તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા ખાતે રમાઇ રહી છે. ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં બીજી ટેસ્ટ મેચ ડિસેમ્બર 26 થી મેલબોર્ન માં રમાઇ રહી છે. તો આ દરમિયાન ઘણી વખત બોક્સિંગ ડે ટેસ્ટ મેચ આ ઉલ્લેખ સાંભળ્યો હશે. તો શું હોય છે બોક્સિંગ ડે ટેસ્ટ?
બોક્સિંગ ડે ટેસ્ટ મેચ એવી ક્રિકેટ મેચને કહેવાય છે જે ખાસ કરીને ડિસેમ્બર 26, ક્રિસમસ ના બીજા દિવસે કોમનવેલ્થ દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા,સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ માં રમાય છે. પણ સૌથી પ્રસિદ્ધ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ઉપર રમાતી ક્રિકેટ મેચ હોય છે.

શા માટે આ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે?
બોક્સિંગ નો અર્થ અહીં મુક્કાબાજી એવો થતો નથી, જોકે ડિસેમ્બર 26 ના રમાતી ક્રિકેટ મેચ શા માટે બોક્સિંગ ડે ટેસ્ટ કહેવાય છે તેના અલગ-અલગ કારણો છે. તેમાંથી એક કારણ એ છે બોક્સિંગ ચર્ચમાં ક્રિસમસ ના બીજા દિવસે ખોલવામાં આવતા ગરીબ બાળકો માટેના boxes માટે વપરાયેલો શબ્દ છે. બીજી એક કહેવત એ છે કે બોક્સિંગ ડે ટેસ્ટ નામ નોકરો ને ગિફ્ટ તરીકે આપવામાં આવતા boxes ઉપરથી પડ્યું છે કારણકે ક્રિસમસના દિવસે નોકરોને કામ કરવું પડતું જેથી તેમને આ બોક્ષ્ બીજા દિવસે આપવામાં આવતા. હજી એક ઇતિહાસ એ પણ છે કે 26 ડિસેમ્બરના રોજ સેંટ સ્ટીફન ની યાદમાં feast day હોય છે જેના માટે વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાય છે . બોક્સિંગ ડે કોમનવેલ્થ દેશોમાં છે દક્ષિણ ગોળાર્ધમાં આવેલા છે ત્યાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઉનાળો હોય છે ત્યાં ખાસ કરીને ઉજવાય છે.
બોક્સિંગ ડે અને ક્રિકેટને સૌપ્રથમવાર ક્યારે સાથે જોડવામાં આવ્યો હતો?
બોક્સિંગ ડે અને ક્રિકેટ મેચ નો ઇતિહાસ ૧૨૮ વર્ષ જૂનો છે તો સૌથી પહેલી બોક્સિંગ મેચ કહેવાય છે કે 1892માં વિક્ટોરિયા અને New south wales વચ્ચે Sheffield shield મેચ MCG માં ક્રિસમસ દરમિયાન રમાઈ હતી. જોકે ડિસેમ્બર 26 રમતના દિવસોમાં નો એક દિવસ હતો નહીં કે તે દિવસે જ મેચ શરૂ થઈ હતી.પણ ત્યાર બાદ પણ વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે ક્રિસમસ દરમિયાન હમેશા મેચનું આયોજન થતું અને તેમાં અચૂક પણે boxing day શામેલ કરવામાં આવતો.
સૌથી પહેલી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ડે મેચ ક્યારે રમાઈ હતી?
સૌથી પહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 1950- 51માં એશીઝ ટુર્નામેન્ટ જે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાય છે તે દરમિયાન યોજાઈ હતી. તે વર્ષે મેલબોર્ન ટેસ્ટ ડિસેમ્બર 22 થી 26 દરમ્યાન રમાઈ હતી.
જોકે 1952માં સાઉથ આફ્રિકાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ 1952 થી 1966 સુધી કોઈ બોક્સિંગ ટેસ્ટ મેચ રમાઈ ન હતી. 1967માં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમવાનો ફરીથી શરૂ થયું, જે ભારતની સામે રમાઈ હતી પણ તે એડિલેડ ઓવલ મેદાન પર હતી અને ડિસેમ્બર ૨૩ થી શરૂ થઈ હતી.
1952થી 1980 દરમિયાન ઉપર માત્ર 4 જ ટેસ્ટ મેચ રમાઈ હતી જ્યારે એડિલેડ ના મેદાન ઉપર ત્રણ ટેસ્ટ મેચ રમાઈ હતી. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1975માં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ મા પ્રથમ દિવસે કુલ 85000 પ્રેક્ષકોએ હાજરી નોંધાવી હતી પણ ઐતિહાસિક રેકોર્ડ 2013માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એમસીજી માં રમાયેલી મેચ દરમિયાન લગભગ 91112 પ્રેક્ષકોની હાજરી દ્વારા નોંધાયો છે.
ભારત બોક્સિંગ ડે ટેસ્ટ આઠ વખત રમી ચૂક્યું છે. ભારત બોક્સિંગ ટેસ્ટ મેચ 1985, 1991, 1999, 2003, 2007, 2011, 2014 અને 2018 વર્ષોમાં ઓસ્ટ્રેલિયામાં રમ્યો છે. જેમાં કુલ આઠ માં થી પાંચ વખત ઓસ્ટ્રેલિયા જીત્યું છે એક વખત ભારત જીત્યું છે અને બે વખત મેચ ડ્રો થઇ છે.