ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ( DCGI) દ્વારા ભારત બાયોટેક ની કોવકસીન અને સિરમ ઇન્ડિયા ની કોવિશિલ્ડ કોવિડ19 રસીને ઈમરજન્સી સ્થિતિમાં મર્યાદિત વપરાશ માટેની મંજૂરી આપવામાં આવી. ઘણા નિષ્ણાતો અને ખાસ કરીને વિરોધ પક્ષ ના નેતાઓએ ભારત બાયોટેક ની રસીને મંજૂરી આપવા નો વિરોધ નોંધાવ્યો હતો. ભારત બાયોટિક ની રસી હજી ત્રીજા ટ્રાયલમાં થી પસાર થઇ રહી હોવાના કારણે અને તેની અસર અંગે નો ડેટા પ્રાપ્ત થયા ના હોવાના કારણે આ રસી કેટલી સુરક્ષિત છે તેના ઉપર પ્રશ્નો ઉભા થયા છે.
આ પ્રશ્નોના ઉત્તરમાં ભારત બાયોટેકના એમ ડી શ્રીકૃષ્ણ એલા જણાવે છે કે તેમની કંપનીને રસી બનાવવામાં ખૂબ વર્ષોનો બહોળો અનુભવ છે અને પ્રતિક્રિયાઓ માત્ર એક ભારતીય કંપનીનો વિરોધ છે જે ખૂબ નિરાશાજનક વાત છે કારણ કે તેમની કંપની નું કામ અમેરિકા ની ફાઇઝર જેટલું જ ચોકસ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે merks ની ઇબોલા વેક્સિન નો પણ ક્યારે હ્યુમન ટ્રાયલ થયો નથી છતા w.h.o. દ્વારા લાઇબેરિયા અને ગુયેના માટે ઈમરજન્સી પરવાનગી આપી હતી.
કંપનીના ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ રસીને બીજા ચરણમાં 2000 લોકો ઉપર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પહેલા અને બીજા ચરણના પરિક્ષણના આંકડાઓ પણ બતાવે છે કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ રસી નું પરીક્ષણ માત્ર ભારતમાં જ નહીં પણ બીજા 12 દેશો માં થયું છે, જેમાં બ્રિટન પણ શામેલ છે. રસીને પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને બીજા દેશોમાં પણ પરીક્ષણ માટે મોકલવામાં આવી હતી.
આ રસી ના ઉપયોગ માટે પ્રિમેચ્યોર મંજૂરી આપવામાં આવી હોવાના દાવા વચ્ચે કંપનીએ જણાવ્યું હતું કે તેમની માહિતી અને આંકડાઓ ખુબ પારદર્શક છે તેમના દ્વારા લગભગ 70 આર્ટીકલ દુનિયાભરની જર્નલ્સમાં આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતની એકમાત્ર કોવીડ 19 ની રસી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને વિકસાવવામાં આવી છે. ICMR દ્વારા પણ જણાવાયુ કે પ્રી કલીનિકલ આંકડાઓ અને ક્લિનિકલ પરીક્ષણ ની માહિતી આવે છે કે Covaxin રસી સંપૂર્ણ સુરક્ષિત છે.