં ગોળ ખાવો શક્ય બનતો નથી કારણ કે ગોળની લાક્ષણિકતા ઉષ્ણ હોય છે પરંતુ શિયાળામાં શરીરને પચાવી શકે છે તેમજ શક્તિમાં વધારો કરે છે તેથી ઉપર જણાવ્યા મુજબ અલગ અલગ પદાર્થો સાથે ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે.