સફરજન એ મુખ્યત્વે સહુ કોઈને ભાવતું ફળ ગણાય છે અને સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ છે . An apple a day keeps doctor away આ કેહવત આપણે બાળપણ થી સાંભળીએ છીએ અને તેથી જ આપણા ઘરો માં સફરજન નું સેવન નિયમિત હોય છે , સવારના નાસ્તામાં , બાળકોના ટિફિન માં કે મિલ્કશેક -ફ્રૂટસલાડ વગેરે માં સફરજન તમે હંમેશા સહુનું માનીતું ફળ છે, પ્રસાદ માટે પણ સફરજન નો મહત્તમ ઉપયોગ થાય છે પણ શું તમે જાણો છો વનસ્પતિ શાસ્ત્ર પ્રમાણે સફરજન ને એક ખોટું ફળ કહેવામાં આવ્યું છે.
આ પાછળ નું કારણ વૈજ્ઞાનિક છે અને સફરજન ની ઉપજ પ્રક્રિયા સાથે જોડાયેલું છે. મોટેભાગે બધા જ ફળો ગર્ભધાન ની પ્રક્રિયા થી ઉત્પન્ન થાય છે . સૌ પ્રથમ ફૂલ આવે છે ફૂલ માં અંડાશય અને બીજાશય એમ બે ભાગ હોય છે ,પુંકેસર થી ફલિત થઈને અંડાશય ધીરે ધીરે ફળ બની જાય છે અને બીજાશય બીજ બની જાય છે . ફળ આવતા પેહલા ફૂલો નું આવવું સામાન્ય છે જેને આપણે મોર આવ્યો કે ફાલ આવ્યો એમ કહીએ છીએ જેમ કે કેરી ચીકુ વગેરે ના વૃક્ષો પર મોરવા માં ઝુમખા જોવા મળે છે અને તેમાંથી ફળ બને છે .
પરંતુ સફરજન ગર્ભધાન ની પ્રક્રિયાથી બનતું નથી તેથી જ તેને ખોટું ફળ કેહવામાં આવે છે
તો સફરજન કેવી રીતે ઉગે છે ?

સફરજન ના વૃક્ષ પર ડાળી પર ફૂલ ની જગ્યાએ નાની ડાળખીઓ આવે છે જે પાકવાની પ્રક્રિયા શરુ થાય છે એટલે કે જેમ ઘા વાગવાથી સુજન થાય એમ એનો કેટલોક ભાગ ઉપસી આવે છે અને અંતે એ ફળ માં નિર્મિત થાય છે , સફરજન આજ રીતે ઉત્પન્ન છે અને તેથી જ તેને ખોટું ફળ અથવા સહાયક ફળ કહેવામાં આવે છે
સફરજન એકલું જ એવું ફળ નથી બીજા ઘણા ફાળો છે જેમ કે કાજુ, નાશપતિ અને સ્ટ્રોબેરી . આ ફળોને પણ વનસ્પતિ શાસ્ર દ્વારા ખોટા ફળ કહેવામાં આવ્યા છે


