ઉનાળામાં જરૂરથી ખાઓ તરબૂચ ! શરીરને આ 8 તકલીફો થી દૂર રાખે છે

ઉનાળાની સીઝન શરુ થતા જ બજાર માં એવા ફળો ની માંગ શરુ થઇ જાય છે જે શરીર ને ઠંડક આપે છે .સામાન્ય રીતે જોવામાં આવે તો બજારમાં કેટલાક એવા ફાળો જોવા મળે છે જે ખાસ કરીને ઉનાળામાં જ જોવા મળે છે.જેમાંથી એક ફળ તરબૂચ પણ છે જે ગરમીમાં લોકો વધારે ખાવાનું પસંદ કરે છે.

તડબૂચ એ ઉનાળાનું સૌથી મહત્વપૂર્ણ ફળ માનવામાં આવે છે.આ ફળ ખાસ કરીને તરસને ઓછી કરે છે અને ભૂખને પણ શાંત કરે છે. તમને જણાવી દઈએ કે તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી સમાયેલું છે.જેનો સ્વાદ પણ ઘણો મીઠો હોય છે.

માનવામાં આવે છે કે તરબૂચની ખેતી ચીનમાં શરૂ થઈ હતી અને આજે ચીન તરબૂચનો સૌથી મોટો ઉત્પાદક છે.જયારે ભારતમાં પણ તેની ખેતી મોટા પાયે થાય છે.આ ફળ ઘણાં આવશ્યક પોષક તત્વોથી ભરેલું છે,તેથી તે શરીરને લગતી ઘણી મુશ્કેલીઓ દૂર કરવા માટે કામ કરી શકે છે. તરબૂચમાં ફાઇબર,પોટેશિયમ,આયર્ન અને વિટામિન-એ,સી અને બી ભરપૂર માત્રામાં હોય છે.

શું છે તરબૂચ ખાવાના ફાયદા ?

1.હૃદયના સ્વાસ્થ્ય માટે

એવું કહેવામાં આવે છે કે હૃદયના સ્વાસ્થ્ય માટે તરબૂચ ખુબ જ ફાયદાકારક છે.સંશોધન મુજબ એવું કહેવામાં આવે છે કે તરબૂચ ખાવાથી અથવા તેનો રસ દરરોજ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલથી બચી શકાય છે,આટલું જ નહિ પણ આનાથી હૃદય રોગ થતો નથી.તરબૂચમાં જોવા મળતી સીટ્રેલાઈન નામનો પદાર્થ જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.માટે તમારે પણ આ ફળનું સેવન જરૂર કરવું જોઈએ.આ તમને ઘણો લાભ આપશે.

2. પાચન શક્તિ મજબુત કરે

એવું કહેવામાં આવે છે કે જે લોકોની પાચન શક્તિ ખુબ જ ખરાબ છે તે લોકોએ તડબૂચનું સેવન કરવું જોઈએ,કારણે કે તે પાચનને સરળતાથી ચલાવવામાં મદદ કરે છે.તડબૂચમાં વધારે પાણી હોવાથી ખોરાકને પચાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.તડબુચમાં ફાઈબર પણ વધારે હોય છે,જે પાચનતંત્રને સ્વસ્થ રાખવા તેમજ કબજિયાત,ઝાડા અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે.માટે પેટની સમસ્યાઓથી બચવા માટે તમારે રોજિંદા આહારમાં તડબૂચનો સમાવેશ કરવો જોઈએ.

3. વજન ઘટાડવા માટે

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના વધતા વજનને ઓછુ કરવા માટે ઘણો પૈસાનો પણ ખર્ચ કરે છે.આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે તડબૂચ પણ અસરકારક ઉપાય સાબિત થઇ શકે છે.જે લોકો તેમના વધતા વજનથી પરેશાન છે તેઓ તેમના રોજિંદા આહારમાં તડબૂચનું સેવન કરવું જોઈએ.તમને જણાવી દઈએ કે તરબૂચમાં ઓછી કેલરી હોય છે અને ફાઇબર વધારે હોય છે જે વધતા વજનને ઓછુ કરવામાં મદદ કરે છે.તરબૂચનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.જેના કારણે લોકોને ઓછું ભૂખ લાગે છે.આવી સ્થિતિમાં વજન ઓછું કરવા માટે આહારમાં તડબૂચનો સમાવેશ કરવો એક સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

4. રોગપ્રતિકારક શક્તિ

એવું કહેવામાં આવે છે કે વિટામિન-સી ભરપૂર હોવાને કારણે તડબૂચ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.આ ઉપરાંત તડબૂચમાં ફાઇબર પણ જોવા મળે છે,જે પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે કામ કરી શકે છે.તરબૂચમાં હાજર વિટામિન-એ રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરે છે અને ચેપ અટકાવે છે.માટે તમારે સ્વસ્થ જીવનશૈલી માટે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે રોજિંદા આહારમાં તડબૂચનું સેવન કરવું જોઈએ.

5. આંખો માટે

તમને જણાવી દઈએ કે આંખો માટે પણ તડબૂચ ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.તડબૂચમાં વિટામિન-એનો સારો સ્રોત જોવા મળે છે જે આંખના રેટિનામાં રંગદ્રવ્યો બનાવવામાં મદદ કરે છે. વિટામિન-એને રેટિનોલ પણ કહેવામાં આવે છે,જે ઓછી પ્રકાશમાં સારી દ્રષ્ટિને પ્રોત્સાહન આપે છે.માટે એક અધ્યયનમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આંખને લગતી બીમારી સામે તરબૂચ ઉપયોગી સાબિત થાય છે.ખાસ કરીને 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં આંખનો પ્રકાશ ઘટી જાય છે આવી સ્થિતિમાં આ ફળનું સેવન ચોક્કસ રીતે કરવું જોઈએ.

6. હાડકાના સ્વાસ્થ્ય માટે

તમને જણાવી દઈએ કે હાડકાના સ્વાસ્થ્ય માટે પણ તડબૂચ ખુબ ઉપયોગી છે.તડબૂચમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે,જે હાડકાં માટે ફાયદાકારક માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે શરીરમાં વિટામિન-સીની ઉણપથી હાડકામાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.આવી સ્થિતિમાં જો તરબૂચમાં હાજર લાઇકોપીન ઓસ્ટીયોપોરોસિસ અને હાડકાંના અસ્થિભંગની સંભાવનાને અટકાવી શકે છે.માટે આ ફળનું સેવન કરવું જોઈએ.

7. શરીરમાં ઉર્જા માટે

ઉનાળામાં ખાસ કરીને શરીરમાં ઉર્જાના સ્તરને વધારવા માટે તડબૂચનું સેવન કરવું જોઈએ.તડબૂચમાં વિટામિન બીનો સારો સ્રોત જોવા મળે છે,જે શરીરમાં ઉર્જાના પ્રવાહને વધારવાનું કામ કરે છે.આ ઉપરાંત તરબૂચમાં આવશ્યક વિટામિન્સ પણ રહેલા છે જે ઉર્જાના સારા સ્રોત તરીકે માનવામાં આવે છે.ખાસ કરીને ગરમીમાં વધતી તરસને દૂર કરવાનું કામ કરે છે.

8. ત્વચા માટે સામાન્ય રીતે જોવામાં આવે તો તરબૂચમાં મોટાભાગે પાણી રહેલું છે.જે ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.ત્વચાની શુષ્કતાને દૂર કરવામાં અને ત્વચાને હાઇડ્રેટ અને મોઇસ્ચરાઇઝ કરવાનું કામ તરબૂચ કરે છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s