
દુનિયા જયારે 2022 ના વર્ષ નું સ્વાગત કરી રહી છે ત્યારે દુનિયામાં એક દેશ એવો પણ છે જે હજી 2014 માં જીવી રહ્યો છે ,જાણીને નવાઈ લાગે છે ને કે આ દેશ એક નહિ , બે નહિ પરંતુ 7 વર્ષ પાછળ ચાલી રહ્યો છે!!. આ દેશ નું નામ છે ઇથોપિયા. ઇથોપિયા એ ગ્રેગોરિયન કેલેન્ડર જે લગભગ આખું વિશ્વ્ માને છે તેને અનુસરતું નથી. જોકે એવા ઘણા દેશો છે જે પોતાનું અલગ કેલેન્ડર અનુસરે છે પણ તેઓ વર્ષમાં બાર મહિના નો નિયમ અકબંધ રાખે છે. ઇથોપિયા હજી પણ મૂળ રોમન કેલેન્ડર ને અનુસરે જે લગભગ AD 525 માં સુધારવામાં આવ્યું હતું .
ઈથોપિયન કેલેન્ડર પ્રમાણે વર્ષ માં 13 મહિના હોય છે . જેમાં 12 મહિનામાં 30 દિવસ અને 13મા મહિના માં 5 કે લિપ વર્ષ માં 6 દિવસ હોય છે. તો વર્ષ ના દિવસો ની ગણતરી તો સરખી જ રહેશે 365 કે 366
તો શા માટે ઈથોપિયન કેલેન્ડર 7 વર્ષ પાછળ છે ?
આ વાત નું રહસ્ય કેલન્ડર ની ગણતરી માં રહેલું છે . આ ગણતરી એટલી જટિલ છે કે ઈથોપિયાના લોકો તેને ‘sea of thoughts’ તરીકે ઓળખાવે છે. હવે આ કેલેન્ડર પદ્ધતિ પાછળ નો મૂળ વિચાર એવો છે કે આદમ અને ઇવ જ્યાં સુધી તેમને કરેલા પાપ માટે દુનિયા માંથી બરખાસ્ત કરવામાં ના આવ્યા ત્યાં સુધી ઈડન ગાર્ડન માં 7 વર્ષ સુધી રહ્યાં હતા. પછી થી તેમને પ્રાયશ્ચિત કરતાં ઈસુ ભગવાને તેઓને 5500 વર્ષ પછી બચાવવાનું વચન આપ્યું હતું. ઈથોપિયન અને ગ્રેગોરિયન બંને કેલેન્ડર પદ્ધતિ માં કેલન્ડર નું વર્ષ ગણવાની શરૂઆત ઈસુ ખ્રિસ્ત ની જન્મ તારીખ થી જ થાય છે પણ તફાવત આ શરૂઆત નો દિવસ એટલે કે તારીખ નક્કી કરવા માટે ની વૈકલ્પિક ભિન્ન વિચારધારા ના કારણે છે. ઇથોપિયાન ઓર્થોડોક્સ ચર્ચ માને છે કે ઈસુ ખ્રિસ્ત નો જન્મ 7 BC માં થયો હતો ,ઈસુ એ ઇવ અને આદમ ને આપેલા વચન પ્રમાણે 5500 વર્ષ પછી જ. જયારે કે ગ્રેગોરિયન કેલેન્ડર ની શરૂઆત થાય છે AD 1 ( Anno Domini ) થી. એટલે કે ઈશ્વર નો જન્મ જે વર્ષે થયો હતો ત્યારથી જ કેલેન્ડર વર્ષ ની શરૂઆત . તો આ રીતે ઈથોપિયન અને ગ્રેગોરિયન કેલન્ડર ના વર્ષો માં તફાવત આવ્યો. આ દિવસ થી શરુ થયેલા તફાવત ને કારણે ઈથોપિયન કેલેન્ડર 7 થી 8 વર્ષ પાછળ ચાલી રહ્યું છે .
ઈથોપિયન અને ગ્રેગોરિયન કેલેન્ડર માં એક મહિનામાં દિવસો ની ગણતરી
પહેલાં જણાવ્યું તેમ વર્ષ માં 13 મહિના , જેમા 12 મહિનામાં 30 દિવસ અને 13 મોં મહિનો કે જે Pagume તરીકે ઓળખાય છે તેમા 5 દિવસ અને લિપ વર્ષ માં 6 દિવસ હોય છે. Pagume એ એક ગ્રીક શબ્દ epagomene પરથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થયા છે ‘વર્ષની ગણતરી કરતી વખતે રહી ગયેલા દિવસો’. ઈથોપિયન કેલેન્ડર પ્રમાણે એક વર્ષ ( પૃથ્વીની સૂર્ય ફરતે એક ભ્રમણ) 365 દિવસ 6 કલાક અને 2 મિનિટ અને 24 સેકન્ડ નો હોય છે. હવે 6 કલાક 4 વર્ષમાં કુલ એક દિવસ ને કેલેન્ડર માં ઉમેરે છે જેને લિપ વર્ષ કહેવાય છે. હવે 2 મિનિટ અને 24 સેકન્ડ 600 વર્ષ પછી એક દિવસ નો ઉમેરો કરે છે જે 13 માં મહિનામાં સાતમા દિવસ તરીકે લેવામાં આવે છે જેને ઈથોપિયન rena mealt કહે છે.
ઈથોપિયન કેલેન્ડર માં લિપ વર્ષ ને બાઇબલ ના પ્રચારકો સાથે સરખાવવામાં આવ્યા છે અને તેમના નામ પણ આપવામાં આવ્યા છે. જેમાં સૌ પ્રથમ લિપ વર્ષ કે લૂક વર્ષ ને ‘ જ્હોન વર્ષ ‘ નામ આપ્યું હતું અને ત્યાર પછીના બે વર્ષો ને અનુક્રમે ‘મૅથ્યુ વર્ષ’ અને ‘માર્ક વર્ષ’ નામ અપાયું હતું.
ઈથોપિયન કેલન્ડર પ્રમાણે નવું વર્ષ 11 સપ્ટેમ્બર ના દિવસે ઉજવાય છે અને લિપ વર્ષ હોય તો 12 સપ્ટેમ્બર ના દિવસે.
ઈથોપિયા માં સમય ની ગણતરી પણ અલગ છે
ઇથોપિયામાં એક દિવસ ના સમય ને 12 કલાક ના જ બે સમયગાળામાં વિભાગવામાં આવે છે પરંતુ તેમનો દિવસ 6.00 વાગ્યાથી શરુ થાય છે. એટલેકે તેમનો મધ્યાહ્ન અને મધ્યરાત્રિ બંને 6.00 (નહિ કે 12.00 વાગે) વાગ્યે ગણાય છે !! તેથી જો કોઈને તમે 10 વાગ્યે મળવાનું કહો શક્ય છે કે તે તમને 4 વાગ્યે જ મળવા આવે .
ઇથોપિયામાં શા માટે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવામાં આવ્યું નથી ?
ગ્રેગોરીયન કેલેન્ડર પોપ ગ્રેગરી ક્ઝી દ્વારા 18મી સદીમાં અમલમાં મુકવામાં આવ્યું. કેથોલિક ચર્ચના આધિપત્ય હેઠળના કેટલાક દેશોએ ગ્રેગોરિયન કેલેન્ડરને સ્વીકારવું પડ્યું હતું. ઇથોપિયા, હંમેશા કોઈપણ વસાહતી સત્તાઓ(colonial power) અને રોમન ચર્ચના પ્રભાવોથી મુક્ત દેશ રહ્યો છે તેથી તે કોઈ પણ નવીન પ્રવાહો માં વહ્યા વિના પોતાની માન્યતાઓ ને સંગત કેલેન્ડર ને વળગી રહ્યું.
ઇથોપિયા ઉપરાંત બીજા ત્રણ દેશો ઈરાન,અફઘાનિસ્તાન અને નેપાળ માં ગ્રેગોરિયન કેલેન્ડર ને અનુસરવામાં આવતું નથી.