યાયાવરwords
વાંચન વિચારોનો ખોરાક છે, વાંચન વિના વ્યક્તિત્વ ની વૃદ્ધિ અવરોધાય છે અને જીવન માયકાંગલું બની જાય છે .
શું છે યાયાવરwords?
યાયાવરવર્ડ્સ ગુજરાતી ભાષાના સંવર્ધન હેતુ શરુ કરવામાં આવેલો બ્લોગ છે . જેનો ધ્યેય ગુજરાતી ભાષામાં માહિતી અને વિચારો ને ગુજરાતી લખતા વાંચતા અને સમજતા લોકો સુધી પહોંચાડવાનો તેમજ ગુજરાતી ભાષામાં સાહિત્ય રચવાનો છે .
તાજેતરના લેખ
- મહેન્દ્રસિંહ ધોનીને કેમ ચાહકો કરે છે એટલો પ્રેમ?મેચમાં શૂન્ય પર આઉટ થતા તે નિરાશ હતો એટલે નહિ કે તે ગોલ્ડન ડક નો શિકાર બન્યો પણ કદાચ એ વિચારથી કે ટીમને પાંચમું ટાઇટલ આપવાથી તે ચુકી જાત, પણ રાજા માટે તેની પ્રજા લડે, તેનું કુશળ સૈન્ય લડે. આખરી બોલમાં 10 રન બાકી, આખું સ્ટેડિયમ પ્રાર્થના કરે, રડે પણ હારીને બેસે નહિ, ચીયર કરે અને આખરે કિંગ ધોનીનો વફાદાર બાહુબલી- સર જાડેજા તેની કરિયર બેસ્ટ સિક્સ ફટકારે છે. અને પછી …
- પુરુષોને માનસિક રીતે ખંખેરી રહ્યાં છે સામાજિક વલણો, તમે તમારા કુટુંબના પુરુષોના માનસિક સ્વાસ્થ્ય બાબતે કેટલા સજાગ છો?સૌથી મોટો પડકાર એ છે કે પુરુષો એ સ્વીકારવાનો ઇનકાર કરે છે કે તેમને માનસિક સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યાહોઈ શકે છે અને તેની સારવાર માટે તેમને કોઈ સલાહકારની મદદ લેવી જોઈએ. એ વિચારધારા પાછળ સામાજિક પરિબળો જવાબદાર હોઈ શકે છે. તેમનું આત્મગૌરવ તેમને સ્વીકારવા દેતું નથી કે તેમની સાથે કંઈક તકલીફ છે અને તેને દૂર કરવાની જરૂર છે.
- Gen Z માં ભયજનક રીતે વધી રહયું છે ડિપ્રેશન, તણાવ અને નિરુત્સાહનું પ્રમાણ, શું છે તેના પાયાના કારણો?માનસિક સમસ્યાઓ બાળકોની હોય કે મોટાઓની તેને અવગણવી જોઈએ નહિ. તે ક્યારે જાનલેવા સાબિત થાય તે નક્કી નથી. તે માત્ર વ્યક્તિગત રીતે હાનિકારક નથી તે આખા પરિવાર, સમાજ અને બહોળા વર્ગને હાનિ પહોંચાડી શકે છે. તો એ વિષે અવશ્ય ચર્ચા થવી જોઈએ કે Gen Z ના કથળી રહેલા માનસિક સ્વાસ્થ્ય પાછળ કયા પરિબળો જવાબદાર છે?
માતૃભાષાને જીવાડો !!
કોઈ પણ ભાષા ને જીવંત રાખવી એ તે ભાષા ને ગળથુંથી માંથી શીખનાર વ્યક્તિની જવાબદારી છે . ભાષાના સંવર્ધન અને વ્યાપ માટે તેનો મહત્તમ ઉપયોગ અને સાહિત્ય લખાવું આવશ્યક છે . યાયાવરવર્ડ્સ ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે કટિબદ્વ છે . તમે પણ આ પહેલ માં જોડાવા માંગતા હોવ તો તમારા વિચારો અને કૃતિઓ અમને અવ્શ્યથી મોકલો .