શાર્ક ટેન્ક ઇન્ડિયા એ એક બિઝનેસ રિયાલિટી શૉ છે જે મૂળ અમેરિકન શૉ શાર્ક ટેન્ક નું ભારતીય ફ્રેંચાઈઝી છે . આ શૉ માં ભારતભર માંથી સ્ટાર્ટ અપ માલિકો આવીને પોતાનો બિઝનેસસ આઈડિયા શાર્ક એટલેકે જાણીતા અને સફળ બિઝનેસ માંધાતાઓ સમક્ષ રજુ કરે છે અને શાર્કસ ને જો તેમનો બિઝનસ આઈડિયા દમદાર લાગે તો તેની સાથે જોડાવા માટે તૈયાર થાય છે. શાર્કસ એ બિસનસ માં રોકાણ કરે છે અને તેના બદલામાં કંપની માં ભાગીદારી મેળવે છે. સ્ટાર્ટ અપ માલિકો ને આ રીતે તેમના બિઝનસ ને આગળ વધારવા માટે નાણાકીય મદદ તો મળે જ છે પણ અનુભવી શાર્ક ના એક્સપર્ટ સૂચનો નો પણ લાભ મળે છે. દરેક સ્ટાર્ટ અપ રોકાણ મેળવવામાં સફળ થતાં નથી પણ તેઓને શાર્ક ની પેનલ તરફથી તટસ્થ અભિપ્રાય મળે છે તેમજ ક્યાં શું ઉણપ છે અને હજી કેટલું કામ કરવાની જરૂર છે તે અંગેના સૂચનો મળી રહે છે. આ શો સોની ટીવી એ એ ખુબ ભારત માં રજુ કર્યો છે અને જોત જોતામાં તે ખુબ સફળ બની ગયો છે. શો ની સફળતા પાછળ નું મુખ્ય કારણ શો માં રજુ થતા ઇનોવેટિવ બિઝનસ આઈડિયા તો છે જ પરંતુ શો માં શાર્ક તરીકે જોડાયેલા રિયલ લાઈફ અચીવર્સ એવા બિઝનેસ પરસન્સ ની આગવી શૈલી પણ કારણભૂત છે. શો ના લગભગ બધાજ શાર્ક ના ફેમસ ડાઈલોગ નો મીમ તરીકે સોશ્યિલ મીડિયામાં પુષ્કળ ઉપયોગ થઇ રહ્યો છે. તો જાણીએ કોણ કોણ છે આ શાર્ક ?
શાર્ક શબ્દ નો ઉપયોગ અહીં એ અર્થ માં થયો છે કે બિઝનેસ વર્લ્ડ એક વિશાલ સમુદ્ર છે અહીં ઘણી નાની મોટી માછલીઓ છે પરંતુ શાર્ક ખુબ ઓછા બની શકે છે. નાની માછલીઓ શાર્ક ની દુનિયામાં આવીને પોતાને આગળ વધારવા શાર્ક પાસે મદ્દદ લે છે. એટલે કે નવા સ્ટાર્ટઅપ સફળ બિઝનેસમેન પાસેથી ફાઈનાન્સીયલ અને સ્ટ્રેટેજીક મદદ લે છે. સોની ટીવી દ્વારા રજુ કરાયેલા ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ માં 7 શાર્ક જોડાયા હતા જેમાં અનુપમ મિત્તલ -શાદી ડોટકોમ ના સ્થાપક , નમિતા થાપર-એમક્યોર ફાર્માસુટિકલ ના સીઈઓ, અશનિર ગ્રોવર- ભારત પે ના સહસંસ્થાપક, પિયુષ બંસલ -લૅન્સકાર્ટ ના સ્થાપક , વિનિતા સિંઘ – સુગર કોસ્મેટિક્સ ના સ્થાપક , ગઝલ અલઘ – મામાઅર્થ ના સહસંસ્થાપક અને અમન ગુપ્તા- બૉટ લાઇફસ્ટાઇલ ના સહસંસ્થાપક નો સમાવેશ થાય છે. આ બધાજ શાર્ક દ્વારા ટોટલ 38 કરોડ ની આસપાસ રોકાણ કરવામાં આવ્યું હતું . શાર્ક ટેન્ક ઇન્ડિયા માં લગભગ 62000 અરજીઓ આવી હતી જેમાંથી 198 બિઝનેસ ને ટીવી શો માં આઈડિયા ની રજુઆત કરવા માટે પસંદ કરવામાં આવ્યું હતું જેમાં 67 બિઝનેસ ને શાર્કસ દ્વારા રોકાણ મળ્યું હતું.
શાર્ક ટેન્ક ઇન્ડિયા ભારતની ટીવી ઓડિયન્સ માટે એક નવો જ અનુભવ હતો પરંતુ તેને અભુતપુર્વ પ્રતિસાદ મળ્યો. દર્શકોને આ નવા કન્સેપટ ની સાથે બિઝનેસ માટેના ઘણા આઈડિયા તેમજ શાર્ક તરફથી ઘણા રસપ્રદ દ્રષ્ટિકોણ જાણવા મળ્યા. સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા અને બિઝનસ કરવા માગતા યુવા વર્ગ માટે આ શો ખુબ પ્રેરણા દાયી સાબિત થયો .ખાસ કરીને ગામડાઓ માં કે નાના શહેરો માં રહેલા યુવાનો કે જે નામાંકિત કોલેજો માંથી શિક્ષણ મેળવી શક્યા નથી તે સહુને માટે આ શો થી એક નવી ઉર્જા નો સંચાર થયો છે. શો ના સૌથી ફેમસ શાર્ક અનુપમ મિત્તલ ના કેહવા મુજબ ભારત માં આવનારો દશક સ્ટાર્ટ-અપ યુગ સાબિત થશે જે દેશની રોજગારી અને ઇકોનોમિક ગ્રોથ માટે ખૂબ અસરકારક સાબિત થશે.
શાર્ક ટેન્ક માં દેશ ના ખૂણે ખૂણે થી આવેલા યુવાનો, તેમનો અભિગમ અને મહત્વાકાંક્ષા એટલી આકર્ષક હતી કે શો માં આપોઆપ જાન રેડાઈ ગઈ. એમાં પણ દરેક શાર્ક ની આગવી અદા ફેમસ થઈ ગઈ જેમ કે નમિતા નો ડાયલોગ ‘ યે મેરી એક્સપર્ટસ નઈ હે, મે ઇસસે આઉટ હું ‘. અને અશનીર નો ડાયલોગ ‘ યે સબ દોગલપંતી હે ‘. અનુપમ ની યુવાનો સાથે વાત કરવાની અદા પણ ખૂબ ફેમસ થઈ ગઈ. ઘણા લોકો કેબીસી પછી સૌથી સારો શો કહી રહ્યા છે પણ ઘણા લોકો એને અમેરિકન શો સાથે સરખાવી ને તે કક્ષાનો નથી એમ પણ કહી રહ્યા છે પણ આ શો અચૂકપણે દેશના મધ્યમ વર્ગીય પરિવાર ના લોકો ના ઘર માં પ્રવેશી ને તેમની માનસિકતા બદલવા સુધી ની અસરકારકતા સાબિત કરી છે.
શાદી ડોટ કોમ ના ફાઉન્ડર અનુપમ મિત્તલ ની નેટવર્થ 25-50 મિલિયન ડોલર, વિનીતા સિંઘ તેનો નેટવર્થ 8 મિલિયન ડોલર છે જ્યારે કે પિયુષ બંસલ જે સૌથી યુવા શાર્ક છે તેનો નેટવર્થ 80 મિલિયન ડોલર છે જ્યારે સૌથી સમૃદ્ધ શાર્ક છે અશનિર ગ્રોવર જેમની કરોડ માં નેટ વર્થ 2100 કરોડ છે.