પૂર્વ ભારત માં પૂરી ક્ષેત્રમાં દર અષાઢી સુદ બીજનાં દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા શરૂ કરવામાં આવે છે, આ દિવસ એક મોટા તેહવાર ની જેમ જ ઉજવવામાં આવે છે. આ રથયાત્રા માં ભાગ લેવા દેશ અને દુનિયામાંથી ઘણા મોટા પ્રમાણમાં લોકો ત્યાં એકત્રિત થાય છે. તેની જ પ્રતિકૃતિ રૂપે દેશનાં અન્ય સ્થળોએ પણ આ રીતે રથયાત્રા કરવાનો રિવાજ છે.જેમાં શ્રી જગન્નાથજી , માતા સુભદ્રા અને શ્રી બલરામ ને ખૂબ જ ભવ્ય અને સુશોભિત રથો માં સ્થાપિત કરીને નગરદર્શન કરાવવામાં આવે છે.
જગન્નાથપુરીમાં આ રથયાત્રાની શરૂઆત ક્યાંથી થઈ તેની પાછળની કથા કઈક આ પ્રમાણે છે.

રાજા ઇન્દ્રધ્યુમન જે સપરિવાર નીલાંચલ સાગર પાસે (ઓડિશા) રેહતો હતો. તેણે એક દિવસ સમુદ્ર માં ખુબ વિશાળ લાકડું જોયું અને નિર્ણય કર્યો કે તેમાંથી તે ભગવાન ની મૂર્તિ બનાવશે.જેવો એમણે તેમાંથી જગદીશ ની મૂર્તિ બનાવવાની એમ નિર્ણય કર્યો કે તરત જ એક વૃદ્ધ કારીગર ના રૂપ માં વિશ્વકર્મા પ્રભુ અવતર્યા. તેમણે શરત મૂકી કે તે જ્યાં આ મૂર્તિ બનાવવાનું કામ કરશે ત્યાં જ્યાં સુધી મૂર્તિ સંપૂર્ણ બનીને તૈયાર ના થઈ જાય ત્યાં સુધી કોઈ પ્રવેશ નહી કરે.રાજા એ આ વાત માની લીધી. અને વૃદ્ધ રૂપ માં વિશ્વકર્માએ એક ઓરડા માં મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. તેજ જગ્યા પર હાલમાં મંદિર છે ,ત્યાં થી થોડે દૂર જ આ ઘર છે.
હવે રાજા નો પરિવાર વૃદ્ધ કારીગર ભગવાન જ છે તે જાણતો ન હતો તેથી ઘણા દિવસ સુધી ઘર નો દરવાજો બંધ રહ્યા બાદ રાણી ને થયું કે એક વૃદ્ધ એટલા દિવસ ખાધાપિધા વગર કેવી રીતે કામ કરો શકે! એણે વિચાર આવ્યો કે તેઓ હજી જીવતા હશે પણ કે નહી? પોતાની આ શકા એમને રાજાને જણાવી. રાજાએ દરવાજો ખોલ્યો તો અંદર કોઈ ના હતું માત્ર ભગવાન જગન્નાથ , સુભદ્રા અને બલરામ ની અર્ધનિર્મિત કશ્ઠમૂર્તીઓ હતી.
રાજા અને રાણી ખૂબ વ્યથિત થઈને વિલાપ કરવા લાગ્યા.ત્યારે એક આકાશવાણી થઈ કે ” નાહક દુઃખી ના થશો અમે આ જ રૂપ માં રેહવાં માગીએ છીએ, આ મૂર્તિઓ ને શણગારીને સ્થાપિત કરી દો.”
આજે પણ આ અપૂર્ણ અને અસ્પષ્ટ મૂર્તિઓ પૂરી શહેરની રથયત્રા તેમજ મંદીર માં સુશોભિત અને સ્થાપિત છે.
રથયાત્રા દેવી સુભદ્રા ની દ્વારિકાભ્રમણ ની ઈચ્છા પૂર્ણ કરવા હેતુ શ્રી કૃષ્ણ અને પ્રભુ બલરામે અલગ અલગ રથમાં બેસાડીને કરાવડાવી હતી. માતા સુભદ્રા ની નગર ભ્રમણ ની યાદ માં આ રથયાત્રા દર વર્ષે પુરી માં તેમજ દેશનાં અન્ય શહેરો માં પણ થાય છે.