ગુજરાત અને રાજસ્થાનની સીમારેખા પાસે મેશ્વો અને પિંગળા નદીના સંગમસ્થાન પાસે આશરે 500 વર્ષ પહેલા ના અવશેષો ધરાવતી એક ભવ્ય નગરી તીર્થભૂમિ શામળાજી દર્શનીય સ્થળ છે. જ્યાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી શામળાજીનો મેળો ભરાય છે.
શામળાજીનું મંદિર કયારે અને કોણે બંધાવ્યું તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ શામળાજી ની આજુબાજુના વિસ્તારમાં સાંપડેલ અવશેષો ઉપરથી પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ ૫૦૦ વર્ષ પહેલાં અહીં નગરી અસ્તિત્વમાં આવી જોઈએ. અહીંથી છઠ્ઠી સદીની મળી આવેલી મૂર્તિઓ શામળાજી અને દેવની મોરી વિસ્તારમાંથી મળી આવેલ ૨૧ ઈંચ ની લંબાઈ ના સ્થળ પ્રાચીન સમયની ભવ્ય નગરી હોવાની વાતને સમર્થન આપે છે.
કળસી છોકરાની મા ના નામે ઓળખાતી મૂર્તિ ના અવશેષો મુંબઈ પાસે આવેલ એલિફંટાની ગુફાઓમાં ત્રિમૂર્તિ પ્રખ્યાત શિલ્પને મળતા આવે છે.

પૌરાણિક કથા પ્રમાણે સંવત 1828માં શામળાજી ઉપર આક્રમણ થયું. ઈડરના મહારાજા અને બીજા ઠાકોરોએ વીરતાથી તેનો સામનો કર્યો. શામળાજી મંદિરમાં લશ્કર પ્રવેશ્યું. મૂર્તિઓ તોડવા માંડી, અંદર દાખલ થઈને ગરુડનું નાક છૂંદયુ એ સાથે જ ચમત્કાર સર્જાયો. ગરુડજીના છૂંદેલા નાકમાંથી અસંખ્ય ભમરા લશ્કરના સૈનિકો પર તૂટી પડી તેમના અંગો ઉપર ચોંટી ને ડંખ દેવા લાગ્યા. ડંખ ની પીડાથી સૈનિકો ચિત્કારી ઉઠયા અને ચીસ પાડીને જીવ બચાવવા મંદિરની બહાર ભાગ્યા.રાજપૂતો અને ઠાકોરોએ તીર્થ ની મૂર્તિઓ પર્વતોની કંદરામાં છુપાવી અને ભગવાન શામળીયાની મૂર્તિ કરારવૃજ તળાવમાં પધરાવી. ત્યાર પછી સો-સવાસો વર્ષ પછી એ જ કરારવૃજ તળાવ માંથી એક આદિવાસી યુવાનને હળ ચલાવતા તે મૂર્તિ હાથ લાગી એ જ કાળિયો ઠાકર. એ જ ભગવાન શામળાજી.

શામળાજી ખાતે કૃષ્ણ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજાનું પણ અનેરું મહત્વ છે. મેળામાં બ્રાહ્મણ, વાણિયા, રજપૂતો અને પાટીદારો ઉપરાંત રાજસ્થાનથી પણ ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. શામળાજી ના મેળામાં મંદિરની સામે બાજુના રસ્તાની બંને તરફ હાટડીઓ લાગી જાય છે. મંદિર આગળની ખુલ્લી જગ્યા મેળા નું સ્વરૂપ ધારણ કરે છે. આ સમયે શામળાજી અદભુત શણગાર સજાવવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના મોટાભાગના લોકો માટે શામળાજીનો મેળો શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે.