૧૯૪૨માં એક બ્રિટિશ ફોરેસ્ટ ગાર્ડ દ્વારા ભારતના રૂપકુંડ માં એક ખતરનાક શોધ થઈ હતી. સમુદ્રની સપાટીથી લગભગ 16000 કિમી ઉપર છોટી ઘાટી નીચે છે એક જમા થયેલું સરોવર છે. જેમાં સેંકડો કંકાલ અને હાડકાઓ પડેલા મળી આવ્યા હતા. ત્યારે ગરમીની ઋતુ હતી અને બધી જ બરફ પીગળીને નીચે પડી ગઈ હતી. પણ સરોવરમાં કંકાલ અને હાડકાઓ જેમના તેમ હતા અને તે પાણીમાં તરવા લાગ્યા હતા. સરોવરના કિનારે અસ્તવ્યસ્ત પડેલા હતા તે જોઈને એવું જ લાગે કે રૂપકુંડ ના તળાવ માં ચોક્કસ કંઇક ભયાનક થયું હશે.

એવી માન્યતા હતી કે જાપાની સૈનિકો જ્યારે ભારતમાં ગુપ્ત રીતે આવ્યા હતા ત્યારે રહસ્યમય રૂપે ત્યાં જ ફસાઇ ગયા હતા. બ્રિટિશ સરકારે ભયાનક રૂપથી જાપાનીઓના તે સ્થાન પર હુમલો કરી દીધો હતો અને ત્યાં ચાલી રહેલી આ માન્યતાની તપાસ કરવા માટે એક ઇન્વેસ્ટીગેશન ટીમ મોકલાઈ હતી.પણ તપાસના અંતે જાણવા મળ્યું કે આ હાડકાઓ જાપાની સૈનિકોના નથી કારણ કે એ કંકાલ તાજુ હતું નહીં અને જાપાનીઓતો ત્યાં તપાસ ના થોડાક સમય પહેલાં જ આવ્યા હતા.
લોકોનું માનવું છે કે કંકાલ અને હાડકાઓ સદીઓ પુરાણા હોઈ શકે છે ત્યાં જે મળી આવ્યા હતા તે માનવ દેવ ના વાળ અને હાડકાઓ ત્યાં રહેલા ઠંડા વાતાવરણ અને ઠંડી હવાના કારણે સુરક્ષિત રહે છે પરંતુ કોઈ એવું કહી નથી શકતું કે તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ હશે. એથી પણ વધુ રહસ્યમય વાત એ છે કે આટલી નાની ઘાટ ઉપર ૨૦૦થી વધારે લોકો શા માટે આવ્યા હશે? અને કેવી રીતે માર્યા ગયા હશે! આના પર આધારિત ઘણી બધી માન્યતાઓ છે. સદીઓથી કોઈ પણ આ ઘટના ના રહસ્યને ઉકેલી શક્યું નથી.

જ્યારે 2004માં એવું લાગ્યું કે આખરે આ રહસ્ય ઉજાગર થઈ શકે એમ છે પણ એનો જવાબ કંઈક એવો હતો કે જેના માટે કોઈએ ક્યારેય વિચાર્યું હશે નહીં.
સંશોધનના અંતે જ્યારે સત્ય બહાર આવ્યું તો તેમાં ખબર પડી કે આ બધા જ મૃતદેહ 850 AD ના છે. Dna ની તપાસ બાદ જાણવા મળ્યું કે એમાં બે અલગ-અલગ સમૂહ હતા જેમાંથી એક સમૂહ કોઈ એક જ પરિવાર કે નજીકના લોકો નો હતો અને બીજો સમુહ સ્થાનિક લોકોનો હતો . ત્યારે રીંગ, ભાલા, ચામડાના પગરખા વગેરે વસ્તુઓ પણ મળી હતી. ત્યાંના સ્થાનિક મહાનુભાવોનું માનવું છે કે તીર્થ યાત્રીઓ નું એક સમૂહ સ્થાનિક લોકોની સહાયતાથી ઘાટીમાં રોકાયું હશે અને કહેવાય છે કે તેમના માથાના ભાગે ઇજા થવાથી તેનું મૃત્યુ થયું છે. આ માન્યતા અનુસાર બાકી બધાનું જ મૃત્યુ માથામાં વાગવાના કારણે થયું છે.
ખોપડીઓ માં થયેલા ફેક્ચર ના અભ્યાસ બાદ હૈદરાબાદ, પૂણે અને લંડન ના વૈજ્ઞાનિકોએ સુનિશ્ચિત કરીને કહ્યું કે આ લોકો કોઈ બીમારીથી નહીં પરંતુ કદાચ અચાનક આવેલા બરફ ના તોફાન થી મર્યા હતા. આ બરફના ગોળા ઓ ક્રિકેટના દડા જેવા મોટા મોટા હતા અને ખુલ્લા હિમાલય પર્વતમાં આશ્ચર્ય માટે કોઈ જગ્યા ન મળવાથી બધા જ મરી ગયા. આ ઉપરાંત ખૂબ જ પાતળી હવા અને બર્ફીલા વાતાવરણના કારણે કેટલીક લાશ જેમની તેમ સંરક્ષિત હતી. તે ક્ષેત્રમાં ભૂસ્ખલનની સાથે કેટલીક લાશ વહીને તળાવ માં આવી ગઈ હતી. જે વાતની જાણ થઈ નથી શકતી એ છે કે આખરે આ સમૂહ જઈ ક્યાં રહ્યો હતો? આ ક્ષેત્રમાં તિબેટ તરફ વ્યાપાર માંટે જવાનો રસ્તો હોવાની કોઈ ઐતિહાસિક સાબિતી છે નહીં. પરંતુ રૂપકુંડ નંદાદેવી પંથની મહત્વની તીર્થયાત્રા ના રસ્તા માં આવેલું છે. જ્યાં નંદાદેવી રાજ જટ ઉત્સવ લગભગ દર ૧૨ વર્ષોમાં એકવાર મનાવવામાં આવે છે.

આ રૂપકુંડ ઝીલ ઉત્તરાખંડ ના ચમોલી જિલ્લામાં આવેલી છે હવે આ ઝીલ ટુરિસ્ટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. રોમાંચક યાત્રા ના શોખીન લોકો અહીં આવતા રહે છે.ટુરીસ્ત લોકો ટ્રેકિંગ કરતા અહીં પહોંચે છે પરંતુ આ જગ્યા પર નરકંકાલ જોઈને સ્તબ્ધ થઈ જાય છે. આ જગ્યા વિષે નેશનલ જીયોગ્રાફી ને ખબર પડતાં જ તેમણે પણ પોતાની ટીમમાં મોકલી હતી અને એમની ટીમ એ અહીં બીજી ત્રીસ કંકાલ ની શોધ કરી હતી.