મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકા નજીક દિલ્હી બૉમ્બે નેશનલ હાઈવે ઉપર આવેલા ઉનાવામાં આવેલી હઝરત સૈયદ અલી મીરા દાતાર બાપુની દરગાહ ભાવિકો મા અનેરી આસ્થાનું પ્રતિક બનેલી છે. વર્ષ 2013માં 537 ઉર્સ મુબારક ની ઉજવણી ધામધૂમથી કરાઇ હતી. સબે બુરહાન ની ઉસ્માનપુરાથી સંદલ કમિટીના સભ્યો નવ નિશાન લઈને પગપાળા નીકળી દાતાર બાપુની દરગાહ આવી પહોંચે છે. જ્યાં જુલૂસ કાઢીને ધામધૂમથી દરગાહમાં નવ નિશાન ચઢાવવામાં આવે છે. ઉત્સવ નિમિત્તે સવારે દરગાહમાં કુરાનનું પઠન કરવામાં આવે છે. સફરનો ચાંદ જોયા બાદ બીજા દિવસે સવારે ચાર વાગે દાતાર બાપુ ની મઝાર શરીફ ને ગુસલ કરીને સંદલ ચઢાવવામાં આવે છે. આ ગુસલ નું પાણી મુજાવર ભાઈઓ યાત્રાળુઓને પ્રસાદરૂપે આપતા હોય છે. આ દિવસે ભારતભરમાંથી યાત્રાળુઓ આવી દાતાર બાપુ ના દર્શન કરે છે.

દંતકથા મુજબ મીરાંદાતાર ના દાદા સૈયદ ઇલમોદ્દીન મિયાં અરબસ્તાનમાં થી ભારતમાં ઉત્તર પ્રદેશ ના માણેકપુર નામના ગામમાં આવ્યા હતા. ત્યાર બાદ ગુજરાતમાં અમદાવાદ ખાતે ખાનપુરમાં તેમણે વસવાટ કર્યો હતો. ઇલમોદ્દીનન મિયાં અને તેમનો પુત્ર સૈયદ ડોસુ મિયાં બંને મહંમદ બેગડાના લશ્કરમાં ચીફ કમાન્ડર હતા. ઉનાવા નું જૂનું નામ લીલાપુર જે પાટણ પ્રાંતમાં આવેલું હતું. મીરા દાતાર નો જન્મ રાસ્તી અમ્માં ના ખોળે ઉનાવામાં થયો હતો. રાસ્તીમાં એ જીવંત સમાધિ લીધી ત્યારે ડોસુમિયાં બીજી પત્ની કરી. જેનું નામ દામાયા હતું. આ સમયે હજરત મીરા સૈયદ અલી દાતાર છ માસના હતા. ત્યારે તેમને દૂધ પીવડાવી મોટા કરવાની જવાબદારી દામાયાએ ઉપાડી. દામાયાને વગર પુત્રે દૂધની ધાર વહી અને દાતારની સ્તનપાન કરાવી મોટા કર્યા ત્યાર થી મીરાદાતાર ચમત્કારિક છે તે વાત પ્રચલિત થઇ.
મીરાદાતારની 16 વર્ષની યુવાન વયે તેમના લગ્ન માટે ત્રણ દિવસ બાકી હતા.તેવામાં અમદાવાદથી પિતાએ માંડું ગઢ પાસે ચડાઈ કરવાનો હુકમ કર્યો. દાતાર એ સવારમાં દાતણ કર્યું. દાતણની ચીરી ઓ જમીનમાં દાટી કહ્યું કે મારું દફન આ જગ્યાએ કરજો. તેમણે માંડું ગઢ ચડાઈ કરી અને વિજય મેળવ્યો. માંડું ગઢ ના રાજ્યો ની હાર થતા પર્વતોમાં છુપાઈ ગયો ત્યારે દાતાર તેમની પાસે ગયા. રાજા પાસે હથિયાર ન હતું. રાજાએ કહ્યું કોઈના પર ખોટો વાર ન કરો. દાતાર એ પોતાની તલવાર રાજાને આપી દીધી. અને રાજાએ તલવારથી વાર કર્યો હતો. અને દાતાર મૃત્યુ પામ્યા હતા. દાતારના દેહને ઉનાવા લાવવામાં આવ્યો. મીરાદાતારનો કુટુંબી વારસો મુજાવરો દરગાહ ની આજુબાજુ આવેલો છે.

આ ઘટના આશરે 500 વર્ષ પૂર્વે ઘટી હોવાની દંતકથા પ્રચલિત છે. દાતારના સ્થાનકે દર વર્ષે અંદાજે એક લાખ દેશ-વિદેશમાંથી દર્શનાર્થીઓ આવે છે. દર વર્ષે ઉનાવામાં યોજાતા દાતારના ઉર્સ મા મુસ્લિમોની સાથે હિન્દુઓ પણ મોટી સંખ્યામાં ભાગ લે છે. દરગાહમાં દુખિયો ને લઈને તેમના સ્વજનો મનોકામના પૂર્ણ કરવા માટે દર્શનાર્થે આવે છે.મીરા દાતાર ના મેળા દરમિયાન ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધાના વાતાવરણમાં કવાલી નો જલસો જામે છે. દરગાહના સંકુલમાં આકર્ષક રોશની કરવામાં આવી છે.શ્રદ્ધાળુઓ ફુલ, અત્તર, ગુલાબજળ, સાકર, શ્રીફળ અને સોના-ચાંદીના દાગીના અર્પણ કરીને પોતાની મનોકામના વ્યક્ત કરે છે. અને દરગાહની પૂજન વિધિ કરે છે. ઉર્ષ સમયે સાદરનો ચાંદ જોઈ દાતાર ને સંદલ સાદર કરાય છે.,