આપણે હંમેશા ઘરના વડીલો તરફથી સાંભળતા હોઈએ છીએ કે ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે તેમજ આંખના સ્વાસ્થ્ય માટે ગાજર ખૂબ ઉપયોગી છે. ગાજર સૌથી સ્વાદિષ્ટ કંદમૂળ છે એ તો આપણે સૌ સંમત થઈશું પણ તેનામાં કયા કયા પોષક તત્વો રહેલા છે તે પણ જાણવું જરૂરી છે. હવે તો ગાજર દરેક ઋતુમાં મળે છે અને ગાજરને દરેક શાકમાં નાખી શકાય છે.આપણે ગાજરને સલાડના તરીકે પણ ખઈએ છીએ પણ ગાજરનો શ્રેષ્ઠ ફાયદો તેનું જ્યૂસ પીવાથી થાય છે.
જો તમને હજી પણ ગાજર ખાવાની ઇચ્છા ન થતી હોય તો તમારા માટે અહીં તેના ફાયદા રજૂ કર્યા છે.

વિટામીન A બુસ્ટર: ગાજરના આંખ માટે ખૂબ સારું છે. ગાજરમાં વિટામિન A ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. શરીરમાં વિટામિન A ની કમી થી આંખ નબળી પડી જાય છે અને નજર ઝાંખી થઈ જાય છે. તેથી આંખ માટે ગાજરનું જ્યૂસ પીવું જોઈએ.
શરીરમાં રહેલા ફ્રી રેડીકલ સામે લડે છે અને એન્ટીઓક્સીડન્ટ નું પ્રમાણ સુધારે છે: ગાજરમાં કેરોટીન તત્વ હોય છે જેન્તી અકસિડન્ટ તરીકે વર્તે છે અને તે શરીરમાં છુટ્ટા ફરતા રેડિકલ્સ સાથે લડે છે અને શરીરને યુવાન રાખે છે ગાજર શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે જેથી કેન્સર અને હૃદયરોગ જેવી બીમારીઓનો ખતરો ટાળે છે
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે : ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ અત્યારના સમયમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છે. ગાજરનો રસ શરીરમાં હાનિ પહોંચાડતા વાઈરસ, બેક્ટેરિયા સામે લડત આપે છે. ગાજરનો રસ શરીરમાં વિટામિન અને મિનરલ્સ જેમ કે બી-૬, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરેની વૃદ્ધિ કરે છે. ગાજર થી હાડકાઓ, ચેતાતંત્ર અને વૈચારિક શક્તિ મજબૂત કરે છે.
મુલાયમ અને ચમકતી ત્વચા: ગાજર માં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ અને જરૂરી ખનીજ તત્વો જેમકે પોટેશિયમ કોષ ઘસારાની પ્રક્રિયાને અટકાવી છે જેથી ત્વચા ચમકીલી અને સ્વસ્થ રહે છે. ગાજરનો જ્યૂસ ત્વચાની રુક્ષતામાંથી પણ મુક્તિ આપે છે. તે ત્વચામાં નિખાર લાવવા માટે મદદરૂપ થાય છે તેમજ ડાઘ પણ દૂર કરે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગરનું માપ જાળવી રાખે છે. સારા પ્રમાણમાં ગાજરનો જ્યૂસ દરરોજ લેવાથી, કોલેસ્ટ્રોલ વધતું હોવાની ફરિયાદો માંથી મુક્તિ મળશે.