ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દેલવાડા ગામ થી માત્ર દોઢેક કીલોમીટરના અંતરે આવેલા ગુણભાખરી ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો યોજાય છે. આ ગામ આગળ વાકડ અને સાબરમતી નદીના સંગમ પર આવેલું છે. હોળી પછીના ચૌદમાં દિવસે એટલે કે ફાગણ વદ ચૌદશ એ ભરાતો ચિત્ર વિચિત્ર નો મેળો તેના નામ પ્રમાણે વિચિત્ર છે.
પૌરાણિક કાળથી એવી માન્યતા છે કે હસ્તિનાપુર (આજનું દિલ્હી)ના શાસન કર્તા શાંતનુ ને બે પુત્રો હતા. ચિત્રવીર્ય અને વિચિત્રવિર્ય જે તેઓની માતા સત્યવતી (જે મતસ્ય ગંધા તરીકે પણ જાણીતા હતા) અને રાજા શાંતનુ ના જયેષ્ઠ પુત્ર દેવવ્રત (મહાભારત ના ભીષ્મ) વચ્ચેના સંબંધો અંગે ખોટી માન્યતા ધરાવતા હતા. પાછળથી પોતાની ભૂલ તેઓ સમજ્યા હતા અને જાતે જ બલિદાન આપી અગ્નિસ્નાન કર્યું હતું. આ બલિદાન તે મને ગુણભાખરી નામની ટેકરી પાસેના ત્રિવેણી સંગમ સ્થળે કર્યું હતું.પોતાની ગેરસમજથી થયેલી ભૂલ ના પસ્તાવા ના કારણે ત્યાગ કરનાર બન્ને ભાઈઓ ની યાદ માં ચિત્ર વિચિત્ર મેળો યોજાય છે.

અરવલ્લીની કંદરાઓમાં થી સોળે શણગાર સજીને ભીમ અને ગરાસિયા આદિવાસીઓ આ મેળામાં ઊમટી પડે છે.સ્ત્રીઓ મોટા ભાગે ચાંદીના ઘરેણા થી સજ્જ હોય. નદીઓના સંગમ સ્થાને આવી તેઓ તેમના પૂર્વજોની યાદમાં વિલાપ કરે છે.વહેલી સવારે ભીલોડા, હિમતનગર, શામળાજી, પ્રાંતિજ અને ખેડબ્રહ્માના આદિવાસીઓ નદીમાં પિતૃઓના અસ્થિનું વિસર્જન કરે છે. ધાર્મિક વિધિ કરે છે. વળી દૂર દૂરથી આવેલા સગા સ્નેહીઓ ને મળી વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્નેહીજનોને યાદ કરી વિલાપ કરે છે અને એકબીજાને આશ્વાસન પણ આપે છે. આ વિધિને હાડ ગાળવા ની વિધિ કહે છે. આમ કદાચ એકમાત્ર એવો મેળો હશે જે દુઃખદ યાદો ને યાદોને તાજી કરવા માટે યોજાતો હોય.

બીજા દિવસે આ મેળો નવો જ રંગ ધારણ કરે છે. વિલાપ કરતા લોકો બીજા દિવસે ઢોલ-નગારાના તાલે નૃત્ય કરી, કાલે બુધવારે ગીતો ગાય આનંદ-પ્રમોદ કરે છે. આ મેળામાં પાન ખાવાનો અને ખવડાવવાનો પણ અનેરો મહિમા છે. મેળામાં ઠેરઠેર પાનવાળો ઘૂમતા જોવા મળે છે. નજીકના ગામમાંથી આદિવાસીઓ સમૂહમાં ઢોલ નગારા વગાડતા વિચિત્રેશ્વર મહાદેવ તરફ સ્પર્ધાત્મક રીતે ધસી જાય ત્યારે આદિવાસી કન્યા માથે જવારા લઈને રુમઝુમ કરતી આવે છે.
અન્ય મેળાઓ થી ભિન્ન એવા ચિત્ર-વિચિત્ર મેળામાં બીજી એક આશ્ચર્યની વાત એ છે કે અહીંના આદિવાસીઓ ઢોલ વાગતાંની સાથે જ અચાનક એમની ટેકરીઓ પર આવેલા ઝુંપડાઓમાં થી વિશાળ સંખ્યામાં બહાર આવી જાય છે અને મેળો પૂરો થતા જ અચાનક આખો માનવ સમુદાય ગિરિમાળાઓમાં ક્યાંક સમાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. આદિવાસી સંસ્કૃતિ ને નજીક થી જાણવા અને માણવા માટે આ મેળાની મુલાકાત લેવા જેવી છે.
મેળાના ફોટોગ્રાફ્સ ખૂબ જ સુંદર છે.
LikeLike
કદાચ આપને ગુજરાતના મેળા શ્રેણીમાં આ એક લેખ ઉમેરવો ગમશે.
https://vijaybarot.com/2020/04/06/કવાંટનો-મેળો/
LikeLike
હા ,ચોક્કસ
LikeLike