‘અસલી મસાલે સચ સચ્’ આ સાંભળતાં જ આપણને એક ચહેરો યાદ આવે, હસમુખ પાઘડી વાળા દાદા, MDH મસાલા ના માલિક શ્રી મહાશય ધરમપાલ ગુલાટી. શ્રી ગુલાટી સાહેબ 98 વર્ષની ઉંમરે ત્રીજી ડિસેમ્બર 2020 ના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. તેઓ ઘરઘરમાં MDH મસાલા ની જાહેરાત ના કારણે પ્રખ્યાત બન્યા હતા. તેઓ છેલ્લાં ત્રણ અઠવાડિયાથી દિલ્હીની હોસ્પિટલ માં સારવાર હેઠળ હતા અને બુધવારે સાંજે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી અને ગુરુવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું.
ગુલાટી સાહેબ મુખ્યત્વે મહાશય ના નામથી જાણીતા હતા તેમનો જન્મ ૧૯૧૯માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો જ્યાં તેમના પિતાજી શ્રી મહાશય ચુનીલાલ ગુલાટી એ મસાલા ના વ્યવસાયની શરૂઆત કરી હતી જોકે ભાગલા બાદ ૧૯૩૬માં તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો તેઓ થોડા દિવસ અમૃતસર રેફ્યુજી કેમ્પમાં પણ રોકાયા હતા. દિવ્યા બાદ ૧૯૫૩માં ગુલાટીજીએ ચાંદની ચોકમાં એક દુકાન ભાડે થી લીધી જ્યાં તેમણે મહાશય દી હટ્ટિ ( MDH) ના નામથી મસાલાના વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે કીર્તિ નગર ન્યુ દિલ્હી ખાતે નાનકડું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કર્યું
કરોલ બાગ ની નાનકડી દુકાન થી શરૂ કરી ધર્મપાલ ગુલાટીજી એ ભારતની પ્રખ્યાત મસાલા બ્રાન્ડ બનાવી. અત્યારે તેમની 60 જેટલી પ્રોડક્ટ 15 જેટલી ફેક્ટરીઓમાં બને છે અને માત્ર દેશભરમાં નહીં દુનિયાભરમાં વિસ્તરે છે 2017ના એક અહેવાલ મુજબ ગુલાટીજી fmcg ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પગાર લેતા સીઈઓ બન્યા હતા. તે વર્ષે તેમણે 21 કરોડ સેલેરી પેઠે મેળવ્યા હતા. 2019 માં ભારત સરકાર દ્વારા ગુલાટી પદ્મભૂષણ ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક તા એવોર્ડ છે તેનાથી નવાજવામાં આવ્યા હતા.
ગુલાટીજી તેમની આવક ના 90% ભાગ ચેરીટી માટે મહાશય ચુનીલાલ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે ફાળવતા હતા. આ ટ્રસ્ટ દિલ્હીમાં 250 બેડની હોસ્પિલ ચલાવે છે આ ઉપરાંત મોબાઈલ હોસ્પિટલ પણ છે જે દૂરના અને ગરીબ વિસ્તારોમાં સારવાર આપે છે તે ઉપરાંત આ ટ્રસ્ટની ચાર શાળાઓ પણ છે.
શ્રી ગુલાટી હંમેશા તેમના MDH ની જાહેરાત માં ભાગ લેવા નાં અત્યાધુનિક વિચારથી જાણીતા રહેશે. તેમનો આ પ્રયોગ બ્રાન્ડ અને માર્કેટિંગ ક્ષેત્રમાં એક નવી લહેર લઈ આવ્યો હતો. સૌ કોઈ જાણે છે તેમ તેઓના સોશિયલ મીડિયામાં પણ ઘણા મીમ બન્યા હતા, આ રીતે તેઓ યુવા વર્ગમાં પણ પ્રચલિત હતા. તેઓ ખૂબ મોટી ઉંમર સુધી વ્યવસાયમાં કાર્યરત હતા અને સંપૂર્ણ આયુષ્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા.