જાણો કોણ હતી ગંગુબાઈ કાઠિયાવાડી જેના પર આધારિત છે સંજય લીલા ભણસાલી ની આગામી ફિલ્મ
અભિનેત્રી આલિયા ભટ્ટ ની આવનારી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી નું તાજેતરમાં જ ટ્રેલર બહાર આવ્યું. ટ્રેલર માં જોવા મળે છે કે ગંગુબાઈ એક સશક્ત નારી છે અને નેતૃત્વશાળી છે,આ પાત્ર સત્ય આધારિત છે તો જાણીએ કેટલીક વિગતો હકીકત માં ગંગુબાઈ કોણ હતી અને શું હતી તેની કહાની.
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ નું ટ્રેલર
ગંગુબાઈ કાઠિયાવાડીનો જન્મ કાઠિયાવાડ,ગુજરાતમાં થયો હતો અને તેનું અસલી નામ ગંગુબાઈ હરજીવનદાસ હતું.એસ હુસેન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ’ મુજબ, ખૂબ જ નાની ઉંમરે તેણીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી. તે મુંબઇના કામથીપુરા વિસ્તારમાં કોઠા (વેશ્યાગૃહ) ચલાવતી હતી અને પાછળથી, ઘણા કુખ્યાત ગુનેગારો તેના ગ્રાહક બન્યા હતા.ગંગુબાઈએ સેક્સ-વર્ક અને અનાથની સુખાકારી માટે ઘણું કામ કર્યું હતું.
ગંગુબાઈ પહેલા બોલિવૂડની ફિલ્મોમાં અભિનેત્રી બનવા ઇચ્છતા હતા.જ્યારે તેણી 16 વર્ષની હતી, ત્યારે તે તેના પિતાના એકાઉન્ટન્ટ સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે ભાગી ગઈ હતી.તેઓ મુંબઇ આવીને ત્યાં સ્થાયી થયા.જ્યારે તેણી તેના પ્રેમી સાથે નવી જિંદગી શરૂ કરવાનું સપનું જોઈ રહી હતી, ત્યારે તેણે તેણી સાથે દગો કર્યો.ગંગુબાઈના પતિએ તેને વેશ્યાલયમાં 500 રૂપિયામાં વેચી દીધી.
એસ હુસેન ઝૈદીના પુસ્તક મુજબ,ગંગુબાઈએ પણ ગુનેગારોની દુનિયામાં મજબૂત જોડાણો બનાવ્યાં હતાં.લખ્યું છે કે કરીમ લાલાની ગેંગના સભ્ય દ્વારા ગંગુબાઈ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.ન્યાય મેળવવા માટે, તે કરીમ લાલા પાસે ગઈ અને તેમને વિનંતી કરી. તે દરમિયાન તેણે કરીમ લાલાને રાખડી બાંધી અને તેનો ભાઈ બનાવ્યો. આ પછી તરત જ, કરીમ લાલાએ કામથીપુરા વિસ્તારની કમાન તેમની રાખી બહેન ગંગુબાઈને આપ્યો અને તે ‘માફિયા ક્વીન્સ’માંની એક બની ગઈ.જોકે, ગંગુબાઈએ તેની સંમતિ વિરુદ્ધ ક્યારેય કોઈ છોકરીને વેશ્યાલયમાં રાખી નહોતી.તેણે સેક્સ-વર્કસ અને અનાથની સુધારણા માટે પોતાનું જીવન પણ સમર્પિત કર્યું. તે જ સમયે મુંબઇના વેશ્યાઓ બજારને હટાવવા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આજે પણ મુંબઇના કામથીપુરામાં ગંગુબાઈની પ્રતિમા સ્થાપિત છે.