ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે તેમનો 72 મોં જન્મ દિવસ માત્ર દેશ અહીં આ દુનિયાના સૌથી પાવરફુલ લોકોમાંની એક વ્યક્તિ તરીકે પોતાની સશક્ત ઓળખ સ્થાપીને ઉજવી રહ્યાં હોય ત્યારે એથી વધુ પ્રેરણાદાયી કહાની બીજી કોઈ નથી. ભારતની આઝાદી દરમિયાન રાષ્ટ્રીયતા ને અખંડિત રાખવાના હેતુસર જન્મેલી રાષ્ટ્રીય સેવા સંઘમાં સેવા આપતા આપતા એક વ્યક્તિ દેશના સૌથી મોટી સત્તા પામી લે તો તેને યુગપુરુષ જ કેહવું રહયું. જોકે સખત અને સતત મહેનતનો કોઈ પર્યાય હોતો નથી. સંપૂર્ણ સમર્પણ સિવાય કોઈ સફળતા હાથ લગતી નથી તે વાત પણ મોદીજીનું જીવન સાર્થક કરે છે.
ભારત આજે માત્ર એક મહાન રાષ્ટ્ર નથી પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહી જે છઠ્ઠા ભાગની માનવસંસ્કૃતિનો સમાવેશ કરે છે અને તે એક વૈવિધ્યસભર અને પ્રગતિશીલ સંસ્કૃતિ પણ છે જે વિશ્વમાં સૌથી વધુ ગૂઢ જ્ઞાન પ્રદાન કરતી સંસ્કૃતિ છે જે ઇતિહાસના પ્રારંભથી વિકસી રહી છે. ભારતની પ્રગતિ વિદેશી શાસનમાં પણ ક્યારેય અટક ન હતી અને દરેક પેઢીમાં મહાન આધ્યાત્મિક ઉપદેશકો, ગુરુઓ, યોગીઓ અને ઋષિઓનું રહયું છે. આજે, એક નવું ભારત વિશ્વના અન્ય દેશો અથવા સંસ્કૃતિઓના ફોલોઅર તરીકે નહીં, પરંતુ તે વિશાળ સંસ્કૃતિના વારસાને નાવીન્ય આપતું અને દુનિયાભરમાં તેનો ફેલાવો કરીને સતત અનેરી છાપ ઉભી કરી રહયું છે.
1947 માં ભારતની આઝાદીએ તેને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અને તેની ધાર્મિક સંસ્કૃતિને ફરીથી સ્થાપિત કરવાની અને સમગ્ર માનવતાના લાભ માટે ફરીથી વિશ્વમાં તેની હાજરીને અગ્રીમ બનાવવાની તક આપી. આ ભારતની સ્વતંત્રતા ચળવળની આશા અને આકાંક્ષા હતી જે બાલ ગંગાધર તિલક, શ્રી અરવિંદો અને રવીન્દ્રનાથ ટાગોર જેવા નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને જે સ્વામી વિવેકાનંદે યોગ અને વેદાંતને વિશ્વમાં ફેલાવવા માટે પ્રેરણા આપી હતી. ઘણા મહાન ચિંતકો અને શોધકોએ ભારતને માનવતાના આધ્યાત્મિક સજાગતા માટે મદદ કરવામાં અને બ્રહ્માંડની ચેતના પ્રત્યે નવી દ્રષ્ટિ તરફ ધ્યાન દોરવામા મોખરે હોવાનું સ્વીકાર્યું છે. દુનિયાની દરેક વિદ્યાઓ અને કલાઓનું ઉદગમ ભારતીય સંસ્કૃતિના ઇતિહાસ અને મૂળમાં મળી આવશે.
ભારતની સ્વતંત્રતાના થોડા સમય પછી જ દેશ એવા નેતાઓના શાસન હેઠળ આવ્યો કે જેઓ ભારતની સભ્યતાના સિદ્ધાંતો સાથે જન્મેલા ના હતા. જેઓ ભારતના સાંસ્કૃતિક વારસા અને ઓળખને બદનામ કરવાનો પ્રયાસ કર્યો કારણકે તેઓ તેની પ્રાચીનતા અને ગૂઢ વારસાને સમજતા ન હતા. સ્વતંત્ર ભારતમાં નવા રાજકીય અને શૈક્ષણિક દળોએ વસાહતી અને માર્ક્સવાદી પ્રભાવોને ફેલવવાનો પ્રયાસ આદર્યો. જેણે ભારતની સામાજિક સંસ્કૃતિને એક પૌરાણિક કથા અથવા પૂર્વગ્રહ તરીકે દર્શાવી હતી. આઝાદી પછીના નહેરુવીયન/કોંગ્રેસ ભારતે ઋષિમુનિઓના વાસ્તવિક ભારતનું સન્માન કર્યું ન હતું, પરંતુ ભારતને તેમની પોતાની વ્યક્તિગત વિચાર અને ઇમેજ પ્રમાણે રિમેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
મોદીનું નવું ભારત!
આજે, 2022 માં, આઝાદીના 75 વર્ષ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, એક ગતિશીલ અને વિસ્તૃત ભારત જે દેશ, સંસ્કૃતિ અને શાશ્વત ભારતની સંસ્કૃતિનું સન્માન કરવા ઉપરાંત રાજકીય અને આર્થિક સ્તરે આધુનિકતા અપનાવી પ્રગતિના નવા શિખર સાર કરી રહયું છે.
એક મહાન સંસ્કૃતિ તેના સ્મારકો દ્વારા યાદ રાખવામાં આવે છે. ભારતની ધાર્મિક સંસ્કૃતિ માટે, આમાં ઘણી સદીઓથી બાંધવામાં આવેલા અને આદરણીય એવા મહાન મંદિરો અને પવિત્ર સ્થળોનો સમાવેશ થાય છે. જે આખા દેશભરમાં ફેલાયેલા છે, તેમ છતાં ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ ખંડેર રહી ગઈ છે અથવા ઉપેક્ષાનો ભોગ બની છે. મોદીએ ભારતની આ હેરિટેજ સાઇટ્સ, ખાસ કરીને અયોધ્યા, કેદારનાથ, કાશી વિશ્વનાથ અને અનેક તીર્થ સર્કિટ, તેમજ ભારતની કાયમી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા નવા સ્મારકોનું સન્માન અને નવિનીકરણ કરવામાં મદદ કરી છે.
ભારતની સંસ્કૃતિને સ્વતંત્રતા પછીના પોતાના રાજકીય સ્મારકો વિકસાવવાની પણ જરૂર છે. મોદીએ કર્તવ્ય પથની જેમ દિલ્હીનું કાયાપલટ કર્યું અને સેન્ટ્રલ વિસ્ટા કોમ્પ્લેક્સને રાષ્ટ્રીય સત્તાના સ્થાન તરીકે સુધારી, દેશની સભ્યતાના વારસા સાથે સુમેળ કરતા નવા ભારતના સ્મારકો ની સ્થાપના સાથે અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલા જૂના વસાહતી સ્મારકોને દૂર કર્યા. આનાથી ભારતની ભાવિ પેઢીઓને ગૌરવ અને પ્રેરણા આપતી રાષ્ટ્રીય ઓળખ મળી છે.
PM એ સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષ ચંદ્ર બોઝ, શ્રી અરબિંદો અને વીર સાવરકર સહિત આધુનિક ભારત માટે આધાર પૂરો પાડનારા મહાન રાજકીય માર્ગદર્શકોનું સન્માન કર્યું છે, જેમની અગાઉ ઉપેક્ષા કરવામાં આવી હતી. સરદાર પટેલની ગુજરાતમાં આવેલી ભવ્ય સ્મારક પ્રતિમા અને દિલ્હીમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા આમાં સૌથી નોંધપાત્ર છે. મોદીએ વધુ એક વખત મહાન રાજાઓ અને યોદ્ધાઓની ભારતની ક્ષત્રિય ધર્મ પરંપરાનું સન્માન કર્યું છે, જેમાં રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી જેવી ઐતિહાસિક વ્યક્તિઓથી લઈને સ્વતંત્રતા ચળવળના અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ સુધી સહુને આવરી લેવાયા છે.
ભારત 80% હિંદુ હોવા છતાં, મોદી સંભવતઃ ગૌરવવંતા હિંદુ તરીકે દેશનું શાસન ચલાવનારા પ્રથમ વડાપ્રધાન છે. તે ભારત અને વિશ્વના તમામ દેશોમાં વિવિધ લોકો અને સંસ્કૃતિઓ સુધી પહોંચ્યા છે અને ભારતની પરંપરાઓને વૈશ્વિક સ્તરે લઇ ગયા છે.
શિવ, કૃષ્ણ, રામ, સીતા, સરસ્વતી, દુર્ગા અને કાલી, ગણેશ અને હનુમાન તરીકે ભારતના ‘દેવતાઓ’ને આ નવા ભારતમાં વધુ એક વખત સશક્ત સ્થાન મળ્યું છે. PM દરેક મંદિરોની મુલાકાત લે છે અને તેમના ઈશ્વરીય માર્ગદર્શનનું આહવાન કરે છે, જે એક પ્રાચીન સામાજિક પ્રથા છે.રાજકીય નેતાઓએ આ અનુસરવાનું શરૂ કર્યું છે. મોદી રાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને સ્તરે ભારતના મોટા તહેવારોની ઉજવણી કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આયુર્વેદ દિવસ જેવા નવા ઉત્સવો પણ સામેલ થયા છે.
વડા પ્રધાને ભારતના મહાન ગુરુઓ જેમ કે આદિ શંકરાચાર્ય, રામાનુજ, બુદ્ધ, મહાવીર, ગુરુ નાનક અને બીજા ઘણાને ભારતની સભ્યતાના ધાર્મિક મૂળ તરીકે તેમની ઓળખ ઉજાગર કરીને તેમને સન્માનિત કર્યા છે.
આવા ઘણા નવા પ્રયાસોમાં, મોદીએ વાસ્તુ એટલે કે ભારતની પવિત્ર ભમિને પુનઃસ્થાપિત કર્યું છે, જેમાં હિમાલયથી લઈને તમિલનાડુ, કાશ્મીરથી ઈશાન ખૂણા સુધી, તમામ પ્રદેશો અને રાજ્યો કે જેમાં ભારતનો સમાવેશ થાય છે, કોઈની પણ અવગણના કરી નથી.
આ સાથે, તેમણે ભારતમાં અને વૈશ્વિક સ્તરે ઇકોલોજી વિકસવા માટે મજબૂત રીતે પ્રોત્સાહન આપ્યું છે. પવિત્ર ગંગા નદીને પુનઃસ્થાપિત કરવા, ભારતના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું જતન કરવા અને દેશના પ્રવાસન સ્થળોને સુધારવા તેમજ દેશની ખેતીનું રક્ષણ અને વિકાસ કરવામાં મોટો ફાળો આપ્યો છે.
દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન, સામાન્ય વ્યક્તિ માટે જીવનધોરણનો વિકાસ, ગ્રામીણ જીવનની સગવડતા વધારવા, ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતાને દૂર કરવી વગેરે મહામૂલાં કાર્યો સાથે મોદીના કામો આર્થિક સ્તર ઊંચો કરવા સુધી વિસ્તર્યા છે. મોદીએ શ્રીલક્ષ્મીને ભારતમાં તેમનું પરંપરાગત સ્થાન પાછું આપ્યું છે, જેનો હેતુ સહુની વિપુલતા છે. તેઓ એથ્લેટ્સની નવી પેઢીને ભારતની શક્તિના પ્રતીકો તરીકે અને યુવા ઉદ્યોગ સાહસીઓને સમૃદ્ધિના નવા અગ્રણીઓ તરીકે સન્માન પણ કરે છે.
વૈશ્વિક અને રાજદ્વારી સ્તરે, મોદી તેમના વિશ્વ પ્રવાસો, પરિષદો અને સમિટોમાં વિશ્વમાં ‘વિશ્વગુરુ’ તરીકે ભારતની ભૂમિકાને પુનઃસ્થાપિત કરી રહ્યા છે. તેમણે યુરોપ, એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના નેતાઓ સાથે ગાઢ જોડાણો સાથે, કદાચ વિશ્વના અન્ય નેતાઓ કરતાં આજે વૈશ્વિક નેતાઓ સાથે વધુ સ્થાયી મિત્રતા વિકસાવી છે. મોદીએ ભારતને તેની સંસ્કૃતિના વારસાને પ્રતિબિંબિત કરીને દુનિયામાં રાષ્ટોમાં એક મોટું સન્માન આપ્યું છે.
એવા લોકો છે જેઓ ભૂતકાળના મહાન ભારત સાથે સાતત્યમાં ભવિષ્ય માટે ભારતનું આધુનિકીકરણ કરવાના મોદીના પ્રયાસોની ટીકા કરે છે. આમાં સૌપ્રથમ છે કેટલાક જૂના રાજકીય પક્ષો અને તેમના મીડિયા સપોર્ટ, જે હવે તેમના ડાબેરી સાથીઓ સહિત સત્તા અને પ્રભાવથી વંચિત છે. અને અસ્તિત્વ ટકાવી રાખવાના મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. ‘બ્રેક ઇન્ડિયા’ ઉદેશ્ય સાથે બનેલી ટુકડીઓ આનો એક ભાગ છે, જેઓ નબળા અને વિભાજિત ભારતને પસંદ કરે છે જેથી તેને તેઓ નિયંત્રિત કરી શકે.
કેટલાક લોકો મોદીને ઘમંડી કહે છે, જો કે આવા લોકો માત્ર હોદ્દા અને સત્તા મેળવવાનો ઈર્ષાળુ પ્રયત્ન કરતા હોય છે તે પણ ભાગ્યે જ કોઈ રાષ્ટ્રીય ચિંતાઓ અથવા દેશની સભ્યતાનો કોઈ દ્રષ્ટિકોણ ધરાવતા હોય છે. કેટલાક કહે છે કે મોદીના નેતૃત્વમાં બનેલું નવું ભારત અસહિષ્ણુ છે અને તે પૂરતું સમાવિષ્ટ નથી પરંતુ બીજો દેશ બતાવો જે ખુબ સહિષ્ણુ હોય. પાકિસ્તાનની હાલત જુઓ કે ચીનની આક્રમકતા કોઈથી છુપી તો નથી . એશિયા અથવા વિશ્વના અન્ય કયા દેશમાં ભારત જેવું સાર્વભૌમત્વ છે અને જેના દરેક પ્રાચીન સંસ્કૃતિના વારસાને સાચવવામાં આવી છે? આશ્ચર્યની વાત એ છે કે હવે યુએસ અને કેનેડામાં પણ ભારત વિરોધી હુમલાઓ અને અસહિષ્ણુતા થઇ રહી છે. આ ભારતની એકતા અને અખંડિતાનો ભંગ કરી ફરી એકવાર તેની સમૃદ્ધિ અને પ્રગતિમાં રોક લગાવવાનો છે.
આજે, વિશ્વના ઘણા દેશોમાં વિભાજન,સંઘર્ષ અને આંતરવિગ્રહ થઇ રહ્યા છે જે લોકશાહી અને ઉદારવાદનું પ્રતિનિધિત્વ કરતા દેશો સુધી વિસ્તરેલુ છે. યુરોપ વૈશ્વિક અસરો અને આર્થિક પતન સાથે નવા યુરોપિયન યુદ્ધની છાયા હેઠળ છે. વિશ્વના ઘણા ભાગોમાં સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે અને ઘણી જૂની પરંપરાઓ ખોવાઈ રહી છે.
મોદીએ આધુનિક ભારતમાં પ્રાચીન ભારત અને ભવિષ્યના નવા ભારતનું જોડાણ પુનઃસ્થાપિત કર્યું છે. તેમણે રાજદ્વારી, આર્થિક, લશ્કરી અને સાંસ્કૃતિક સ્તરે ભારતને વિશ્વગુરુ તરીકે ફરીથી સ્થાપિત કર્યું છે
આજે ભારત માનવતા માટે એક નવો પ્રકાશ બની શકે છે, માત્ર રાજકીય કે આર્થિક સ્તરે જ નહીં, પરંતુ કોઈ પણ ક્ષેત્રે ભારત એક મહત્વનું યોગદાન આપતું અને વિશ્વને કુદરત, કલા અને સંસ્કૃતિનો પરિચય આપતું અનન્ય રાષ્ટ્ર તરીકે પોતાની આગવી છાપ ઉભી કરવામાં સફળ રહયું છે.